Link copied!
Sign in / Sign up
4
Shares

લોહી લાગેલી ચાદર થી થાય છે એ ગામ મા મહિલાઓ ના કૌમાર્ય ની ચકાસણી😱

ભલે આજે ભારતીય સમાજ બહુ આગળ નીકળી ગયો હોય પરંતુ કયાંક ને ક્યાંક હજી પણ જુની પુરાણી વાહિયાત માનસિકતા અને માન્યતા અસર દેખાડી દેય છે .જેવુ આપણે બધા જાણ્યે છે કે અહિયા સ્ત્રી ના કૌમાર્ય ને એની પવિત્રતા માનવામાં આવે છે,ઘણી એવી જગ્યાઓ છે જયાં આજે પણ મહિલાઓ ની પવિત્રતા ને પરખવા માટે એના કૌમાર્ય ની ચકાસણી કરવામા આવે છે .

આજકાલ આવા મુદ્દા ની વાતો એકદમ ખડેચોક (ઉઘાડી )થાય છે.જેથી ઘણા લોકોની માનસિકતા માં બદલાવ આવ્યો છે .પરંતુ આ દેશમાં આજે પણ એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં આજે પણ લોકો કૌમાર્ય જેવી બાબતો ઉપર અટકેલા છે .એવોજ એક સમુદાય (વર્ગ) છે કંજર ભાટ ,ત્યાં ના લોકો બહુજ અજીબ રીતે મહિલાઓ ના કૌમાર્ય ની પરખ કરે છે.

વાત એવી છે કે ,એ ગામ માં જયારે એક યુગલ ના લગ્ન થાય છે ત્યારે તે યુગલ ને હોટલ ના રૂમ મા લઈ જવામા આવે છે અને રૂમ મા પહોંચ્યા બાદ વરરાજા ને સફેદ ચાદર દેવામા આવે છે અને એ ચાદર ને તેમના શારીરિક સંબંધ દરમિયાન વાપરવા નું કહેવામા આવે છે .તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે આ સમય દરમિયાન ગામ ના પંચાયત ના લોકો એ રૂમ ની બહારજ બેઠા રહે છે .જો એ ચાદર ઉપર સંબંધ બાંધ્યાં પછી લોહી ના ડાઘા પડે છે તો એ વરરાજો એ ડાઘા વાળી ચાદર ને લઈ ને બહાર આવે ,તો સમજવુ કે દુલહન (કન્યા)પરીક્ષામાં પાસ થઈ છે .પરંતુ જો સંબંધ બાંધ્યા પછી પણ લોહી નથી નીકળતુ તો(કન્યા) દુલહન ઉપર આરોપ લગાડવામા આવે છે કે તેણે પોતાના અતીત મા કોઈ બીજા પુરૂષ સાથે સંબંધ બાંધી ચુકી છે .એટલુ જ નહિ ત્યારબાદ ગ્રામ પંચાયત વાળા લોકો દુલહન ને તેના આ આરોપ ની સજા પણ આપે છે .

અહિયાં એવા ઘણા ઉદાહરણો જોવા મા આવ્યા છે ,જેમા જો કોઇ નવી પરણેલી કન્યા આ કૌમાર્ય ની પરીક્ષામા પાસ થઈ શકતી નથી ,તો તેને બહુજ માર મારવામા આવે છે અને બહુજ ખરાબ રીતે દંડીત કરવામા આવે છે .આ બહુજ દુઃખ દાયક બાબત છે કે આજના સમય માં પણ મહિલાઓને આવી પવિત્રતા સાબિત કરવા માટે આટલી બધી તકલીફો થી પસાર થવું પડે છે .અને બીજી બાજુ ,એક પુરુષ માટે આવા કોઈ જ નિયમો નથી હોતા.

જોકે ,હવે ઘણા સમુદાય ની મહિલાઓ અને નવજવાનો આવી પ્રથા ની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે .તમને જણાવી દઈએ કે ઘણા સમુદાય મા યુવાનો એ સ્ટોપ ધ V રિચુઅલ નામથી આવી પ્રથા ની વિરુદ્ધ આંદોલન પણ ચલાવ્યુ છે જેમા V નો અર્થ મહિલાઓ ની વર્જિનીટી છે.

એકવાર તો આ આંદોલનને સમર્થન કે ટેકો આપવા વાળા એક યુવક ને આ સમુદાયના ના લોકો એ ખુબજ માર માર્યો હતો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon