Link copied!
Sign in / Sign up
0
Shares

🕉મહાશિવરાત્રી ના ઉપવાસ માં ખાઓ આં વસ્તુઓ..નઈ આવે કોઈ નબળાઈ😵🕉😵

આજના  દિવસે આમ તો ઉપવાસ ના સમયે ફળાહર લેવામાં આવે છે પણ આના સિવાય તમે મીઠા વગર ના અમુક જાત ના ખોરાક પણ લઈ શકો છો. પણ મીઠા વગર ના ખોરાક થી તમને આળસ અથવા તો નબળાઈ થઈ શકે છે એટલા માટે પોષ્ટિક ખાવું ખૂબજ જરૂરી છે. આજે આં બ્લોગ વડે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છે કે શિવરાત્રી ના ઉપવાસ વખતે કઈ વસ્તુઓ નું સેવન કરવાથી તમારા શરીર ને ફાયદો થઈ શકે છે.

૧. ફળો નું સેવન

જેટલું બની શકે એટલું ફળો નું સેવન કરો આનાથી તમને ઊર્જા મળશે અને નબળાઈ પણ નઈ લાગે. ફળાહર માં પપૈયું, સફરજન, નારંગી, કેળુ વગેરે નું સેવન કરો. તમે ઈચ્છો તો તમારા ખોરાક ને આકર્ષક બનાવા માટે ફાળો ના નાના નાના ટુકડા કરી ને એને વગર મીઠા વાળુ ફ્રૂટ સલાડ પણ બનાવી શકો છો.

૨. પાણી અને જ્યુસ પણ ખૂબજ જરૂરી છે

ઉપવાસ વખતે બને એટલું પાણી અને જ્યુસ નું સેવન કરો જેથી કરી તમને ડિહાઈડ્રેશન જેવી તકલીફ ના થાય અને તમારા શરીર માં ઊર્જા બની રહે. જો તમને જ્યુસ ના પીવો હોય તો ફળ જ ખાવો.

૩. મકાના અને મગફળી

ઉપવાસ વખતે તમે મકાના અને મગફળી પણ ખાઈ શકો છો. તમે મકાના ની ખીર અથવા તો એને ઘી કા તો તેલ માં ફ્રાય કરીને મીઠા વગર પણ ખાઈ શકો છો, આમાં વધારે પ્રમાણ માં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી શરીર ને જરૂરી ઊર્જા અને તાકત મળે છે. આના સિવાય તમે નાસ્તા ની જેમ મગફળી પણ ખાઈ શકો છો, તમે ઈચ્છો તો એને ઘી અથવા તો તેલ માં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. પણ ધ્યાન રાખજો કે તમે આમાં ભૂલ થી પણ મીઠું ના નાખી દો.

૪. ઉપવાસ માં સાબુદાણા પણ છે ફાયદાકારક

સાબુદાણા પણ ખૂબજ ફાયદાકારક હોય છે ને આને ઉપવાસ માં ખાવાથી ખાલી ઊર્જા નથી વધતી પણ તમારી પાચન ક્રિયા પણ સારી થાય છે. આ ખાલી વ્રત ના સમયે નઈ પણ એ લોકો માટે પણ ફાયદાકારક છે જેમને પેટ ની બીમારી હોય છે કારણકે આ ઘણો આરામ થી પચવા વાળો ખોરાક છે.

૫. બટાકા પણ છે ઘણા ફાયદાકારક

કોઈ પણ વ્રત માં બટાકા એક સારો ઓપ્શન છે. તમે ઈચ્છો તો બટાકા બાફી ને અથવા તો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો, આખો દિવસ ઉપવાસ કર્યા પછી આં તમારા શરીર માં શુગર લેવલ ને વધારવામાં મદદ કરશે અને તમને ઊર્જા પણ આપશે.

૬. ડ્રાય ફ્રૂટ ની ઠંડાઈ

બદામ, પિસ્તા, ઈલાયચી, કાજુ અને બીજા ઘણા ડ્રાય ફ્રૂટ ને ભેગા કરીને તમે ઠંડાઈ બનાવી ને પી શકો છો. આ ખાલી તમારા પેટ ને જ ઠંડુ નઈ રાખે પણ આનાથી તમને ઘણી ઊર્જા મળશે કારણકે આમા ઘણું બધું કેલ્સિયમ અને પ્રોટીન પણ હોય છે. આના સિવાય દહીં, છાસ કા તો લસ્સી પણ પી શકો છો.

નક્કી તમે ભગવાન ને ખુશ કરવા માટે અને અને એમની આસ્થા માટે વ્રત રાખો છો પણ કોઈ ભગવાન એવું નથી કહેતા કે પોતાના શરીર ને કષ્ટ આપી ને તમે વ્રત રાખો. તમારા માં જેટલી ક્ષમતા છે એટલું જ કામ કરો જરૂરી નથી કે નીર્જલ વ્રત રાખો. હંમેશા યાદ રાખજો કે સાચી શ્રદ્ધા મન અને હૃદય થી થાય છે એટલા માટે જ વ્રત કરો પણ એટલું જ જેટલું તમારું શરીર સહન કરી શકે.

ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર  http://bit.ly/tinystep-blogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon