Link copied!
Sign in / Sign up
0
Shares

ટીવી ની આ મશહુર જોડીઓ નું અલગ થવુ તેમના ચાહકો માટે આઘાતજનક હતુ💔💔

 લગભગ દરરોજ બોલિવૂડ મા સંબંધ તુટવા અને જોડાવા ની ખબર આવતી રહે છે .આજે કોઇ નું લિંકઅપ (જોડાવું) અને કાલે બ્રેકઅપ (છુટા થવુ ) થતુ જ રહે છે .પરંતુ આજે આપણે વાત કરવાની છે નાના પડદા ના યુગલો ની . બોલિવૂડ ની જેમ જ ટીવી સ્ટાર ના ચાહકો( ફોલોઅર્સ) કાંઈ ઓછા નથી . અને તેમના પણ લીકઅપ અને બ્રેકઅપ ની ચર્ચા થતી જ રહે છે .આજે એમ તમને આ બ્લોગ દ્વારા આવાજ ટીવી કલાકારો ની જોડીઓ ની વાત કરશુ જેમનું અલગ થવાથી તેમના ચાહકો ને ઝટકો લાગ્યો હતો .

(૧) દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા

ઝી ટીવી ની મશહુર ધારાવાહિક 'બનુ મેં તેરી દુલહન' થી પોતાના કેરિયર ની શરૂઆત કરનાર દિવ્યાંકા અને શરદ આ ધારાવાહિક દરમિયાન તે લોકો ઘણા પાસે આવી ગયા હતા .અને બંને નો ઘણા વર્ષો સુધી સંબંધ રહ્યો હતો .પરંતુ આટલા વર્ષો સાથે રહયા પછી પણ શરદે લગ્ન માટે કોઈ નિર્ણય ન લીધો એટલે બંને છુટા પડી ગયા.એ બંને ના અલગ થવાની ખબર તેમના ચાહકો માટે આઘાતજનક હતું.

(૨) અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત 

એક વખત ની મશહુર જોડી અંકિતા અને સુશાંત ની લવસ્ટોરી ની શરૂઆત ઝી ટીવી ની ધારાવાહિક 'પવિત્ર રિશ્તા'થી થઈ હતી .એ પછી એક રિયાલીટી શો દરમિયાન સુશાંતે અંકિતા ને નેશનલ ટીવી ઉપર બધા ની સામે પ્રપોઝ કર્યું હતું .ત્યારબાદ થોડા સમય સુધી બધુ સુખરૂપ ચાલ્યુ અને બન્ને જલ્દી જ લગ્ન કરવાના હતા .પરંતુ ૨૦૧૬ ના વર્ષમાં તેમનો છ વરસ નો પવિત્ર રિશતો તૂટી ગયો .અને આ ખબર સાંભળી ને તેમના ચાહકોને ઘણું દુઃખ થયુ .

(૩) કામયા પંજાબી અને કરણ પટેલ 

કામયા પંજાબી અને કરણ પટેલ ની ડેટિંગ ની ખબરો એ પણ ઘણા લોકો નુ ધ્યાન ખેચ્યું હતુ બંને ઘણા સમય સુધી સાથે રહ્યા અને તેમના ચાહકો ને લાગ્યુ કે તેઓ જલ્દી જ લગ્ન ના બંધન મા બંધાઈ જશે .પરંતુ ૨૦૧૫ માં બંને છુટા પડી ગયા છે એવી ખબર આવી .

(૪) નંદીશ સંધુ અને રશ્મિ દેસાઈ 

કલર્સ ટીવી ની મશહુર ધરાવાહિક 'ઉતરન' થી રશ્મિ અને નંદીશ , બંને ના પ્યાર ની શરૂઆત થઈ .બંને ની જોડી ઘણી ક્યૂટ હતી અને લોકો ની મનપસંદ હતી .બંને વચ્ચે નજદીકી વધી અને આ ધારાવાહિક દરમિયાન બંને એ લગ્ન પણ કરી લીધા હતા .પરંતુ સમય જતા બંને ના લગ્ન પછી ઘણા ચડસા ચડસી શરૂ થઇ ગઇ પરંતુ આ વાત ને ખોટી સાબિત કરવા બંને એ ૨૦૧૫ મા 'નચ બલિયે ૭ ' માં ભાગ લીધો અને શો બંધ થતા જ બંને અલગ થઇ ગયા .

(૫) જૂહી પરમાર અને સચીન શ્રોફ 

સ્ટાર પલ્સ ની ધારાવાહિક 'કુમ કુમ' થી શરૂઆત કરનારી જુહી પરમારે ૨૦૦૯ માં કલાકાર સચીન શ્રોફ સાથે લગ્ન કર્યા અને ૨૦૧૩ માં તેમની છોકરી સમાયરા નો જન્મ થયો ત્યારબાદ પણ બધું બરાબર હતુ પરંતુ ગયા વર્ષે જ સમાચાર આવ્યા કે જુહી અને સચીન અલગ થઇ રહ્યા છે .તેમના આઠ વર્ષ ના વૈવાહિક જીવન પછી હવે તેઓ તલાક લેવાના છે .જુહી 'બીગબોસ ૫'ની વિજેતા પણ રહી ચુકી છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon