Link copied!
Sign in / Sign up
23
Shares

લગ્નજીવન ને સફળ બનાવવાની ચાવી છે આ 9 ટીપ્સ😍😍

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તે તેનું લગ્નજીવન સુખમય વીતે, પરંતુ લગ્નને સફળ અને સુખમય બનાવવા માટે પતિ-પત્ની બંનેને પ્રયાસ કરવો જોઈએ. મોટાભાગના લોકો આર્થિક રીતે મજબૂત હોવાને જ સુખી લગ્નજીવનનો આધાર માનતા હોય છે, પરંતુ એવું જરાય નથી. લગ્નજીવનને સુખમય જીવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.

આર્થિક સ્તરે સધ્ધર હોવાથી લગ્ન સફળ નથી થઈ જતા

કોઈ પણ પરિણીત વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરુષ બધાની એવી ઇચ્છા હોય છે કે લગ્ન પછી તેમનું જીવન સફળ રહે. લગ્નગ્રંથિમાં બંધાતા પહેલા યુવક-યુવતીઓ એકબીજાને અનેક વચનો આપતાં હોય છે, અનેક વાયદાઓ કરતાં હોય છે, પરંતુ સમયની સાથે એ વચનો અને વાયદાઓ ક્યાંક ખોવાઈ જતા હોય છે. લગ્નને સફળ બનાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે, પરંતુ એ સિવાય અમુક બાબતો છે જે તેમના લગ્નને સફળ બનાવવામાં પાયાના પત્થર સાબિત થાય છે, તો ચાલો જાણીએ તેના વિશે…

પરિવાર વચ્ચે સંતુલન બેસાડવું

લગ્નજીવનમાં સૌથી અગત્યની વસ્તુ છે એડજસ્ટમેન્ટ. આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે પરિવારોનું મિલન ગણાય છે. આ બંને પરિવારોની રહેણી-કહેણી, ખાનપાન, પહેરવેશ અને સંસ્કૃતિ ઘણી અલગ અલગ હોય છે. જ્યારે કોઈ યુવતી લગ્ન કરી સાસરે આવે છે ત્યારે તેને અનેક સ્તરો પર એડજસ્ટમેન્ટ કરવાં પડતાં હોય છે. અમુક એડજસ્ટમેન્ટ જિંદગીને વધુ ઉત્તમ બનાવવા માટે હોય છે તો અમુક ઘર-પરિવારની ખુશીઓ માટે પણ કરવા પડતાં હોય છે. શું એડજસ્ટમેન્ટ મનપસંદ પણ હોઈ શકે? સાંભળવામાં કદાચ આશ્ચર્ય લાગે, પરંતુ જ્યારે એડજસ્ટમેન્ટથી જિંદગીમાં પ્રેમ અને સ્નેહની વર્ષા થવા લાગે ત્યારે એડજસ્ટમેન્ટની પરવા કોને હોય છે.

પરસ્પર સમજણશક્તિ વિકસાવવી

 પતિ-પત્ની વચ્ચે પરસ્પર સમજણ વિકસિત થવી જોઈએ. માત્ર જવાબદારીઓ નિભાવવાથી લગ્નજીવન સફળ નથી થઈ જતું. ઘણી વખત અમુક કારણોસર પતિ-પત્ની એકબીજાથી વિપરીત હોવા અને જુદા વિચારો હોવાને લીધે તેમની વચ્ચે પરસ્પર સમજણ નથી વિકસી શકતી. એવામાં જરૂરી બની જાય છે કે બંનેએ એકબીજાના વિચારોનું સન્માન કરતા એકબીજાને સમજવું જોઈએ. એકબીજાનાં કામને મહત્ત્વ આપવું અને તેની અગત્યતાને સમજી તેમની મદદ કરવી પણ લગ્નજીવનને મજબૂત કરે છે.

 

એકબીજા પ્રત્યે સન્માનની ભાવના

 પતિ-પત્નીએ આપસમાં એકબીજા પ્રત્યે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવો અને એકબીજાને સમજવું તથા આપસી સમસ્યાઓનો ભેગા મળી ઉકેલ લાવવો જરૂરી છે. તેમજ એકબીજા માટે આદર-સન્માન પણ રાખવું જોઈએ. તમારા પાર્ટનર સાથે કોઈ ત્રીજી વ્યક્તિ સામે અણછાજતું વર્તન કરવું યોગ્ય નથી. જો તમારા પાર્ટનરથી કોઈ ભૂલ થઈ હોય તો તેને એકાંતમાં તેમની ભૂલ બતાવી આગળ એવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવા સમજાવો.

એકબીજા પર અતૂટ વિશ્વાસ

 વિશ્વાસ ઉપર જ પતિ-પત્નીના લગ્નજીવનની ગાડી ટકેલી હોય છે. જો તેઓ બંને એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે તો લગ્નજીવનને સફળ નહીં બનાવી શકાય. એકબીજા ઉપર વિશ્વાસ રાખવા માટે જરૂરી છે કે તેમની વચ્ચે ટ્રાન્સપરન્સી હોય. તેમના સંબંધો વહેતા નીર જેવા પારદર્શક હોવા જોઈએ જેથી કોઈ ત્રીજી વ્યક્તિ તેમની વચ્ચે ન આવી શકે. પતિ-પત્નીના સંબંધો વિશ્વાસ અને પ્રેમ ઉપર જ નિર્ભર કરતા હોય છે. બને ત્યાં સુધી તમારા પાર્ટનર સાથે તમામ નાની-મોટી વાતો શેર કરો.

 ઇમોશનલ અટેચમેન્ટ

 લગ્નજીવનમાં પતિ-પત્નીની વચ્ચે પ્રેમભર્યો સાથ અને સહકાર હોવો જરૂરી છે પછી તે અંગત હોય, પારિવારિક હોય, સામાજિક હોય કે પછી કારકિર્દીમાં. પતિ-પત્ની વચ્ચે શારીરિક સુખથી સંબંધ વધુ ગાઢ બને છે, પરંતુ ઘણી વખત શારીરિક સુખ કરતાં પણ વધુ ઈમોશનલ અટેચમેન્ટની જરૂર હોય છે. પતિ-પત્નીએ એકબીજાની જરૂરિયાતો અને લાગણીઓનો અનુભવ કરી તેને પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ જેથી તેમના વચ્ચે આત્મીયતા બની રહે. સફળ લગ્નજીવનનો શ્રેય તમારા બંનેના મૈત્રીભર્યા સંબંધોને પણ જાય છે. તમે તમારા પાર્ટનર સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો જેથી તમારો પાર્ટનર પોતાના મનની વાત વિના ડરે તમારી સાથે કરી શકે.

લગ્નને સફળ બનાવવા આટલું યાદ રાખો

 - જવાબદારીઓ નિભાવવાથી જ લગ્નજીવન સફળ નથી બની જતાં, પરંતુ એકબીજા સાથે બહાર જવાથી, સરપ્રાઇઝ પાર્ટી આપવાથી અને કોઈ એવું કામ કરો જેથી તમારા પાર્ટનરને ખુશી મળતી હોય. આવું કરી તમે તમારું લગ્નજીવન સફળ બનાવી શકો છો.

 - ઘણી વખત કોઈ એક પાર્ટનરનું હદથી વધુ બહાર રહેવું, દર વખતે કામ ઉપર જ ધ્યાન આપવું સંબંધોમાં દરાર ઊભી કરી શકે છે. એવામાં સંબંધો બચાવી રાખવા માટે ઓછામાં ઓછું વર્ષમાં બેથી ત્રણ વખત તેમની સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવો.

- ક્યારેક પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વધતા તેઓ મૌન ધારણ કરી લેતાં હોય છે. વાતચીતથી મોટામાં મોટી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકાય છે માટે એકબીજા સાથે વાત કરો અને તમારી સમસ્યાનો ઉકેલ લાવો. આ સિવાય પતિ-પત્નીએ આવી પરિસ્થિતિમાં પોતાને બીજી વ્યક્તિની જગ્યાએ રાખીને વિચારવું જોઈએ જેથી વાત આગળ ન વધે અને તેનો પ્રેમપૂર્ણ ઉકેલ આવી જાય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon