Link copied!
Sign in / Sign up
27
Shares

માતાએ પાંચ વર્ષના બાળકને આપી દ્રાક્ષ, આગળ જે થયું તે ભયંકર હતું😲😲

બાળકો ફૂલ જેવા નાજૂક હોય છે. પેરેન્ટ્સને તેની સારસંભાળમાં ખૂબ ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને તેના ફૂ઼ડને લઈને ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જે પેરેન્ટ્સ માટે આંખ ઉઘાડનારો છે.

ઓસ્ટ્રેલિયન બ્લોગર એન્જેલા હેન્ડરસને હાલમાં એક પોસ્ટ અપલોડ કરી હતી. જે વાયરલ થઈ છે. જેમાં તેણે એક બાળકના કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. એક મહિલાએ પાંચ વર્ષના તેના બાળકને ખાવા માટે દ્રાક્ષ આપી હતી. બાદમાં તે મહિલા અન્ય કામમાં લાગી ગઈ હતી. બાળક દ્રાક્ષ ખાઈ રહ્યો હતો. થોડીવાર પછી મહિલાનું ધ્યાન બાળક પર પડ્યું તો જોયું કે તેનું બાળક ખૂબ પરેશાન લાગી રહ્યું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મહિલાએ તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં દાખલ કરી તેનો એક્સ-રે કરાવ્યો હતો. એક્સ-રે બાદ ડોક્ટર્સને આખો મામલો સમજમાં આવી ગયો હતો.

દ્રાક્ષ ગોળ અને સ્મૂથ હોવાથી સરળતાથી લપસી જાય છે. આ ઉપરાંત પોચી અને સ્વાદિષ્ટ હોવાથી બાળકોને ખાવામાં મજા આવે છે અને તે ચાવ્યા વગર જલ્દી-જલ્દી ખાતા હોય છે. આવી જ ઉતાવળથી એક દ્રાક્ષ બાળકના વિન્ડ પાઈપ(શ્વાસનળી)માં ફસાઈ ગઈ હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ડોક્ટર્સે બાદમાં ઓપરેશન કરીને દ્રાક્ષને બહાર કાઢી હતી. 

આ ન્યૂઝ વાંચીને તમને લાગશે કે આ એક આકસ્મિક બનાવ હતો. પરંતુ એવું નથી, ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટેટિક્સ મુજબ ગળામાં કંઈક ફસાઈ જવાથી ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે નવ વર્ષથી નાની ઉંમરના લગભગ 2500 બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેમાંથી 30 બાળકોના મોત થાય છે. 

એટલા માટે જ એન્જેલા હેન્ડરસને ફેસબુક પર પોસ્ટ લખી લોકોને આ જાણકારી આપી હતી. તેણે પેરેન્ટ્સને સલાહ આપી હતી કે દરેક બાળક પોતાનું ખાવાનું ચાવીને ખાતા નથી તેમજ સ્કૂલ અને રમવા જવાની ઉતાવળમાં ગળકી જાય છે. માટે બાળકના ડાયેટમાંથી દ્રાક્ષ જેવી વસ્તુઓ હટાવી દેવી જોઈએ અને આપવી જ હોય તો કાપીને આપવી જોઈએ.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon