Link copied!
Sign in / Sign up
6
Shares

મચ્છરોની સફાઈ કરવાનો એક ઘરગથ્થું ઉપાય🐝🐝👌👌

ઉનાળો આવાનો સમય થઈ રહ્યો છે અને જેમ જેમ ગરમી વધતી જશે એમ એમ મચ્છરોનો ત્રાસ વધવાનો. ઉનાળો દરવાજો ખખડાવી રહ્યો છે ત્યારે મને એમ આ માહિતી બધાની સાથે શેર કરવાની ઈચ્છા થઇ.

તમે કદાચ અનુભવ કર્યો હશે કે મચ્છરો અત્યારથી ઉત્પાત મચાવી રહ્યા છે તો તમને એક ઘરગથ્થું નુસખો શીખવાડું કે જેમાં મચ્છરો જાતેજ ફસાઈ જશે

 

મચ્છરોને પકડવાનો ઘરગથ્થું નુસખો

જરૂરી વસ્તુઓ:

૧ કપ પાણી.

૧/૪ કપ બ્રાઉન સુગર

૧ ગ્રામ યીસ્ટ(આથો,ખમીર)

૧ કે ૨ લીટરની ઠંડા પીણાની પ્લાસ્ટીકની બોટલ.

 

કેવી રીતે બનાવશો?:

૧. પ્લાસ્ટીકની બોટલને બરાબર વચ્ચેથી કાપો.

૨. પાણી ગરમ કરો અને એમાં બ્રાઉન સુગરને મિક્ષ્ કરો, ઠંડું થવા દો. જયારે પાણી ઠંડું થઇ જાય ત્યારે બોટલના નીચેના અડધા ભાગમાં રેડી દો.

૩. તેમાં યીસ્ટ (આથો,ખમીર) નાંખો હલાવવાની જરૂર નથી. આનાથી કાર્બનડાયોકસાઇડ ઉત્પન્ન થાય છે.જે મચ્છરોને આકર્ષે છે.

૪. બોટલનો નાળચા જેવો ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગમાં ઉંધો ગોઠવી દો. જો જરૂર લાગે તો તેમને પટ્ટીથી ચોંટાડી દો.

૫. બોટલને કોઈ કાળા કપડા કે કાગળમાં લપેટી દો. ઉપરનો ભાગ ખુલ્લો રાખો, અને એને તમારા ઘરની કોઈ એવી જગ્યાએ મૂકી દો કે જ્યાં અવરજવર ઓછી હોય. (યાદ રાખો મચ્છરો કાળા રંગ થી પણ આકર્ષિત થાય છે.)

 

મચ્છરોને એકદમ કાબુમાં રાખવા આ મિશ્રણને દર બે અઠવાડીએ બદલતા રહો.

આ માહિતીને શેર કરીને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon