Link copied!
Sign in / Sign up
0
Shares

લગ્ન ધૂમ-ધામ થી ન થયા તો શું થયું, આ દંપતીએ કંઈક અદભુત કરી બતાવ્યું <3

૨૩ નવેમ્બર ની સવારે આ નવા દંપતી જોડી જહીર ખાન અને સાગરિકા ઘટગે એ ભલે સાદગીથી લગ્ન કર્યા હોય, ચમક ધમક વગર ને ઓછા માણસોની હાજરીમાં (કોર્ટ મેરેજ) પરંતુ એવું લાગે છે કે આ દંપતી તેની ભરપાઈ મજેદાર પાર્ટીઓ કરીને કરી રહી છે. આ બધા ચિત્રો દર્શાવે છે કે તેમના એકબાજે સાથે નો સાથ કોઈ ફેરી ટેલ થી ઓછો નથી.

૨૭ નવેમ્બરના તેમના રિસેપ્શન પહેલા, આ દંપતીએ તેમના નજીક ના દોસ્તો માટે ડાન્સ પાર્ટી રાખી હતી. જેમાં એમના ક્રિકેટરો અને ફિલમી દુનિયા ના નજદીકી મિત્રોની હાજરી હતી.

ચક દે ઇન્ડિયા ની ચંદીગડ કૅપ્ટન પ્રીતિ સાબરવાલ ના નામથી જાણીતી સાગરિકા ઘટગે એના લગ્નના જોડામાં ખુબ જ સુંદર અને મનમોહક લાગતી હતી.

યુવરાજ સિંહ, હેજ઼લ કીચ થી લઈને વિદ્યા માલવડે અને આશિષ ચૌધરી બધાએજ પાર્ટીની ખુબ માજા માણી હતી.

સાગરિકા ઘટગે અને ઝહીર ખાન એ પહેલી જોડી નથી જેણે ક્રિકેટ અને બોલિવૂડને એક સાથે જોડ્યા હોય પટોદી અને શર્મિલા ટાગોર થી લઈને યુવરાજ સિંહ અને હેજ઼લ કીચ તથા વિરાટ કોહલી ને અનુષ્કા શર્મા સુધી ક્રિકેટ અને બોલિવૂડની દુનિયા હંમેશા જોડાતી દેખાઈ છે. 

અને આપણે આશા કરીએ છીએ કે આ બે દુનિયા આવી રીતે જ જોડાતી રહે. ટાઈનીસ્ટેપ તરફથી સાગરિકા ઘટગે અને ઝહીર ખાન ને ખુબ-ખુબ અભિનંદન. આ લેખન ને અન્ય લોકો સાથે શેર કરી આ દંપતીને તમે પણ આપણી શુભકામના આપજો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon