Link copied!
Sign in / Sign up
0
Shares

જ્યાં લોકો શરમાતા રહ્યા..ત્યાં આ ફિલ્મી સિતારાઓએ બિન્દાસ કરી પીરિયડ્સ ઉપર ચર્ચા👍😊

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર એકવાર ફરી કઈ એવું કરવા જઈ રહ્યા છે કે જેનાથી એના પર ગર્વ કર્યે એટલો ઓછો છે. ગઈ વખતે આ દેશમાં શૌચાલય મુદ્દે તેમને ટોયલેટ- એક પ્રેમ કથા ફિલ્મથી ઉપચાર કર્યો હતો જેને લોકોએ ખુબ જ પસંદ કર્યો અને ફિલ્મે ખુબ જ કમાણી કરી.

હવે આવી રીતે જ આગળ વધીને અક્ષય કુમાર લઈને આવી રહ્યા છે ફિલ્મ પેડમેન  આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે હિરોઈન રાધિકા આપ્ટે નજર આવશે. તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર બોલિવૂડમાં થઈ રહ્યું છે કે સેનેટરી નેપકીન જેવા મુદ્દા પર વાત થઇ રહી છે. આ જ કારણ છે કે બધા આ ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે.

પરંતુ ફિલ્મોથી દૂર જઈને ઘણા ફિલ્મી સિતારા છે જેને પીરિયડ્સ જેવા મામૂલી વિષય પર શરમાયા વગર પોતાની રાય આપી છે આજે અમે તમને એ સીતારાઓની ચર્ચાથી પરિચય કરાવશું- વાંચો કોણે કોણે શું શું કહ્યું.

કરીના કપૂર

કરીના કપૂર ખાન જયારે પણ કાંઈ બોલે છે ત્યારે ખુબ જ બિંદાસ થઈને બોલે છે. એકવાર યુનિસેફના પ્રોગ્રામમાં સિતારાઓ એ સ્ત્રીઓના પીરિયડ્સ વિશે ખુલાસા થી વાત કરી હતી. આ વિષય પર વાત કરતા તેને કહ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે સ્ત્રીઓથી જોડાયેલી આ વાત બંધ રૂમમાંથી નીકળી ખુલ્લામાં કરી રહ્યા છે. એટલું જ નહિ કરીનાએ એ પણ કહ્યું કે ભગવાને જ સ્ત્રીઓની રચના કરી છે અને પિરિયડ પણ એમનુ જ આપેલું છે. એમાં શરમાવાની શું વાત છે? સ્ત્રીઓ પૂરો મહિનો કામ કરી શકે છે એને પીરિયડ્સ દરમિયાન કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ની જરૂર નથી. આના પછી કરીના એ કહ્યું કે બસ દરેક સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પરિણીતી ચોપડા

ત્યાં જ એકવાર પરિણીતી ચોપડાએ આ વિષય પર ખુલ્લીને વાત કરતા કહ્યું કે મને ખબર નથી પડતી કે લોકો પીરિયડ્સ જેવી વાતને છુપાવીને કેમ રાખે છે. હું નાના શહેરથી છું, ત્યાં પીરિયડ્સ વિશેના અલગ પ્રકારના નિયમ બનાવેલા છે જેમ કે પીરિયડ્સ દરમિયાન અથાણું ન ખાવું જોઈએ, વાળ ન ધોવા જોઈએ, મંદિર ન જઈ શકાય વગેરે વગેરે. આના સિવાય ન જાણે કેટલીયે પરંપરા પીરિયડ્સના નામથી બનેલી છે. આવામાં જરૂરત છે લોકોના વિચાર બદલવાની. મેં આ બધા નિયમ તોડ્યા છે, હું એજ કરું છે જે મારુ મન ચાહે છે, હું આ બધા થી ઉપર નું વિચારું છુ અને હું એજ ચાહું છું કે હર કોઈ પોતાના વિચાર બદલે.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર હંમેશા સ્ત્રીઓના વિષય ના મુદ્દા પર બિન્દાસ પોતાના વિચાર દર્શાવે છે. પીરિયડ્સ વિશે સ્વરા કહે છે કે સ્ત્રીઓને પોતાના મન માં થી આ ડર કાઢી નાખવો જોઈએ. એની સાથે જ તેણે કહ્યું છે કે પીરિયડ્સ દરમિયાન કોઈ પણ પ્રકારનું બહાનું ન કરવું જોઈએ. આ એક કુદરતી વસ્તુ છે અને એના વિશે ખુલીને વાત થવી જોઈએ.

ક્રિતી સેનન

આના વિશે હેરોઇન ક્રિતિ સેનન નું કેહવું છે કે નોર્થ ઇન્ડિયા માં અડધી થી વધારે સ્ત્રીઓ એવું મને છે કે પીરિયડ્સ દરમિયાન અથાણાંને હાથ લગાડવાથી બગડી જાય છે, અને ઘણી સ્ત્રીઓ સેનેટરી નેપકીન ની એડ જોઈને શરમાય જાય છે. પરંતુ મને એ નથી સમજાતું કે એમાં શરમાવાની શું વાત છે? કારણ આ એક કુદરતી ક્રિયા છે અને એના પર ખુલ્લી ને વાત થવી જોઈએ.

કલ્કી કોચલીન

અહીંયા હિરોઈન કલ્કી કોચલીન પણ એજ કહે છે કે આ બધી બકવાસ વાતો ને ખલાસ કરવાની જરૂરત છે કારણ આ એક કુદરતી ક્રિયા છે. તેણે આગળ કહ્યું છે કે હું કોઈ દિવસ આ બધી વસ્તુમાં પોતાને બાંધીને ન રાખી શકું, કામ-કાજ વળી સ્ત્રી છું અને મારુ કામ એવું છે કે મારે ટ્રાવેલ કરવુજ પડે છે. જો હું આ બધા માં બંધાઈ ને રહુ તો ન ચાલે.

વરુણ ધવન

વરુણ ધવને કહ્યું છે કે કોઈ પણ કારણ થી છોકરીઓની સ્કૂલ છૂટવી ન જોઈએ. લગભગ ૫ માં થી ૧ છોકરી ને પીરિયડ્સ ના દિવસમાં સ્કૂલમાં ન જવા માટે મજબુર કરવામાં આવે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon