Link copied!
Sign in / Sign up
1
Shares

મંદિરે જવાનું રોજ રાખો.. હેલ્થને થાય છે અઢળક ફાયદા 🕉 🙏🏻

લોકો સામાન્ય રીતે પોતાના ધર્મ અનુસાર ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરે છે અને પોતાના આરાધ્ય દેવની પૂજા કરે છે. લોકો રોજ નાઈ ધોઈ ને મંદિરમાં પૂજા કરીનેજ આગળના દિવસની શરૂઆત કરે છે. એવી માન્યતા છે કે આવું કરવાથી જીવન માં ભગવાનની કૃપા બની રહે છે. પણ તમને ખબર નહિ હોય કે મંદિર જવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ધર્મમાં અનેક બાબતો વૈજ્ઞાનિક આધાર પર નક્કી કરાઈ છે. તેમાં એક છે મંદિર જવું. ભલે લોકો મંદિર જવાની બાબતને ધાર્મિક દ્રષ્ટિકોણથી જુએ છે, પણ તેના થી હેલ્થને ગણો ફાયદો થાય છે. મંદિર જવાથી મગજ સંતુલિત રહે છે.

આજકાલ આપની લાઈફ તણાવથી સંકળાયેલી રહે છે. જેમાં અનેક સારા કામ થતા થતા બગડી પણ જાય છે. પણ જે લોકો મંદિર જાય છે તેમનું મગજ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. મંદિર જવું એક પ્રકારનું યોગા કરવા જેવું છે જે મગજ અને શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. પેહલા તો ભગવાનના દર્શન થીજ મન શાંત થઈ જાય છે. અને માથામાં તિલક લગાવવાથી મગજના એક હિસ્સા પર દબાણ પડે છે. આ પોઈન્ટ દબાતા ધ્યાન લગાવવામાં મદદ મળે છે. જ્યારે તિલક માથાની વચ્ચો વચ્ચ લાગે છે તો મગજ જાતેજ જાગૃત થઈ જાય છે.

મંદિરમાં ખાસ કરીને શિયાળાની ઋતુ માં જવાથી ફાયદા વધી જાય છે. આ ઋતુમાં સર્દી- ખાંસીની સમસ્યા રહે છે. અને મંદિર ને સ્પર્શ કરવાથી રાહત મેહસૂસ થાય છે. મંદિરમાં હાથ જોડી પ્રાર્થના કરવાથી ખાસ પોઈન્ટ્સ દબાય છે જેનાથી આપણી ઈમ્મ્યુંનીટી વધે છે. ભગવાનની સામે હાથ જોડી બેસવાથી તમારા આખા શરીરને ફાયદો થાય છે.

જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય છે તેમને પણ મંદિર જવાથી ફાયદો થાય છે. મંદિરમાં પ્રવેશ કરતા પેહલા આપણે ચપ્પલ નીકાળી પ્રવેશ કરીએ છીએ. ઉઘાડા પગે મંદિરમાં જવાથી પોઝીટીવ એનેર્જી અનુભવાય છે. તેનાથી પગના પ્રેશર પોઈન્ટ્સ દબાય છે, જેનાથી બીપી કન્ટ્રોલ કરવામાં મદદ થાય છે. અને ધીરે ધીરે આ બીમારી ઓછી થવા લાગે છે. 

 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon