Link copied!
Sign in / Sign up
1
Shares

મોન્સુનની આ સીઝનમાં ગર્ભવતી સ્ત્રીએ આ વાતોનું ધ્યાન રાખવું પડશે

ચોમાસામાં થોડી પણ લાપરવાહી સગર્ભા અને તેના શિશુ માટે ખતરો બની શકે છે. ચોમાસામાં ગર્ભવતી મહિલાઓને ઈન્ફેક્શન થવાનો ખતરો વધુ રહેતો હોય છે. ત્યારે સગર્ભાઓએ ચોમાસામાં વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. તો આવી જાણીએ આ ઋતુમાં ગર્ભવતી મહિલાઓ કઈ રીતે ખુદની કાળજી રાખી શકે છે…

થઈ શકે આવા રોગો

એક બાજુ ચોમાસું મનને પ્રફુલ્લિત કરે છે તો બીજી બાજુ ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભમાં ઉછરી રહેલ ભ્રૂણ માટે મોટી સમસ્યા બની શકે છે. આ ઋતુમાં થોડી પણ લાપરવાહી માતા અને શિશુ બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વરસાદી ઋતુ એલર્જી, શરદી, મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ અને ચાંબડીના રોગો લઈને આવે છે.

ગર્ભવતી મહિલાઓએ રાખવી ખાસ કાળજી

જો પ્રેગ્નન્ટ મહિલાઓએ ખાણી-પીણી અને સ્વચ્છતાનું ધ્યાન ન રાખ્યું તો સમસ્યા વિકરાળ બની શકે છે. વરસાદી ઋતુમાં ગર્ભવતી મહિલાઓને ઈન્ફેક્શનનો ખતરો વધુ રહેતો હોય છે જેનાથી ગર્ભમાં ઉછરી રહેલ ભ્રૂણને પણ અસર થઈ શકે છે. તમે કે પછી તમારા ઘરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો આ ટિપ્સ વિશે એમને જરૂર માહિતી આપવી, તો આવો જાણીએ ચોમાસામાં કઈ રીતે સુરક્ષિત રહી શકો…

બહારનું ખાવાથી બચવું

ચોમાસામાં બેક્ટેરિયાથી ફેલાતી બીમારી થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. એવામાં બહારના ભોજનનું સેવન કરવાથી કે પછી પાણી પીવાથી તમને નુકસાન પહોંચી શકે છે. શક્ય હોય તો ચોમાસામાં જ નહીં પણ ડિલિવરી સુધી ઘરે જ પૌષ્ટિક આહાર જમવાનો આગ્રહ રાખવો.

હાથ સ્વચ્છ રાખવા

માત્ર ચોમાસામાં જ નહીં પણ સ્વચ્છતા બારેમાસ રાખવી જોઈએ. પરંતુ ખાસ કરીને ચોમાસામાં તમારા ગંદા હાથના કારણે પેટનું ઈન્ફેક્શન થઈ શકે છે. આવી સમસ્યા ન સર્જાય તે માટે સાબુથી હાથને સારી રીતે ધોવા જોઈએ.

વિટામીન ‘સી’નું સેવન કરો

તમારી ડાયેટમાં એવા ખાદ્ય પદાર્થને સામેલ કરો જેમાં વધુ માત્રામાં વિટામીન સી હોય. વિટામીન સીી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. એટલું જ નહીં, વિટામીન સી શિશુના સ્નાયુઓનો પણ વિકાસ કરવામાં મદદ કરે છે.

ઉકાળેલું પાણી પીવું

શક્ય હોય તો આ દિવસોમાં ઉકાળેલું કે પછી ફિલ્ટર કરેલું પાણી જ પીવું જોઈએ. ચોમાસામાં ગંદું પાણી પીવાથી બીમારીઓ વધુ ફેલાય છે. ઉકાળેલું કે પછી ફિલ્ટર કરેલું પાણી પીવાથી ડિહાઈડ્રેશનનો ખતરો પણ ટળી જતો હોય છે.

રસોઈ બનાવવામાં કાળજી રાખવી

જો તમે તમારી રસોઈ ખુદ બનાવતા હોવ તો તમારા વાસણ, શાકભાજી અને દાળને યોગ્ય રીતે ધોવાનું રાખવું. આ ઉપરાંત લીલાં પાનવાળાં શાકભાજી ખાવાથી બચવું. આ ટિપ્સનું અનુસરણ કરવાથી ક્યાંકને ક્યાંક તમને મદદ જરૂર મળી રહેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon