Link copied!
Sign in / Sign up
2
Shares

માં કરીનાની જેમ તૈમુર પણ જાય છે જીમ..😱 એક વર્ષ માટે જીમ માં દાખલો😱

કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાનને હાલમાં તેમની કેર ટેકર સાથે મુંબઇ પર જોવા મળ્યો હતો. ફોટો જોઇને તો એવુ જ લાગી રહ્યું છે કે તૈમુર બહાર ક્યાંક ફરવા નીકળ્યા છે. પરંતુ વાત કઇક અલગ છે. મળતી માહિતી મુજબ તૈમુર હાલ ચાઇલ્ડ ફિટનેસ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. જોકે આ નાના બાળકો માટે એક જીમની જેમ જ છે. તૈમુરનું અંહી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે અને તે તેના ક્લાસિસમાં પણ હાજરી આપે છે.

માય જિમ નામનું આ ફિટનેસ સેન્ટર ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યું છે. અંહી 6 મહીનાથી લઇને 10 વર્ષના બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી તેઓ માનસિક, શારીરિક અને ભાવાત્મક રીતે વધી શકે. અંહી દર અઠવાડિયે ક્લાસ લેવામાં આવે છે. જ્યાં બાળકોને મ્યુઝિક, ડાન્સ, સ્પોર્ટ્સ, સ્પેશ્યલ રાઇડ્સ, જિમનાસ્ટિક્સ જેવી ઘણી વસ્તુથી વાકેફ કરાવવામાં આવે છે. 

કહેવમાં આવી રહ્યું છે કે તેના દ્વારા આપવામાં આવતા સેશન્સ બાળકોને માનસિક અને શારીરિક વિકાસમાં ઘણાં કામ આવે છે. તેમજ કરીના કપૂર ફિટનેસને લઇને ઘણી સજાગ રહે છે અને તે તૈમુરને પણ ફિટનેસની ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી છે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon