Link copied!
Sign in / Sign up
0
Shares

માં-બાપે દીકરીને પરાણે પરણાવી દીધી,પરિણામ આવ્યું કઈંક આવું...☹️😖

એક છોકરીએ જણાવી તેના જબરદસ્તી કરાવેલા લગ્નની કહાની, વાંચો તેના જ શબ્દોમાં. શહેરની શ્રેષ્ઠ સ્કૂલ અને કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ ‘મોર્ડન ઈંડિયન વુમન’ની કેટગરીમાં હું બંધ બેસતી હતી. મને મળેલી આ બધી જ સુવિધાઓને આધારે તમને લાગતું હશે કે મારા સુશિક્ષિત મમ્મી-પપ્પા લિબરલ અને મોર્ડન હશે. પણ મારી વાત તમારી બધી જ ધારણાંઓને ખોટી પાડશે.

‘હું મારી લગ્નની ઉંમરે પહોંચી ત્યારે…’

કોઈપણ સામાન્ય પરિવારની જેમ જ મારા મમ્મી-પપ્પાએ પણ મારી લગ્નની ઉંમર થતાં મારા માટે ‘પરફેક્ટ મેચ’ શોધવાનું શરૂ કરી દીધું અને મને હતું કે ‘અમે’ સાથે મળીને મારા માટે છોકરો શોધીશું. પરંતુ બધું જ ત્યારે બદલાઈ ગયું જ્યારે અમારા પરિવારિક પંડિતજીએ કહ્યું કે મારા ગ્રહોની દશા થોડા સમયમાં જ બદલાવવાની છે. પંડિતજીએ મમ્મી-પપ્પાને કહ્યું કે 8 મહિનામાં મારા લગ્ન નહીં થાય તો લગ્નનું શુભ મુહૂર્ત મારી ઉંમર 30 વર્ષની થશે ત્યારે જ આવશે. અને આ સાંભળતા જ મારા ચિંતિત મા-બાપે જલ્દી જ મારા માટે કોઈ સારો છોકરો શોધવાનું નક્કી કરી લીધું.પછી આગળ શું થયું…

મેં તેમને સમજાવ્યા કે પંડિતજીની દરેક વાત પર આંધળો વિશ્વાસ ન રાખવો. એ વાતની કોઈ ખાતરી નથી કે તેમણે કહ્યું છે તેવું જ થશે. મને આઘાત એ વાતનો લાગ્યો જ્યારે દરેક વખતે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેમણે મને ચૂપ કરાવી દીધી. એમ કહીને કે, હું હજી નાસમજ છું અને આ બધી બાબતોમાં સમજ ન પડે. દરરોજ તેમને મારા માટે છોકરો શોધતા જોઈને મારી રાતની ઉંઘ ઉડી ગઈ. લગ્ન મારા જીવનનો સૌથી મોટો નિર્ણય હતો, પરંતુ કમનસીબે હું તેમાં માત્ર એક મૂક પ્રેક્ષક હતી.

આખરે એ કમનસીબ દિવસ આવી ગયો

એક વીકએંડ પર મારા મમ્મી-પપ્પાએ મને સારી રીતે તૈયાર થવાનું કહ્યું અને જાણ કરી કે એક છોકરા અને તેના પરિવારને મળવા જવાનું છે. મને કંઈ જ ખબર નહોતી કે તે છોકરો કોણ છે અને શું કરે છે. એ છોકરો મારા મા-બાપના એક ‘સારા છોકરા’ના બધા જ ગુણો હતા, કારણ કે તેની પાસે સારી જોબ હતી, પરિવાર પણ પ્રતિષ્ઠિત હતો. પણ કોઈને એ જાણવાની ઈચ્છા નહોતી કે મને કેવો પાર્ટનર જોઈએ છે. બસ એમને ખાલી એટલું જ જોઈતું હતું કે 8 મહિનાની સમય મર્યાદા પહેલા મારા લગ્ન થઈ જાય.

અમારા બંનેમાં કશું જ સમાન નહોતું

આ બધું થવા છતાં હું શાંત રહી અને એ છોકરાને મળવા ગઈ. એવું વિચારીને કે શક્ય છે કે હું નસીબદાર હોઉં અને એ છોકરો ખરેખર સારો હોય. પણ ફરીથી કિસ્મત મારી સાથે નહોતી. મેં અને એ છોકરાએ એક કલાક સુધી વાત કરી પણ અમારી વચ્ચે કંઈ જ સમાન નહોતું. અમારા બંનેના ઈન્ટરેસ્ટ અલગ હતા અને જીવનને જોવાની રીત પણ જુદી હતી. એને ફક્ત એક યંગ (હું તેના કરતા 7 વર્ષ નાની છું) અને સુંદર વાઈફ જોઈતી હતી જેને તે પોતાના ફ્રેંડ સર્કલ સામે ગર્વથી ઊભી રાખી શકે.

અને એ છોકરાના ઘરેથી ‘હા’ આવી

ઘરે આવ્યા ત્યારે મારા મમ્મી-પપ્પા તે છોકરાના વખાણ કરતાં થાકતા ન હતા અને તેના પરિવાર તરફથી જવાબની રાહ જોતા હતા. અને 4 કલાકમાં જ તેના ઘરેથી ફોન આવ્યો કે તેમના તરફથી ‘હા’ છે. અહીં જ મારી વાર્તાનો સૌથી કમનસીબ વળાંક આવે છે. મારી ઈચ્છા જાણ્યા વગર જ મારા મા-બાપે પણ તેમને હા કહી દીધી અને મારા પરિવારમાં પણ મારા લગ્નની વાત જાહેર કરી દીધી.

મારી બધી જ દલીલો નિષ્ફળ ગઈ

પછીના થોડા દિવસો સુધી મેં મારા મમ્મી-પપ્પાને સમજાવવાના બધા જ પ્રયાસો કર્યા કે તેમનો આ એક નિર્ણય મારી જિંદગી બરબાદ કરી નાખશે. હું તેમની સાથે ખૂબ ઝઘડી અને ખાવા-પીવાનું પણ છોડી દીધું. એટલું જ નહીં બીજા શહેરમાં જતા રહેવાની ધમકી પણ આપી, જો કે તેમના પર કશી જ વાતની અસર ન થઈ. ઉલટાનું મારા મા-બાપે મને ઈમોશનલી બ્લેકમેલ કરી અને તેમણે મારા કરતા વધારે દુનિયા જોઈ હોવાથી તે મારા બદલે નિર્ણયો લઈ શકે છે તેવી વાત ઠસાવી દીધી.

હવે મારી પાસે એક જ રસ્તો હતો…

મહિનાઓ વીત્યા આ વાતને પણ કંઈ જ ન બદલાયું. મને બળજબરીપૂર્વક એ છોકરા સાથે બે મહિનામાં જ પરણાવી દેવાઈ. મને તેની સાથે વાત કરવાની તક ભાગ્યે જ મળી હતી. એક શબ્દમાં કહું તો મારું લગ્નજીવન ફક્ત એક ‘સમાધાન’ બનીને રહી ગયું. અમે કોઈપણ વાત સંમત થતા નથી અને એકબીજાના પૂરક પણ નથી. જ્યારે આ બધાથી અંતે હું કંટાળી ગઈ ત્યારે મેં મમ્મીને ફોન કર્યો અને જણાવ્યું કે હું કેવી રીતે મારું લગ્નજીવન ચલાવવા પ્રયત્નો કરી રહી છું. મારી મમ્મીએ મને એ જ ચવાયેલો જવાબ આપ્યો કે, “બેટા આ તો દરેક પરણિત સ્ત્રી સાથે થાય છે. હવે તું કુંવારી નથી રહી, તારે હવે એડજસ્ટ કરતાં શીખવું પડશે. તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.”

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon