Link copied!
Sign in / Sign up
4
Shares

ક્યારેક ટીના મુનિમ સંજય દત્ત પર મરતી હતી,પ્રથમ દ્રષ્ટિએ જ અબજોપતિ અનીલ અંબાણી ટીના મુનીમના દિવાના થઈ ગયા હતા😍

રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી 59 વર્ષના થઈ ગયા છે. અનિલ અંબાણીનો લવ લાઇફ કોઈ મૂવી કરતાં ઓછી નથી. દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિના પુત્ર અનિલ અંબાણીને બૉલીવુડની અભિનેત્રી ટીના મુનિમ પર દીલ આવી ગયું હતું, પરંતુ ટીના મુનિમના જીવનમાં સંજય દત્ત હતા. ટીના મુનિમ સંજય દત્તને ખૂબ જ પ્રેમ કરતી હતી તેથી તેણે દેવ આનંદની ઘણી ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો અને સંજય દત્તની સાથે રહેવા લાગી હતી.

સંજય દત્તને ડ્રગ્સની આદત હતી જેથી ટીના અનિચ્છાએ સંજય દત્ત થી દૂર થઈ ગઈ હતી. સંજય દત્ત બાદ ટીના મુનિમના જીવનમાં રાજેશ ખન્ના આવ્યા, પરંતુ બંનેનો પ્રેમ લગ્ન સુધી ન પહોંચી શક્યો કારણ કે કદાચ ટીના મુનિમ હાથે અનીલ અંબાણીના નામની મહેંદી લાગવાની હતી.

ટીના મુનિમ અને અનિલ અંબાણીની પ્રેમ કથા એક વાર્તા કરતાં ઓછી નથી. અનિલ અંબાણીએ ટીના મુનિમને એક લગ્નમાં પ્રથમ વખત જોયા હતા. અનિલ ટીના સાથે પ્રેમ માં પાગલ હતા, પરંતુ ટીનાના અભિનેત્રી હોવાનાં કારણે કુટુંબે તેમનાં અને ટીનાના લગ્ન કરવા પર વિરોધ કર્યો હતો. તેથી અહીં બંને વચ્ચે વિરામ લાગી ગયો હતો. અમેરિકામાં વર્ષ 1989 માં ભૂકંપ સર્જાયા બાદ ટીના અને અનીલ અંબાણી હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા.

હકીકતમાં, અમેરિકાના લોસ એન્જલસમાં એક મોટો ધરતીકંપ થયો અને ટીના તે સમય દરમિયાન પણ ત્યાંજ હતા. આવી પરિસ્થિતિમાં, અનિલ અંબાણીએ ટીના મુનીમનો ફોન નંબર શોધ્યો અને તેને ફોન કરી તેમના હાલચાલ વિશે પૂછ્યું જેના પછી બન્ને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. અંતે, પરિવારને અનિલ અંબાણીના સામે નમવું પડયું. પરિવાર લગ્ન કરવા સંમત થયા અને 1991 માં, અનિલ અંબાણી અને ટીના મુનિમે લગ્ન કર્યા. ટીનાએ 35 થી વધુ બોલીવુડ ફિલ્મો કરી છે પરંતુ લગ્ન પછી, તેણીએ બોલિવૂડ અને મોહક જીવન છોડી દીધું છે.

ટીના ઘણા ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે કે તેના પતિ અનિલ તેને અત્યાર સુધી કોઈ પણ બાબત માટે ના પાડી નથી અને તેમના જીવનમાં હવે એવું કંઈ જ નથી જે તેમની ઈચ્છા હોય અને ના પ્રાપ્ત થઈ હોય.

ટીના મુનિમ અને અનિલ અંબાણીની વાર્તા પરીકથાઓ કરતાં ઓછી નથી. તમને જણાવી દઈએ કે ટીના-અનિલના બે પુત્રોના નામ જય અનમોલ અંબાણી અને જય અન્શુલ અંબાણી છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon