Link copied!
Sign in / Sign up
5
Shares

માતાનું દૂધ હવે કોઇપણ ઉંમરની વ્યક્તિને હેલ્ધી બનાવશે😍👌

એક અમેરિકન સ્ટાર્ટ અપ અને બાયોટેક કંપની માતાના દૂધ માંથી ખાંડને અલગ કરીને તેને પ્રીબાયોટીક સપ્લીમેન્ટ્સ તરીકે ઉપયોગમાં લેવા માંગે છે, હજી તો આ શરૂઆત જ છે પરંતુ હેલ્થ નિષ્ણાતો અત્યારથી જ એમ માનવા લાગ્યા છે કે આ ટ્રેન્ડ ભવિષ્યમાં ખૂબ ચાલી નીકળવાનો છે કારણકે પુખ્તવયની વ્યક્તિઓ હવે તેમની સારી ‘ગટ હેલ્થ’ (gut health) માટે તેનો ભરપૂર ઉપયોગ કરશે.

આ નવા સંશોધન વિષે જાણીએ તે પહેલા આપણે સમજી લઈએ કે આ ‘ગટ હેલ્થ’ એટલે શું? ગટ હેલ્થ એ બીજું કશું જ નથી પરંતુ તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવસ્થા છે. આજે કોઇપણ વ્યક્તિને છેલ્લા કેટલાક સમયથી આરોગ્યને લગતી કોઈજ સમસ્યા નથી તો તેની ગટ હેલ્થ સારી છે એમ કહી શકાય. બસ, આપણે જે સંશોધનની ચર્ચા આગળ કરવાના છીએ તેમાં આ મુદ્દો અગ્રેસર રહેવાનો છે.

અમેરિકાના કેલીફોર્નીયા રાજ્યમાં આવેલા બર્કલે શહેરની સુગરલોજીક્સ નામના એક સ્ટાર્ટ અપ દ્વારા શોધવામાં આવેલા અને માતાના દૂધમાંથી બનાવવામાં આવેલા સપ્લીમેન્ટને દુનિયા આવનારા સમયમાં હેલ્ધી રહેવા માટેનો ઉત્તમ સ્તોત્ર ગણવા લાગશે તેવી માન્યતા અમેરિકાના હેલ્થ નિષ્ણાતોમાં અત્યારથી જ ઉભરવા માંડી રહી છે. માતાના દુધમાં રહેલા સારા બેક્ટેરિયા નવજાત શિશુઓને સ્વસ્થ રાખવા માટે જાણીતા છે. આ જ બેક્ટેરિયાને પુખ્તવયની વ્યક્તિઓના કેટલાક રોગો જેવાકે ડાયાબીટીસ અને આંતરડાની વિવિધ સમસ્યાઓ અટકાવવા કે પછી તેનું નિરાકરણ લાવવા માટે પણ ઉપયોગમાં લાવી શકાય છે.

સુગરલોજીક્સના કહેવા અનુસાર તમારા રોજીંદા ખોરાક દ્વારા તમારા શરીરમાં પ્રવેશતી કેલરીની સાથે જો તમે માતાના દૂધમાંથી બનાવેલા સપ્લીમેન્ટને પણ લેશો તો તમારી ગટ હેલ્થને સુધારવામાં મદદ મળશે કારણકે અમારું આ સપ્લીમેન્ટ ફક્ત ગૂડ બેક્ટેરિયાને જ વિક્સાવવામાં મદદ કરશે. કંપનીનું એમ પણ કહેવું છે કે શરીરમાં જેમ જેમ ગૂડ બેક્ટેરિયા તેમના સપ્લીમેન્ટને લીધે વધારે સંખ્યામાં વિકસિત થશે તેમ તેમ તમને પોઝીટીવ લાગણી આપોઆપ થવા લાગશે અને તમારું શરીર તેના લીધે વધારે તંદુરસ્ત રહી શકશે. આ સપ્લીમેન્ટનો એક અન્ય ફાયદો એ પણ થશે કે જે માતાઓ પોતાના નવજાત શિશુઓને કોઈ કારણસર પોતાનું દૂધ પીવડાવી શકતી નથી તેને પણ આ સપ્લીમેન્ટ દ્વારા મદદ મળશે.

એક અભ્યાસ અનુસાર માતાના દૂધથી નવજાત શિશુઓતો સુરક્ષિત રહે જ છે પરંતુ મોટી વયના લોકોની અસંખ્ય તકલીફો પણ તે આસાનીથી દૂર કરી શકે છે. મોટી વયના લોકોને થતા ડાયેરિયા, ઉલ્ટી, અચાનક જ મૃત્યુ થઇ જશે તેવો માનસિક ડર, લ્યુકેમિયા, ટાઈપ 2 ડાયાબીટીસ, ઓબેસિટી અને હ્રદય રોગના ઇલાજમાં પણ માતાનું દૂધ ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે તેમ આ નવા અભ્યાસમાં જણાવાયું છે.

ટૂંકમાં કહીએ તો માતાનું દૂધ હવે તમામ ઉંમરની વ્યક્તિઓને હેલ્ધી રહેવા માટે મદદરૂપ થવાનું છે. જો કે અમેરિકામાં હેલ્થને લગતા નિયમો અત્યંત કડક છે આથી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ગાઈડલાઈન્સ અનુસાર કોઇપણ સ્ત્રીનું દૂધ ખાસકરીને જો તે સ્ત્રી ઈન્ટરનેટ દ્વારા સંપર્કમાં આવી હોય તો તેને ચકાસ્યા વગર વપરાશમાં લાવી શકાતું નથી.

આ ઉપરાંત સ્ત્રીના દૂધમાં કોઈ ઇન્ફેક્શન છે કે કેમ તેની ચકાસણી કરવી પણ અત્યંત જરૂરી બની જાય છે. જે સ્ત્રીઓને HIV જેવા જીવલેણ રોગ હોય અથવાતો તેને ડ્રગની આદત હોય કે અન્ય કોઈ વ્યસન હોય તેનું દૂધ કોઇપણ પ્રકારના વપરાશમાં લેવું પણ અમેરિકામાં ગેરકાયદેસર ગણવામાં આવે છે.

હાલપૂરતું તો એમ કહી શકાય કે જ્યારે આ શોધ દવાના સ્વરૂપે માર્કેટમાં આવશે, ખાસકરીને અમેરિકામાં ત્યારે શરૂઆતના સમયમાં ડોક્ટર્સ ઉપર જણાવેલા ભયસ્થાનોને ધ્યાનમાં લઈને તેને ખૂબ ઓછી સંખ્યામાં પ્રિસ્ક્રાઈબ કરશે.

અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આ સંશોધન મેડિકલ વિશ્વમાં એક ક્રાંતિ લાવી રહ્યું છે અને એક સમય એવો આવશે કે માતાનું દૂધ તમામ ઉંમરના વ્યક્તિઓની તંદુરસ્તીનું કારણ બની જશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon