Link copied!
Sign in / Sign up
21
Shares

લગ્ન ના સાત ફેરાઓ અને તેમનું મહત્વ 💗

હિન્દૂ સંસ્કૃતિ માં 16 સંસ્કારો માંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. વિવાહ માં ઘણાL સંસ્કારો હોય છે જેમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે. લગ્ન માં લેવાયેલા 7 ફેરાઓ એમાંય ના એક છે.

સમસ્ત પૂજન, સપ્તવાડી આદિ પતી ગયા પછી પણ જ્યાર સુધી કન્યા તેના પતિ ની ડાભી બાજુ નથી બેસતી ત્યાર સુધી તેને કુંવારી જ માનવ માં આવે છે. જ્યાર સુધી વર અને કન્યા એક બીજા સાથે સાત-ફેરા નથી લેતા ત્યાર સુધી કન્યા વર ની અર્ધાંગિની નથી બનતી. જે પણ પતિ-પત્ની આ સાતે વચનો ધ્યાન થી સાંભળીને તેનું પાલન કરે છે તેમના લગ્નજીવન માં ક્યારે પણ કોઈ તકલીફો આવતી નથી.

હિન્દૂ સંસ્કૃતિ માં સાત વચનોને ખૂબ મહત્વ આપવા માં આવ્યું છે. આમને શુભ પણ માનવા માં આવે છે. સાત નો આંકડો બધા કાર્યો માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે જ લગ્ન માં કન્યા પોતાના વર પાસેથી સાત વચનો માંગે છે. જો તમને એ સાત વચનો વિશે જાણવું હોય તો આ રહ્યો તેમનો અર્થ.

પેહલો વચન

तीर्थ व्रतोद्यापन यज्ञकर्म माया सहेव प्रियवयन कुर्याः

वामांगमायामि तदा त्वदीयं ब्राविति वाक्यं प्रथम कुमारी ।।

લગ્ન માં આ કન્યા દ્વારા વર પાસેથી લેવડાવેલો પેહલો વચન છે. આમાં કન્યા તેમના વર ને કહે છે કે તમે જ્યારે પણ તીર્થ યાત્રા પર જાઓ, તો મને તમારી સાથે લઈને જજો. કસું પણ જાત નું દાન ધર્મ કરો તો મને પણ તેમાં સહભાગી બનાવજો. જો તમે આ વચનો નો સ્વીકાર કરો છો તો હું પણ તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.

કોઈ પણ ધાર્મિક પૂજા - પાઠ માં પત્ની નું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વચન દ્વારા પત્ની ની દરેક જગ્યા એ સહભાગિતા બતાવેલી છે.

બીજું વચન

पूज्यो यथा स्वो पितारो मामापि तथेशभक्तो निजकर्म कुर्याः

वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम द्वितीयं ।।

આ બીજા વચન માં કન્યા એના વર પાસેથી વચન માંગે છે અને કહે છે કે જે રીતે તમે તમારા માતા-પિતા નો આદર કરો છો, તેવી રીતે તમે મારા માતા-પિતા નો પણ સમ્માન કરસો. અને કુટુંબ ધર્મ નું પાલન કરીને પૂજા કરીશુ. આ વચન સાથે હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.

ત્રીજું વચન

जीवनम अवस्थात्रय मं पालना कुर्याः
वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम त्रितयं ।।

આ ત્રીજા વચન ના માધ્યમ થી કન્યા તેના પતિ ની પાસે થી વચન માંગે છે અને કહે છે કે તમે જીવન માં આવનારી ત્રણે અવસ્થાઓ માં જેવી રીતે યુવાવસ્થા, પ્રૌઢવસ્થા અને વૃદ્ધાવસ્થા માં મારુ અને કુટુંબ માં સાથે રેહતા પશુઓ ની દેખરેખ રાખશો તો હું તમારી અર્ધાંગિની બનવા તૈયાર છું.

ચોથું વચન

कुटुंबसमपालनसर्वकार्ये कर्तु प्रतिज्ञान यदि काटन कुर्याः

वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम चतुर्थ ।।

આ વચન માં કન્યા કહે છે કે અત્યાર સુધી તમે ઘર પરિવાર ની ચિંતા માંથી બધી રીતે મુક્ત હતા. હવે જો આપડે લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યા છે તો ભવિસ્ય માં થનારી પરિવાર ની બધી જ જરૂરતો ને પુરી કરવાની જવાબદારી તમારા ખભા પર રહેશે. તમે આ વચન મને આપો તો હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકારું છુ.

આ વચન થી પત્ની તેન પતિ ને કર્તવ્ય વિશેનું કહે છે. આ વચન થી એ પણ ખબર પડે છે કે પુત્ર ના લગ્ન ત્યારે કરવા જોઈએ જ્યારે એ પોતાના પગ પર ઉભો થઇ શકે.

પાંચમું વચન

स्वासघकार्ये व्यवहार कर्मानये व्याये मामापि मंत्रायेथा

वामांगमायामि तदा त्वदीयम ब्रूते वच पंचमात्र कन्या ।।

પાંચમા વચન માં કન્યા તેના વર ને કહે છે કે ઘર માં થનારા બધા લગ્નો, વ્યવહાર, લેવડ દેવળ, અને ખર્ચો કરતી વખતે તમે મારી સલાહ-સુચન જરૂર થી લેશો. તો હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.

આ વચન થી કન્યા ના અધિકારો વિશે ખબર પડે છે. જે પણ કાર્ય કરતા પેહલા પત્ની ની સલાહ સુચન લેવા માં આવે તો તેનું સમ્માન વધે છે. અને પત્ની ને તેના અધિકારો વિશે સંતોષ થાય છે.

છઠ્ઠું વચન

न मेपमानमन सवीधे सखीनाम द्युतन न व ध्रुवसायन भंजश्चेत

वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम छह शास्थनम ।।

આ વચન દ્વારા પત્ની એ કહે છે કે જો હું મારી સખીઓ અથવા કોઈ ઓળખીતા સાથે બેઠેલી હોઉં તો તમે ત્યાં બાજુ મારો અપમાન નઈ કરો.

આના સિવાય જો તમે જુગાર અથવા બીજી કોઈ ખરાબ સંગત થી દૂર રહેશો તો હું તમારી અર્ધાંગિની બનવા તૈયાર છું.

સાતમું વચન

पराइसत्रियाँ मात्रसम्मान समीक्ष्य स्नेह सदा चिन्मयी कातन कुर्या

वामांगमायामि तदा त्वदीयम ब्रूते वच सप्तमात्र कन्या ।।

છેલ્લા વચન માં પત્ની તેમના પતિ ને કહે છે કે તમે મારા સિવાય બધી સ્ત્રીઓ ને માં અને બહેન ની જેમ સમજશો. પતિ પત્ની ના પ્રેમ ની વચ્ચે કોઈ ને પણ ભાગીદાર નઈ બનાવશો. દર વખતે મારા પર જ તમારો પ્રેમ બનાવી રાખશો.

આ વચન સુખી લગ્નજીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વચન થી ખાલી વર્તમાન જ નઈ પણ તમારું ભવિષ્ય પણ સુખમય રહેશે.

આ વચનો દ્વારા કન્યા તેમના ભવિષ્ય ને સુરક્ષિત કરતી હોય છે.

આ લેખ ને બીજા લોકો સાથે ચોક્કસ શેયર કરજો જેથી કરી એ લોકો પણ આના વિશે જાણે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon