Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા થી ક્યારે પણ ગભરાવું નહિ આના ફાયદા જાણી ને તમને અચરજ થશે😇😇

માતા બનવું એ દરેક મહિલાઓ માટે એક બહુજ પ્યારી અનુભૂતિ હોય છે પરંતુ આ સમયે મહિલાઓને ઘણી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે .મૂડ સ્વિંગ (સ્વાભાવ માં પરિવર્તન ) ,ઉલટી થવી ,પીઠ ,કમર માં દર્દ થવું ,થાક અને નબળાઈ લાગવી આ બધી ગર્ભાવસ્થા ની પળોજણ છે .પણ શું તમને ખબર છે કે મહિલાઓ માટે ગર્ભાવસ્થા ના કેટલાક ફાયદાઓ પણ છે ?

આ સત્ય છે ,ગર્ભાવસ્થા થી મહિલાઓને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે જેનાથી મહિલાઓને ફાયદો પણ થાય છે .આજે અમે આ બ્લોગ દ્વારા તમને આવાજ કેટલાક ફાયદાઓ જણાવશું .

* ઘણી મહિલાઓને અનિયમિત માસિક ની ફરિયાદ હોય છે અથવા તેમને માસિકસ્ત્રાવ વખતે ખુબજ પીડા અને દુખાવો અને બીજી તકલીફ સહન કરવી પડે છે .પરંતુ આ બધુ પ્રસુતિ (ખાસ કરી ને સામાન્ય પ્રસુતિ ) પછી ઓછી થઇ જાય છે .

* આજકાલ ની મહિલાઓ માં સ્તન કેન્સર એ બહુજ સામાન્ય સમસ્યા નારૂપ માં સામે આવી રહી છે .અને આનું સમાધાન ખૂબજ જરૂરી છે .જોકે ગર્ભાવસ્થા પછી આ બધી સમસ્યાઓ થી બચી શકાય છે .પ્રસુતિ બાદ શિશુ ને સ્તનપાન કરાવતી મહિલાઓમાં આ પરેશાની ઓછી થઈ જાય છે .કારણકે સ્તનપાન કરાવવાથી બ્રેસ્ટસેલ્સ માં બદલાવ આવી જાય છે .જે કેન્સર ની સંભાવના ઓછી કરે છે .

* રિસર્ચ અનુસાર ,સ્તનપાન કરાવવાત મહિલાઓ માં હ્ર્દય ની બીમારી ઓછી થઇ જાય છે અને તેમને હાર્ટ સ્ટ્રોક (હ્ર્દય નો હુમલો ) આવવાની ની સંભાવના પણ ઓછી થઈ જાય છે .

* ગર્ભાવસ્થા પછી મહિલાઓ ની લાઇફ સ્ટાઇલ (રોજીંદા જીવન ) મા ફેરફાર આવી જાય છે .ઘણી મહિલાઓ ઓફીસ અને ઘર ના કામો માં વ્યસ્ત હોવા ના કારણે પોતાનું સરખું ધ્યાન રાખી શક્તી નથી .પરંતુ જે સ્ત્રીઓ માતા બન્યા બાદ ,તેજ મહિલાઓ ના વિચારો બદલાઈ જાય છે .અને તે પોતાનું ધ્યાન રાખવા માંડે છે કારણકે તેઓ એવુ વિચારે છે કે ,તેમનું શિશુ તેમના દુધ ઉપર નિર્ભર છે એટલે જો એ સ્વસ્થ ભોજન લેશે તો તેની અસર તેના શિશુ ઉપર પણ પડશે એટલે તેઓ ધીરે ધીરે હેલ્ધી અને ફિટ (સ્વસ્થ અને તંદુરસ્ત ) લાઇફ સ્ટાઇલ અપનાવે છે .અને તેમના ખાવા પીવા ઉપર પહેલા કરતા વધારે ધ્યાન આપવા લાગે છે .

* ગર્ભાવસ્થા બાદ ફક્ત શારીરિક રીતે નહિ પણ માનસિક રીતે પણ , ઇમોશનલી પણ મહિલાઓ વધુ સ્ટ્રોંગ (મજબુત ) બની જાય છે .તેમના વ્યવહાર મા ઘણો ફરક આવી જાય છે તે ઘણી જવાબદાર અને સમજદાર બની જાય છે .

ગર્ભાવસ્થા ભલે થોડી કસોટી ભરેલી હોય છે પરંતુ ત્યારબાદ પોતાના શિશુ ને ખોળા માં લઇ ને જે ખુશી નો અનુભવ થાય છે અને મહિલાઓ ની અંદર જે સકારાત્મક ફેરફાર આવે છે તે ખરેખર બહુ

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon