Link copied!
Sign in / Sign up
9
Shares

લેબર પેનના લક્ષણ અને હોસ્પિટલ જવાનો યોગ્ય સમય!!

માતા બનવાનો દરેક સ્ત્રી માટે એક સુખદ એહસાસ હોય છે. એક બાળકના આવવાની ખુશી સૌ-પરિવારને એક બંધનમાં બાંધે છે. ત્યારેજ માતા બનવાથી તેની અંદર ઘણા શારીરિક અને માનસિક બદલાવ પણ આવે છે. કારણ કે પ્રસુતિ એક સુખદ એહસાસ તો છે જ પરંતુ તેની સાથે ઘણા ઉતાર-ચઢાવ પણ સ્ત્રીના જીવન સાથે જોડાય જાય છે. નવ મહિના એક ગર્ભવતી સ્ત્રી માટે સહેલા નથી હોતા, ખાસ કરીને છેલ્લો મહિનો. પહેલી વાર માતા બની રહેલી સ્ત્રી માટે થોડું વધારે મુશ્કેલ હોય છે. કેમ કે તેને અંદર થઇ રહેલા બદલાવ ને સમજવામાં સમય લાગે છે. આના સિવાય ગર્ભાવસ્થા ના છેલ્લા મહિનામાં જો કોઈપણ થોડી પણ હલચલ થાય તો તેને લેબર પેનનો જ ડર લાગે છે. આમ થાય તો ડૉક્ટર પ્રસુતિની અનુમાનિત તારીખ આપે છે પણ જરૂરી નથી કે તે તારીખે જ પ્રસુતિ થાય. ક્યારેક-ક્યારેક તારીખમાં ફેરફાર કે આગળ પાછળ થઇ જાય છે. એટલે સ્ત્રીઓને એની ખબર પહેલાથીજ હોવી જોઈએ જેનાથી તે લોકો કોઈપણ દુખાવાને પ્રસવ પીડા સમજવાની ભૂલ ન કરે અને ધીરજ રાખે. જો તમે પણ આવી રીત જ પસાર થઇ રહ્યા હોવ તો નીચે આપેલા લક્ષણો થી તમે સમજી શકશો કે તમારે ક્યારે હોસ્પિટલ જવાની જરૂર છે..

 

૧. ક્રેમ્પ્સ

ક્રેમ્પ્સ પ્રસવ પીડાનું સૌથી પહેલું લક્ષણ છે. પેટમાં એઠન કે દુખાવો પહેલો સંકેત હોય છે કે હવે તમારે હોસ્પિટલ જવું જોઈએ. આ દુખાવો બિલકુલ એવોજ હશે જેવો તમને માસિક ધર્મ ના સમયે થાય છે. આ દુખાવો થોડી થોડી વારે ઉપડે છે અને પછી વધતો જાય છે.

૨. વારંવાર બાથરૂમ જવું

ગર્ભાવસ્થાના છેલ્લા મહિને જયારે સ્ત્રીઓને વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે, ત્યારે સમજી જવું કે હવે તમારે હોસ્પિટલ જવાની જરૂર છે. આવું ગર્ભના નીચેના ભાગમાં દબાણ વધવાના કારણે થાય છે.

૩.લોહી પડવું

જો યોનિમાંથી લોહી કે ભૂરા રંગનું લીકવીડ આવે તો વાર ન લગાડશો, તરત હોસ્પિટલ જવાની તૈયારી કરી લ્યો.

૪.પાણીની થેલીનું ફાટવું

બાળક માતાની અંદર એક પ્રવાહી પદાર્થની થેલીમાં રહે છે. જયારે સ્ત્રીને પ્રસવ થાય છે, ત્યારે આ થેલી ફાટી જાય છે અને યોની માંથી એમીનોયોટિક દ્રવ્યનો પ્રવાહ થાય છે. આ થેલીના ફાટવાથી ખબર પડે છે કે બાળક ગર્ભમાંથી બહાર નીકળવા માટે તૈયાર છે.

૫. કોન્ટ્રકશન (સંકુચન)

જયારે થોડી થોડી વારે ગર્ભની માંસપેશિયોમાં ખેંચાણ કે દબાણ મેહસૂસ થાય તો આ સંકુચનની સ્થિતિ હોય છે. જયારે તે વધારે સમય સુધી જોરથી થાય તો આ લેબર પેનનો સંકેત છે. જો આવું કાઈ થાય તો વાર લગાડ્યા વગર તમે સમજી જાવ કે હવે સમય આવી ગયો છે કે તમારે હોસ્પિટલ જવાની જરૂરત છે.

૬. બાળકનું હલનચલન

૭ થી ૯ મહિના થવા સુધીમાં બાળકનું હલનચલન ખુબ વધારે તેજ થઇ જાય છે પણ જયારે બાળકનો જન્મ નજીક હોય છે, ત્યારે તેનું હલનચલન થોડું ઓછું અને ધીમું થઇ જાય છે. એટલે જો તમને લાગે કે તમારા બાળકનું હલનચલન ઓછું થઇ ગયું છે તો તરત ડૉક્ટરની સલાહ લ્યો, કેમ કે આવી પરિસ્થિતિમાં સિઝેરિયન ડિલિવરીની પણ સંભાવના થઇ શકે છે.

૭. કમરમાં દુખાવો

ગર્ભવસ્થાના છેલ્લા દિવસોમાં જયારે કમરમાં ખુબ વધારે દુખાવો શરુ થઇ જાય તો સમજી જાવ કે હવે તમારે હોસ્પિટલ જવાની જરૂર છે. આ કમરનો દુખાવો બિલકુલ એવો જ હશે જેવો તમને માસિક ધર્મ ના સમયે થાય છે અને આ દુખાવો કમરથી લઈને સાથળ તરફ આવે છે. જેમ-જેમ ડિલિવરી નો સમય નજીક આવશે, તેમ દુખાવો વધતો જશે.

૮. પેટમાં દુખાવો અને તાવ

કોઈ-કોઈ સ્ત્રીઓને પેટના દુખાવા સાથે તાવ પણ આવી શકે છે, સાથે જ માથા માં દુખાવો પણ થઇ શકે છે. ક્યારેક-ક્યારેક લેબર પેન ની શરૂઆતના સમયમાં સ્ત્રીઓને ડાયરિયા પણ થતું હોય છે.

જો તમને આમાંથી કોઈપણ લક્ષણ ગર્ભાવસ્થા ના છેલ્લા મહિનામાં દેખાઈ તો ગભરાયા વગર તરત ડૉક્ટરને મળીને હોસ્પિટલ જવા માટે પોતાને તૈયાર કરી લ્યો, કારણ કે તમારી બધી પીડા ખુશીમાં બદલવાનો સમય નજીક આવી ગયો છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon