Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભાવસ્થા ના પહેલા ત્રિમાસિક મહિના દરમિયાન આ પાંચ વાતો ની સાવચેતી રાખો🤰🚫

ગર્ભાવસ્થા ના પહેલા ત્રિમાસિક ( ત્રણ મહિના ) એ ગર્ભાવસ્થા નો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે .પહેલા ત્રિમાસિક દરમિયાન લગભગ ૭૦% ગર્ભસ્રાવ થવાની સંભાવના હોય છે એટલે તમારા માટે એ જરૂરી છે કે તમે ,તમારી અને તમારી અંદર ઉછરી રહેલા બાળક ની યોગ્ય દેખરેખ રાખો .એક ખોટુ પગલુ તમારા બાળકના અંગોને વિશેષ રૂપે નુકશાન પહોંચાડી શકે છે ખાસ કરીને તેના દિમાગ ને .સ્વસ્થ આહાર અને સતર્કતા તમને અને તમારા બાળકના જોખમી સ્તર ને ઓછું કરવામાં મદદ કરે છે .

તમારી ગર્ભાવસ્થા ના શરૂઆત ના ત્રણ મહિનામાં આ ખાદ્યપદાર્થો થી દુર રહો .

(૧) પપૈયું અને અનાનસ .

પહેલા ત્રિમાસિક દરમિયાન પપૈયું અને અનાનસ ખાવાનું ઘણુ જોખમકારક છે .આ બંને ફળો ગર્ભાશય ના સંકોચન માટે જાણીતા છે એનાથી ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે .

(૨) કાચા શાકભાજી .

કાચુ અને ધોયા વગર નું શાકભાજી તમારા શિશુ માટે ખુબજ જોખમકારક છે .ધ્યાન રહે તમે જે શાકભાજી અને ફળો ખાવ છો તે ખાતા પહેલાસ્વચ્છ પાણી થી ધોઈ ને ખાઓ . બીજા ન ખાઈ શકાય એવા લીલા પાંદડાઓ ની જેમ જ તુલસી નું પાન પણ તમારે શરૂઆત ના ત્રિમાસિક ખાવું જોઈએ નહિ કારણકે તુલસી કે તેના પાન તમારા શિશુ માટે ખરાબ સાબિત થઈ શકે છે .

(૩) કાચા ઈંડા અને માસ .

કાચા ઈંડા અને માસ થી પણ તમારે પ્રથમ ત્રિમાસિક દૂર રહેવું જોઈએ .જો તેને ખાવું હોય તો તેને ખાતા પહેલા તેને ખૂબ ચઢવા દેવું જેનાથી ખાવામાં સ્વાદિષ્ટ લાગે અને તેમાંના આવશ્યક પ્રોટીન પણ જળવાઈ રહે ,અને તેમાં રહેલા કીટાણુઓ નો નાશ થઈ જાય .અધકચરા ચઢેલા માછલી અને માસ થી તમારા બાળકને મસ્તિષ્કમાં વિકાર થવાની સંભાવના વધી જાય છે .લીવર પણ હજી એક એવુ માસ છે જે તમારા પહેલા ત્રિમાસિક આહાર માટે ઉચિત નથી .

(૪) માછલીઓ .

ઘણા પ્રકારની માછલીઓ ખાવાથી બચવુ જોઈએ જેવી કે ,કિંગ મકરેલ ,સવોર્ડ ફિશ ,અને કોઇપણ અન્ય પ્રકારની માછલી જેમા મર્ક્યુરી વધારે પ્રમાણમાં હોય તેવી માછલી ના ખાવી ,સુશી થી દુર જ રહેવુ .તમારા બાળક ના યોગ્ય વિકાસ માટે પુરીરીતે ચઢેલી માછલી જ ખાવી જોઈએ જેમાંથી તમને એક સ્વસ્થ શરીર માટે આવશ્યક પ્રોટીન અને વિટામિન મળી રહે .

(૫) ચિઝ ( પનીર) .

સોફ્ટ ચિઝ, બ્લુ ચિઝ, બ્રાઈ ,અને ફેટા ચિઝ આ કેટલાક ચિઝ ના પ્રકાર છે જેનાથી ગર્ભાવસ્થા દરમિયાન દુર રહેવુ જોઇએ .તમારા બાળક માટે કાચું દુધ પણ જોખમકારક છે અને બીજી બાજુ તમને તમારા શરીર માં કેલ્સિયમ વધારવા માટે દુધ ના ઉત્પાદકો અને આ બધુ ખાવાની સલાહ દેવામાં આવે છે એટલે સારી રીતે ચઢેલી અને સ્વચ્છ વસ્તુઓ નુ સેવન કરો .

જરાક એવી સાવધાની તમને તમારા સુખદ માતૃત્વ તરફ લઇ જાય છે એટલે અમારો એવો આગ્રહ છે કે તમે આ સમયે થોડી સાવધાની વર્તો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon