Link copied!
Sign in / Sign up
13
Shares

માસિકની તારીખ પાછળ કરવી હોય તો હાનિકારક દવાઓ નહીં ‘આ’ વસ્તુનો કરો ઉપયોગ

માસિકનો દુખાવો મોટાભાગની મહિલાઓ તેમજ યુવતિઓ માટે મોટી સમસ્યા હોય છે. તેમાં પણ જો કોઈ ખાસ અવસર કે ફરવા જવાની તારીખો દરમિયાન જ માસિકની તારીખ આવતી હોય તો મોટાભાગે તેઓ દવા લઈ અને માસિકના સમયને થોડો મોડો કરવાનું પસંદ કરે છે. જેથી અવસરની મજા સારી રીતે માણી શકાય. જો કે માસિકની તારીખો લેટ કરવા માટેની દવાઓની કેટલીક આડઅસરો પણ થતી હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી આવી દવાઓને બદલે ઘરગથ્થુ અને સચોટ ઉપાય કરી અને માસિક ધર્મના દિવસોને ટાળવા હિતાવહ હોય છે. કયા કયા છે આવા સચોટ ઉપાય જાણી લો આજે તમે અને બંધ કરી દો આડઅસર કરતી દવાઓ ખાવાનું.

અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એકનો ઉપયોગ માસિક શરૂ થવાની તારીખથી થોડા દિવસ અગાઉથી શરૂ કરી દેવો. આ ઉપાયોથી માસિકનો સમય વિના કોઈ દવા મોડો થઈ જશે.

1- એક ગ્લાસ પાણીમાં 3 ચમચી વિનેગર ઉમેરી અને દિવસમાં 3થી 4 વખત પી લેવું. આ ઉપાય માસિકની તારીખના 3થી 4 દિવસ પહેલાં કરવો.

2- ચણાની દાળને દળી તેનો પાવડર તૈયાર કરો, આ એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં ઉમેરી સવારે ખાલી પેટ પી લેવો.

3- અજમાના થોડા પાન લઈ તેને સાફ કરી અને પાણીમાં ઉકાળી લો, આ પાણી હુંફાળું હોય ત્યારે તેમાં મધ ઉમેરી અને પી જવું.

4- દિવસમાં બે વાર ફુદિનાનો રસ પી લેવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon