Link copied!
Sign in / Sign up
2
Shares

માત્ર દૂધમાં જ નહીં,પણ આ વસ્તુઓમાં પણ છે જોરદાર કૅલ્શિયમ

કૅલ્શિયમ એક આવશ્યક ખનિજ જ નહીં, પણ આ આપણા હાડકાંઓને પણ મજબૂત બનાવે છે. તેથી જો આપને લાગે છે કે કૅલ્શિયમ પામવા માટે કાયમ દૂધ ઉપર જ ભરોસો કરવો પડશે, તો આપ આ લેખ જરૂર વાંચો. આપણા માટે આ બહુ મહત્વનું છે કે આપણને પોતાનાં આહારમાં કૅલ્શિયમની એક ચોક્કસ રાશિ મળે.

બસ યાદ રાખો :

જો આપનાં શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછુ છે, તો આ ખાદ્ય પદાર્થોમાંથી કૅલ્શિયમની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે વિટામિન ડી આપના ભોજનમાંથી કૅલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે. 

1. દહીં

અમે સાદા અને ખાટા દહીં વિશે વાત કરી રહ્યાં છીએ કે જે મોટાભાગે ભારતીય ઘરોમાં દરરોજ તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકોને લૅક્ટોઝથી એલર્જી હોય છે, તો આવામાં દહીં બિલ્કુલ યોગ્ય રહેશે. તેમાં દૂધ જેટલું જ કૅલ્શિયમ હોય છે, બસ ખાંડ ન મેળવો.

2. સારડીન

આપ તમામ બિનશાકાહારીઓ માટે સારડિન એક સસ્તી દરિયાઈ માછલી છે કે જે ભારત ભરમાં માછલી બાજાર તથા બજેટ રેસ્ટોરંટમાં અને ખાસ કરીને દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ભારતના કાંઠાળરાજ્યોમાં જોવા મળે છે અને કારણ કે એક સારડિન 33 ટકા સુધી કૅલ્શિયમનો પુરવઠો કરી શકે છે, તેથી તેને જરૂર ખાવો.

3. ચીઝ

ચીઝ વધુ એક સરળતાથી ઉપલબ્ધ ડૅરી પ્રોડક્ટ છે કે જે કૅલ્શિયમ સાથે પૅક કરવામાં આવે છે. હકીકતમાં, પર્મિયન ચીઝમાં કૅલ્શિયમનું ઉચ્ચતમ પ્રમાણ હોય છે કે જે કોઈ પણ ચીઝમાં નથી હોતું.

4. બાફેલા ઇંડા 

એક બાફેલા ઇંડામાં 50 મિલીગ્રામ કૅલ્શિયમ હોય છે. આ ઉપરાંત બાફેલા ઇંડા પ્રોટીન તેમજ વિટામિન એથી પણ ભરપૂર હોય છે.

5. સીતાફળ 

સીતાફળ ખાવા માટે થોડો સમય લાગે છે, પરંતુ તે કૅલ્શિયમ અને અન્ય મહત્વના પોષક તત્વોથી બહુ ભરપૂર હોય છે.

6. સોયાબીન 

અમે પહેલા જ આ યાદીમાં સોયા દૂધ અને ટોફૂ પર ચર્ચા કરી છે કે જેમાં બંને સોયાબીન ઉત્પાદનો છે. તેથી આ યાદી પૂર્ણ નહીં ગણાય, જો અમે અહીં સોયાબીનનો ઉલ્લેખ ન કરીએ.

7. ભિંડો

 ભિંડામાં ઢગલા બંધ પોષક તત્વો હોય છે કે જેમાં ખાસ તો કૅલ્શિયમ પણ વધારે હોય છે. એક વાટકી ભિંડીમાં આપને 175 એમજી સુધીનું કૅલ્શિયમ પ્રાપ્ત થશે.

8. સૂકા અંજીર
અંજીર આપના માટે સારા છે, કારણ કે તે ન માત્ર કૅલ્શિયમનું એક મોટુ સ્રોત છે, પણ તેમાં ઢગલાબંધ ફાઇબર અને આયર્ન પણ મોજૂદ હોય છે.
9. બદામ 

બદામ વિટામિન ઈ અને કૅલ્શિયમથી સમૃદ્ધ હોય છે, પરંતુ બહુ વધુ પ્રમાણમાં ખાવામાં આવે, તો ગરમી પેદા કરે છે. કૃપયા એક દિવસમાં માત્ર એક મુટ્ઠી ભર બદામ જ ખાવી.

10.સોયા દૂધ 

દૂધ સોયા દૂધ સામાન્ય રીતે તે લોકો પીવે છે કે જેમને લૅક્ટોઝ ઇંટોલરંસ હોય છે. હકીકતમાં તેમાં અસલી દૂધ જેટલું તો કૅલ્શિયમ નથી હોતું, પરંતુ 300 એમજી પ્રતિ ઔંશ જરૂર હોય છે

 

 

 

 

 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon