Link copied!
Sign in / Sign up
0
Shares

મહિલાઓ પોતાના ગુપ્તાંગ સાથે આવી ભુલો કરવાનુ આજ થી જ છોડી દયો❌🚫

આ એક સામાન્ય વાત છે કે ,ઘણા ખરા લોકો માથું દુખવું ,કે અપચો જેવી તકલીફો માટે ડોકટર ની સલાહ લઇ છે .પરંતુ ઘણી એવી મહિલાઓ પણ છે જેને તેમના જનનાંગ ને પ્રભાવિત કરતી સમસ્યા માટે ડોક્ટર પાસે જતા અચકાય છે ,શરમ આવે છે , ભલે એ સમસ્યા મોટી હોય તો પણ .

જીહા ,આપણા માંથી ઘણા લોકો એવી ગેર માન્યતા માં છે કે દુનિયા બદલાઈ રહી છે અને લોકો વધારે જાગૃત અને આઝાદ વિચારો ધરાવે છે .

જોકે સચ્ચાઈ એ છે કે ,લોકો આજે પણ એવુ વિચારે છે કે જો મહિલાઓ ના જનનાંગ ને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો એ શરમજનક બાબત છે અને એના માટે કોઇ ચિકિત્સક ની મદદ લેવી જોઈએ નહિ, જ્યાં સુધીમ સ્થિતિ ખરાબ થઇ જાય ત્યાં સુધી .

એટલે દરેક મહિલાઓ એ સમજવું જોઈએ કે તેમનુ જનનાંગ બીજા અવયવો જેવુ જ છે .અને જરૂર પડે ત્યારે ડોક્ટર ની સલાહ લેતા શરમાવું જોઈએ નહિ .ગાયનેકોલોજિસ્ટ ( સ્ત્રીરોગ વિશેષજ્ઞ ) એવા ડોક્ટર છે જે મહિલાઓના જનનાંગ ના વિશેષજ્ઞ હોય છે .અને આ ડોક્ટર તમને તમારા જનનાંગ ની સંબંધીત સમસ્યાઓ ને નિવારવા માટે મદદ કરે છે .

આ એવી આદતો છે જે મહિલાઓ નિયમિત રૂપે કરતી હોય છે અને સ્ત્રી રોગ વિશેષજ્ઞના કહેવા મુજબ આનાથી મહિલાઓ ના જનનાંગ પ્રભાવિત થાય છે .

● આ કેટલીક ખરાબ આદતો છે જેનાથી દૂર રહેવુ જોઇએ .

(૧) શારીરિક સંબંધ માં સક્રિય થાય ત્યાં સુધી રાહ જોવી 

ઘણી યુવતીઓ એવું માને છે કે ,ગાયનેકોલોજિસ્ટ ની સલાહ ત્યારે જ લેવાય જયારે તેમને કોઈ યૌન સબંધિત કે પ્રજનન સંબંધિત સમસ્યાઓ હોય ,એટલે તે જનનાંગ સંબંધી સમસ્યાઓ માટે ડોક્ટર ને મળવા નું ટાળે છે .જો કે આ એક ગેરમાન્યતા છે .કોઇ પણ મહિલા કે યુવતીઓ ને જનનાંગ સંબંધિત સમસ્યાઓ હોય તો તે ગાયનેકોલોજિસ્ટ પાસે જઈ શકે છે .

(૨) જાણકારી મેળવો 

ફરી થી , શરમ ના કારણે મહિલાઓ જનનાંગ ને સંબંધિત સમસ્યાઓ વિશે સ્ત્રી રોગ વિશેષજ્ઞ ને ખુલી ને જણાવી શકતી નથી .જેના કારણે તેના ઉપચાર માં સમસ્યાઓ આવે છે .કારણકે ઘણી વાર એવુ બને છે કે ,ફક્ત પરીક્ષણ દ્વારા ડોક્ટર બીમારી વિશે પૂરેપૂરી જાણકારી નથી મેળવી શકતા એટલે એ આવશ્યક છે કે તમે તમારી સમસ્યા વિશે ડોક્ટર સાથે ખુલી ને વાત કરો અને શરમ રાખ્યા વગર ડોક્ટર ને પુરી માહિતી આપો .

(૩) ડુશિંગ થી સાવધાની 

ડુશિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં ઘણી મહિલાઓ, મહિલા સ્વચ્છતા ના ઉપકરણો જેવાકે ,સ્પ્રે ,લીકવિડ વગેરે નો ઉપયોગ કરે છે જે યોનિ સાફ કરવા માટે વપરાય છે .જોકે આવા ઉત્પાદકો માં રસાયણો હોય છે જે યોનિ ના પ્રાકૃતિક PH સ્તર ને અસર કરી શકે છે .અને તે નાજુક ભાગ માટે સમસ્યા ઉતપન્ન કરી શકે છે .એટલે ડુશિંગ બંધ કરવું બધી મહિલાઓ માટે જરૂરી છે .

(૪) પોતાની જાતે સમસ્યાઓ નું નિદાન કરવાથી બચો 

આંકડાઓ મુજબ ,ઘણી મહિલાઓ ઈન્ટરનેટ ઉપર પોતાના જનનાંગ ની સમસ્યાઓ અને લક્ષણો ને ધ્યાન મા રાખી ને સર્ચ કરે છે અને તેમાં વાંચીને પોતાની જાતે નિદાન કરવાની કોશિશ કરે છે .જો તમે ચિકિત્સક નથી તો તમને પૂરેપૂરી જાણકારી ન હોય એટલે સમસ્યા ના ઈલાજ માટે ડોક્ટર પાસે જવું ખુબજ જરૂરી છે . એટલે ખોટા નિદાન થી બચવા માટે ડોક્ટર પાસે જવું આવશ્યક છે .ક્યારેક સામાન્ય દેખાવા વાળી યુરિનરી ટ્રેક્ટ સંક્રમણ એ જ બ્લેન્ડર કેન્સર ( ગર્ભાશય નું કેન્સર ) પણ હોય શકે છે કારણકે બંને ના લક્ષણો સરખા જેવા જ હોય છે .

(૫) ચિકિત્સક ને પૂરો ઇતિહાસ જણાવો 

જ્યારે તમે જનનાંગ કે પ્રજનન સ્વાસ્થ્ય ની તપાસ માટે ડોક્ટર પાસે જાવ છો ત્યારે એ જરૂરી છે કે ,તમે તમારા ચિકિત્સક ને તમારા પુરા ઇતિહાસ વિશે જણાવો .કારણકે ક્યારેક કોઈ અલગ જ સમસ્યા તમારી બીમારી ની જડ હોય છે .ઉ .દા. તરીકે ,ઊચ્ચ રક્ત ચાપ ( હાઈ બ્લડપ્રેશર ) અને મધુમેહ (ડાયાબિટીસ )આના કારણે યોનિ માં સુકુ પણુ અને સેસ્યુઅલ ડાયફંક્શન થઈ શકે છે .

(૬) સર્વિકલ કેન્સર ની તપાસ ના કરાવવી .

સર્વિકલ કેન્સર બહુજ સામાન્ય કેન્સર માનું એક છે.દરવર્ષે વિશ્વ ની હજારો મહિલાઓ આના પ્રભાવિત થઈ રહી છે .સામાન્ય રીતે અતિરિક્ત ડિસ્ચાર્જ (સફેદ પાણી પડવુ ) અને યોનિ મા જલન જેવા સર્વિકલ કેન્સર ના શરૂઆતી લક્ષણો હોય છે .એટલે જરૂરી છે કે તમે સર્વિકલ કેન્સર ની તપાસ જરૂર કરાવો કારણકે આ બીમારી ઘણીખરી મહિલાઓને પ્રભાવિત કરી રહી છે .

 

(૭) પી એમ એસ લક્ષણો ને નજરઅંદાજ કરવા (ધ્યાન ન આપવુ ) 

સામાન્ય રીતે ઘણી મહિલાઓને સ્તનો માં દર્દ ,પેટ માં તકલીફ ,અને મૂડ માં સ્વિંગ(સ્વભાવ મા પરિવર્તન ) આવા લક્ષણો ના અનુભવ માસિકસ્ત્રાવ પહેલા થાય છે અને આ બધું પી એમ એસ દરમિયાન પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ના કારણે થાય છે .જો તમારા થી સહન ન થતુ હોય કે વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય એ લક્ષણો જનનાંગ ની કોઇ પણ સમસ્યા ને દર્શાવી શકે છે .તેથી આને નજર અંદાજ કર્યા વગર તરત જ ડોકટર ની સલાહ લો .

(૮) સુરક્ષિત સેક્સ કરવુ .

દરેક સ્ત્રી રોગ વિશેષજ્ઞ યૌન સંબંધ માં સક્રિય સ્ત્રીઓ ને સુરક્ષિત સેક્સ કરવાની સલાહ આપે છે .ખાસ કરી ને જ્યારે તે ગર્ભવતી બનવા નથી માંગતી ત્યારે, અને સાથે જ યૌન સંક્રમિત રોગો થી બચવા માંગતી હોય ત્યારે . થોડિક મુખ્ય સલાહડોક્ટર દર્દી ઓને આપે છે જેવી કે ,ઓરલ, કોન્ટ્રાસેપશન ,કોન્ડમ ,અને તમારો સાથી સંક્રમિત રોગોથી મુક્ત છે કે નહિ તેની તપાસ કરાવી લેવી .જેના દ્વારા તેઓ સુરક્ષિત સેક્સ ને પ્રોત્સાહન આપે છે 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon