Link copied!
Sign in / Sign up
12
Shares

માતા પિતા ના એક ના એક બાળક હોવું એ ખરેખર શું છે?👪

હમેશા આ વાત પર સતત ચર્ચા થતી રહે છે કે એક બાળક હોવું સારું કે પછી પોતાના બાળકો ને ભાઈ બહેન હોવા એ સારું! આના માટે કોઈ સાચું કે ખોટું ઉત્તર હોય જ ન શકે, આ વિશે દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય શકે.આ બંને વસ્તુ ના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે, પરંતુ તમે કઈ વસ્તુ પર વધારે ધ્યાન આપો એ તમારા પર નિર્ભર કરે છે. તમારા માથી ઘણા સમજી શકે છે કે આ બંને કિસ્સાઓ માં ખરેખર થાય છે શું. તેથી તમે તમારું ભવિષ્ય નક્કી કરી શકો. આથી માતા-પિતા ના એક ના એક હોવું એ ખરેખર શું છે તે તમને આ લેખ પર થી વિસ્તારપૂર્વક ખબર પડશે.

ખાસ ધ્યાન:

તમે જો એક ના એક બાળક હશો તો તમારા માતા-પિતા નું પૂરેપુરું ધ્યાન તમારા પર જ હશે. આ વાત સારી અને ખરાબ બંને હોઈ શકે. તમારા માતપિતા નું બધુ જ ધ્યાન તમારા પર હોવું એ એકમાત્ર વાત ની સાબિતી આપે છે કે તમારી સાથે એ લાગણી ના સંબંધ થી બંધાયેલા છે અને તમારા જીવન માં શું થઈ રહ્યું છે એની સાથે પૂરેપૂરા વાકેફ છે. અને આ વાત જ્યારે ભાઈ બહેન હોય ત્યારે તમારા માતપિતા નું ધ્યાન બંને બાજુ વહેચાઈ જાય છે જે આ કિસ્સામાં થતું નથી. આથી તમારા જીવન માં જે કઈ સારું કાં તો ખરાબ થશે તો એમને એ બધી જ વાત ની જાણ હશે . આ ઉપરાંત, તેઓ તમારો આધાર બનશે અને 100% તમારી પડખે ઢાલ બનીને ઊભા રહેશે. જોકે, તમારા પર તેમનું બધુ જ ધ્યાન કેન્દ્રિત થવાના લીધે તમારા પર તેઓ ખામીરહિત બનવા દબાણ પણ કરી શકે છે. આનો મતલબ એવો નથી કે તેઓ પોતાના બાળક પર દબાણ લાવવા માગે છે પરંતુ એક ના એક બાળક હોવાને કારણે તેઓ એ પણ ઈચ્છે છે કે આ બાળક માં-બાપ ને ગર્વ ની લાગણી અપાવવું જોઈએ. અને ક્યારેય નિરાશ ન કરવું જોઈએ.

મનોરંજન:

આ માટે ઘણા બાળકો એ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.આની એક બાજુ જોવા જઈએ તો ઘણી વાર સપ્તાહ ના અંત માં તથા પરિવાર ના સમય વખતે આ બાબત થોડીક કંટાળાજનક લાગે છે. સામાન્ય રીતે વ્યક્તિ ને પોતાના વય ના લોકો સાથે હળવાનું મળવાનું તથા વાતચીત કરવાનું સારું લાગે છે,પરંતુ જ્યારે પરિવાર ના સાથે સમય ગાળવાનો હોય ત્યારે જે બાળકે હજી સુધી પોતાના માતા-પિતા સાથે સમય વિતાવ્યો હોય તે બાળકો ને એ વસ્તુ કંટાળાજનક લાગે છે. અને બીજી બાજુ જોવા જઈએ તો જો તમે તમારી માતપિતા નું એકમાત્ર સંતાન હોવ તો તમે તમારી મરજી અનુસાર ટીવી ના કાર્યક્રમો જોઈ શકો, તમને કોઈના જન્મદિવસ ની ઉજવણી માં જવું હોય તો પણ જય શકો, વધારા માં વધારે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તમારી પસંદ નું પીકચર પણ નિહાળી શકો છો. અને તમને તમારા રમકડાં પણ તમારા ભાઈ-બહેન સાથે વહેચવા નથી પડતાં. આ ઉપરાંત, તમને એ વાત વિચારી ને દુ:ખી થવાની જરૂર નથી પડતી કે તમારા ભાઈ કાં તો બહેન ને તમારા માતપિતા તમારા કરતાં વધારે પ્રાથમિકતા આપે છે.

 

લાગણીઓ:

આ બાબત એ જ બાળકો માટે છે કે જેઓ જણાવે છે કે તેઓ વધારે સંવેદનશીલ છે. એ વાત પર વિશ્વાસ કરવો અઘરો નથી કે કોઈ વ્યક્તિ ભાઈ તથા બહેન વગર મોટું થયું છે. જે લોકોને ભાઈ બહેન હોય છે એમને એ વાત યાદ રાખવી જરૂરી છે કે તમે એકબીજા સાથે લડતા હશો અને ચીડવતા પણ હશો. ઘણીવાર આ વસ્તુ નો સુંદર અર્થ પણ નિકડતો હશે, જેવુકે મીઠા ઝગડા અને આસપાસ કોઈના કોઈનું જરૂર હોવું. એક ના એક બાળકો કે જેમને આ વાત સાથે વ્યવહાર કરવાનો જ નથી તેમણે પાછળ થી કદાચ આવી પરિસ્થિતી આવે તો તેઓને આવી પરિસ્થિતી માં ઘણો સંઘર્ષ કરવો પડશે. તેઓ લાગણીઓમાં બદલાવ અને સંબંધોમાં બદલાવ માટે વધુ સંવેદનશીલ હોય છે. આનો અર્થ એ પણ હોઈ શકે કે તેઓ અન્ય લોકો માં થતાં ફેરફાર સાથે વધારે જોડાયેલા હશે પછી ભલે ને તે વ્યક્તિ સાથે તેઓ સંબંધ પણ ન ધરાવતા હોય.

મૂલ્યો:

તમે તમારા બાળક ને કેવા મૂલ્યો આપો છો તે તમારા પાલનપોષણ પર થી અનુભવી શકાય છે. જો તમે ભાઈ બહેન વગર નાના ના મોટા થયા હશો તો તમે કદાચ કોઈ સાથે વહેચવામાં સારા ન હોઈ શકો તથા તમે જરૂર પડ્યે તમારો સ્વાર્થ સાધવામાં માં સારા હોઈ ના શકો આ ઉપરાંત તમે નાની નાની વાતો માં મુશ્કેલી માં ફસાઈ જતાં હશો. આનો મતલબ એવો નથી કે તમે ક્યારેય સંઘર્ષ તરફ વળ્યા જ નથી કાં તો તમે સમાધાન કરવામાં વધુ માનો છો. એક ના એક બાળક માટે તે અમુક પરિસ્થિતિઓ માં કેવું વિચારી શકે છે એના પર એના મૂલ્યો આધાર રાખે છે. જ્યારે ભાઈ બહેન હોય ત્યારે કદાચ એક જણ નો વિચાર બધા જ માટે સર્વોપરી બની જતો હશે. કાં તો બધાના વિચારો જુદા જુદા હશે જેમાં અને બધા જ ભાઈ બહેન એક બીજા પર તેમના મતો લાડવાના પ્રયત્નો કરતાં હશે.

 

આધાર:

એકના એક બાળકો માટે જો કોઈ પરિવાર ની સમસ્યા આવે કાં તો તેમના માતપિતા વચ્ચે છૂટાછેડા ની પરિસ્થિતી આવે ત્યારે આ સમય તેમના માટે સંઘર્ષમય બની જાય છે કારણકે તેમની સાથે કોઈ એવું વ્યક્તિ તેમણે આધાર આપવા હોતું નથી કે જેમને આવી સમાન સમસ્યા હોય. આ ઉપરાંત, તેમણે ભાઈ બહેન પણ હોતા નથી કે જેમની સલાહ અને અનુભવ પર થી તેઓ આવી સમસ્યા નો સામનો કરી શકે. આ વાત નો અર્થ એવો પણ થાય છે કે તેઓ આવા કઠોર સમયે પોતાની સમસ્યા નો પોતેજ ઉકેલ લાવવા જેટલા સમર્થ પણ બની શકે છે અને બીજા પર ઓછા નિર્ભર રહે છે.

સુવિધાઓ:

એક ના એક બાળક હોવાને કારણે તમારા માતપિતા ના બધીજ વસ્તુઓ અને નાણાં તમારા એકલા પાછળ જ ખર્ચ થાય છે. આનો મતલબ એ પણ થાય છે કે તમે જુદા જુદા વર્ગો માં જઈને તમારી યોગ્યતા અને તમારા હુનર નો વિકાસ પણ કરી શકો છો. આનાથી તમે તમારા જીવન માં ઘણા અનુભવો લઈને તમારા જીવન ને આકાર પણ આપી શકો છો જેવુ કે મુસાફરી કરવી હોય તો તમે એકલા જ હોવાને કારણે તમારા માતપિતા તમને સારામાં સારી સુવિધાઓ વાળી મુસાફરી માં મોકલશે. આથી તમે તમારા માતપિતા ના મિત્રો સાથે વધારે હળશો મળશો કારણ કે તમારા કોઈ ભાઈ બહેન નહીં હોય.

તમને એ યાદ રાખવું જરૂરી છે કે આ બાબત જો તમારા મગજ માં હજી સુધી આ ચર્ચા થતી હશે તો તેમાં કશું ચોક્કસ છે પણ અને નથી પણ. ઉપર્યુક્ત બધા જ પરિબળો ઘણા બધા સારા પર્યાવરણીય પરિબળો પર આધારિત છે એ પર થી તમે એ પણ જાણી શકો કે તમે તમારા બાળક ને કેવી રીતે ઉછેરવાનું પસંદ કરો છો. અને આ વસ્તુ દરેક વ્યક્તિ ના પોત-પોતાના વિચારો પર પણ આધાર રાખે છે. કે તમને એક બાળક જોઈએ કે પાચ બાળક જોઈએ એ તમારા પર છે. અને આ બાબત માં કશું ખોટું કે સાચું નથી. તમે તમારા બાળક ને સાચા અને નૈતિક મૂલ્યો શીખવો. અને તમારા બાળક ને લાવવું અને ઉછેરવું એ તમારા પર છે . અને તમે જે કરશો એ તમારા માટે યોગ્ય અને શ્રેષ્ઠ જ છે.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon