Link copied!
Sign in / Sign up
1
Shares

શું તમે મેગી મંચુરીયન ટ્રાઈ કર્યુ છે? અહીં જાણો રેસેપી

બે લોકો માટે

બનાવા માટે લાગતો સમય- ૩૦-૩૫ મિનિટ

જોઈતી વસ્તુ:

-મેગી નુડલ્સ: ૨ પેકેટ્સ

-શિમલા મિર્ચ: ૧ મોટી

-ગાજર:૨

-ડુંગળી:૨

-ફ્લાવર:એક કપ

-લસણ:૨ ચમચી

-લીલુ મરચુ: ૧ ચમચી

-બીન્સ:૭-૮

-ટોમેટો સોસ:૨ ચમચી

-સોયા સોસ: ૨ ચમચી

-વિનેગાર:૧ ચમચી

-ચિલી સોસ:૨ ચમચી

-મકાઈનો લોટ:૨ કપ

-તેલ: તળવા માટે

-મીઠુ: સ્વાદ અનુસાર

-કાળી મિર્ચ:અડધી ચમચી

બનાવાની રીત:

૧. સૌથી પહેલા એક પેન માં ૨ કપ પાણી ઉકાળો તેમા ૨ પેકેટ મેગી નાખો.

૨. હવે નુડલ્સ ને એક કપ માં કાઢીને તેમાં મેગી મસાલો,જીણી કાપેલી ડુંગળી,લીલુ મરચુ,શિમલા મિર્ચ,બીન્સ અને ગાજર નાખો અને ૧ કપ કોર્ન ફ્લોર નાખી ને તેને ભેગુ કરી બોલ્સ બનાવો.

૩. હવે તપેલા માં તેલ ગરમ કરી ને તેમાં મેગી ના પકોડાને તળો. પકોડા તળાય જાય પછી તેને કાઢી ને કિચન ટાવલ તેલ શોષવા માટે રાખો.

૪.હવે એક ઊંડા પેન માં ૨ ચમચી તેલ નાખો. જીણી સુધારેલુ લસણ નાખી ને તેને છુંદી લો અને તેમાં શિમલા મિર્ચ,ડુંગળી,ગાજર, બીન્સ અને ફ્લાવર નાખો. હવે એજ તપેલી માં ૨ ચમચી મકાઈનો લોટ લઈને પાણી ની સાથે મેળવી તૈયાર કરો અને વસ્તુઓ નાખો. સાથે જ બે ચમચી સોયા સોસ, ટોમેટો સોસ,ચિલી સોસ અને વિનેગાર નાખો. હવે સ્વાદઅનુસાર મિઠુ અને અડધી ચમચી કાળી મિર્ચ નાખો. જ્યારે ઉભરાય જાય તો તેમાં મેગી નાં બનેલા મંચુરીયન બોલ્સ નાખો અને તળવા દો. મિશ્રણ કડક થઈ જાય પણ તમે ગેસ બંધ કરી દો.

અને લો તૈયાર છે તમારુ મનપસંદ,સ્વાદિષ્ઠ અને હેલ્થી મેગી મંચુરીયન. જ્યારે પણ બાળકો નો ચાઈનીઝ ખાવાનું મન થાય તો આ મેગી મંચુરિયન જરુરી ખવડાવવુ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon