Link copied!
Sign in / Sign up
0
Shares

માતાનું દૂધ બાળકોને અસ્થમાંથી (દમાંથી) બચાવે છે....

માતાનું દૂધ બાળકોના સ્વાસ્થ્ય માટે અથ્યંત લાભદાયક હોય છે તે તો સહુ જાણતા જ હશે. ત્યારે હવે એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્તનપાન છ વર્ષ સુધીની ઉંમરના બાળકોને અસ્થમાથી બચાવવામાં મદદરૂપ બને છે.

ઓટેગો યુનિવર્સિટીના એક આંતરરાષ્ટ્રીય દળે કહ્યું છે કે નવજાત શિશુઓને સ્તનપાન કરાવવાથી છ વર્ષની ઉંમર સુધી બાળકને અસ્થમાથી બચાવી શકાય છે. અભ્યાસના પરિણામ 'ધ જર્નલ ઓફ પીડિયાટ્રિક્સ'માં પ્રકાશિત થયા છે.

સંશોધકોએ ન્યુઝિલેન્ડમાં છ વર્ષ સુધીની ઉંમરના 1,105 નવજાત શિશુઓના સ્વાસ્થ્યનો અભ્યાસ અને વિશ્લેષણ કર્યું અને એ પરિણામ પર પહોંચ્યા કે સ્તનપાન બાળકોને દમ(અસ્થમા)ના વિકાસથી બચાવવામાં મદદરૂપ બને છે.

નિષ્કર્ષમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સ્તનપાનનો રક્ષણાત્મક પ્રભાવ એવા નવજાતો અને બાળકોમાં વધુ હોય છે જેમને એલર્જીની ફરિયાદ હોય છે અને દમ થવાની આશંકા વધુ હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon