Link copied!
Sign in / Sign up
10
Shares

બાળક લાવવા માટે EXACT ઉમર કઈ? ❣❤❥❦❧♥ ...

શહેરોમાં વસતા મોટાભાગના કપલ્સ કરિયર બનાવવા માટે બાળક ક્યારે લાવવું અથવા તો બધું સેટલ્ડ થઈ જાય પછી લાવવું તેની મથામણમાં હોય છે. એ સાથે બધાને એક ડર તો સતાવતો જ હોય છે કે ૨૮-૩૦ની ઉંમર પાર થઈ જશે પછી પ્રેગનન્સી રહેવામાં મુશ્કેલી ઊભી થાય અથવા તો શું કરવું? 

આ પ્રશ્નો વિશે માત્ર સામાન્ય માણસ જ ચિંતિત છે એવું નથી. વિજ્ઞાનીઓ પણ તેનો જવાબ શોધવા માટે એટલી જ માથાકૂટ કરી રહ્યા છે. તાજેતરમાં નેધરલેન્ડમાં થયેલા એક અભ્યાસ અને તેના તારણોમાં આવા પ્રશ્નોના જવાબો મેળવવાનો સઘન પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે તારણો આવ્યા છે એ કદાચ સંપૂર્ણપણે પરફેક્ટ ગાઇડન્સ ભલે ન આપે પરંતુ એ વિશે કપલ્સને અવેર ચોક્કસ કરે એમ છે

સ્ત્રીની ઉંમરને અનુરૂપ પ્લાનિંગ

તમારે કેટલાક બાળકો જોઈએ છે અને શું પ્રેગનન્સી માટે ઇન-વિટ્રો ફર્ટિલિટી (IVF) કરાવવા માટે તમે તૈયાર છો? જેવા સવાલોના જવાબના આધારે કપલ્સે કઈ ઉંમરે બાળક મેળવવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ તેવું તારણ આ સર્વેમાં કાઢવામાં આવ્યું છે. ફર્ટિલિટી સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓનું માનવું છે કે ઉંમર વધવાની સાથે પુરુષની પણ બાળક પેદા કરવા પૂરતાં સ્પર્મ રિલિઝ કરવાની ક્ષમતા ઓછી થાય છે, પરંતુ પુરુષ કરતાં પ્રેગનન્સી માટે સ્ત્રીની ઉંમર અને તેની માતૃત્ત્વ ધારણ કરવાની ક્ષમતાને વધારે લાગવળગે છે. એટલા માટે જ સ્ત્રીની ઉંમરને અનુરૂપ વિજ્ઞાનીઓ સમય મર્યાદાઓ આપી રહ્યા છે.

પ્રેગ્નન્સી માટે આ છે પરફેક્ટ એજ

સર્વેના તારણોમાંથી અલગ તારવેલા એક ઉદાહરણ પ્રમાણે જો IVF પદ્ધતિથી નહીં, પરંતુ કુદરતી રીતે સંભોગ દ્વારા જ બાળક જોઈતું હોય અને કપલને એક જ બાળક જોઈતું હોય તો ૩૨ વર્ષની ઉંમર સુધી સ્ત્રી રાહ જોઈ શકે છે. એટલે કે ૩૧ વર્ષની ઉંમર સુધી કરિયર પર ફોકસ કરીને પછી બાળક માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આ ઉંમર સુધીમાં માતૃત્ત્વ ધારણ કરવાની સંભાવનાઓ એક સ્ત્રીમાં ૯૦ ટકા સુધીની હોય છે. જો IVF વગર જ બે બાળકો જોઈતાં હોય તો મોડામાં મોડું સ્ત્રીએ ૨૭ વર્ષની ઉંમર સુધીમાં પહેલું બાળક લાવવાના પ્રયાસ કરી લેવા જોઈએ, તો જ બે બાળકો લાવવાની સ્ત્રીની સંભાવનાઓ ૯૦ સુધીની રહે છે. જો ઉપરોક્ત પરિસ્થિતિઓમાં કપલ IVF પદ્ધતિની સારવાર લઈને બાળક લાવવા ઇચ્છતા હોય તો તેઓ ચારથી દસ વર્ષ સુધી વધુ રાહ જોઈ શકે છે, પરંતુ તેના માટે તેમણે કેટલું ડિલે કરવું જોઇએ એ ચોક્કસપણે તેમના ડોક્ટર નક્કી કરે એ વધારે સારું રહે છે.

કેટલા બાળકો કરવા છે તે પહેલા નક્કી કરવું

આ મોડ્યૂલ મુજબ જો એક જ બાળક ઇચ્છતું કપલ IVFનો ઉપયોગ કરવા માગતું હોય તો ૩૫ વર્ષની ઉંમર સુધીમાં તેમણે બાળક મેળવવાના પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ તો જ સંતાન પ્રાપ્તિની શક્યતાઓ ૯૦ ટકા સુધી બરકરાર રહે છે. એ જ રીતે બે બાળકો મેળવવા માટે જો કપલ IVFનો ઉપયોગ કરવા તૈયાર હોય તો ૩૧ અને ત્રણ બાળકો ઇચ્છતા હોય તેવા કપલ્સે ૨૮ની ઉંમરથી જ પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ, તો જ સંતાન પ્રાપ્તિની શક્યતાઓ ૯૦ ટકા સુધી રહે છે. IVFનો ઉપયોગ કરીને એક બાળક મેળવવાની સંભાવના ૭૫ ટકા સુધીની રાખવી હોય તો એક સ્વસ્થ મહિલા ૩૯ વર્ષે પણ માતૃત્ત્વ ધારણ કરવાનો પ્રયાસ કરી શકે છે. બે બાળક માટે ૩૫ વર્ષે અને ત્રણ બાળકો માટે ૩૩મે વર્ષે પ્રયાસ કરવામાં આવે તો ગર્ભાવસ્થા ધારણ કરવાની સંભાવનાઓ ૭૫ ટકા રહે છે.

ક્યાં સુધી બાળકો કરી શકાય

નેધરલેન્ડની ઇરેસમસ યુનિવર્સિટી ઓફ મેડિકલ સેન્ટરના અભ્યાસુઓનું કહેવું છે કે આ અભ્યાસમાં મોટાભાગે સ્વસ્થ કપલ્સના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાંજો કપલ્સે વ્યક્તિગત રીતે તેઓ ક્યાં સુધી કઈ પદ્ધતિથી બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે તે જાણવું હોય તો તેમણે જરૂરી પરીક્ષણો કરાવીને નિષ્ણાતોના માર્ગદર્શન લેવા જરૂરી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિપ્રોડક્ટિવ એન્ડોક્રાયનોલોજિસ્ટ ડો. ડો. એલવિન મોક-લીન કહે છે કે નેધરલેન્ડના અભ્યાસુઓના તારણો ઘણે અંશે યુનિવર્સિલ કહી શકાય, કારણ કે તેમણે ૧૦,૦૦૦ કપલ્સમાં વિવિધ દેશોના અને સભ્યતાઓના કપલ્સનો સમાવેશ કર્યો છે.

3 બાળકો જોઈતો હોય તો પહેલા આ કામ કરો..

એ ઉપરાંત કપલ્સની હેલ્થમાં પણ વરાઈટી લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં જો આ અભ્યાસના ડેટાને અમેરિકામાં લાગુ કરવો હોય તો ઉંમરમાં કપલ્સ ચારથી છ વર્ષની છૂટછાટો લઈ શકે છે કારણ કે અમેરિકામાં IVF દ્વારા માતૃત્ત્વ ધારણ કરવાની સંભાવનાઓ યુરોપ કરતાં વધારે સારી પુરવાર થઈ છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ડો. મેલિસા ગોસ્ટ કહે છે કે ‘હું આ મોડ્યૂલના આધારે કોઈને એમ નહીં કહી શકું કે તમે ૨૭ વર્ષના થઈ ગયા છો. જો કુદરતી રીતે ત્રણ બાળક ઇચ્છતા હોવ તો હવે એક પતિ શોધી લો. લગ્ન કરવા અને બાળક લાવવા માટે માનસિક રીતે તૈયાર થવું એ બહુ જ વ્યક્તિગત બાબત છે, પરંતુ આ અભ્યાસનો જો સામાજિક રીતે પ્રચાર થાય તો કપલ્સને ફેમિલી પ્લાનિંગમાં સરળતા રહેશે.’

પ્રેગનન્ટ થવાની સંભાવના

આ મુદ્દે ડો. મોક-લીનનું કહેવું છે કે મારી પાસે ૩૬થી ૪૦ વર્ષની અનેક મહિલાઓ આવે છે જેઓ માનસિક અને આર્થિક રીતે બાળક પેદા કરવા માટે તૈયાર હોય છે, પરંતુ તેમના પરીક્ષણ કરતાં જણાય છે કે ભલે તેઓ બધી રીતે સ્વસ્થ હોય, પરંતુ તેમના એગ ફર્ટાઇલ થઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. મારું એમ કહેવું છે કે ૨૮થી ૩૨ વર્ષની વયમાં તમે ભલે માતૃત્ત્વ ધારણ કરવા તૈયાર ન હોવ, પરંતુ તમારી પ્રેગનન્ટ થવાની સંભાવનાઓ ૭૦થી ૭૫ ટકા કઈ ઉંમર સુધી ટકે તેમ છે એ તો જાણી લો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon