Link copied!
Sign in / Sign up
4
Shares

ક્યારે પહેલી વાર ગર્ભમાં ભ્રૂણનું હૃદય ધબકે છે?💓💓

જ્યારે અલ્ટ્રાસાઉંડનાં મૉનિટર પર બાળકનું હૃદય દેખાય છે અને ધબકારા ચાલતા રહે છે, પરંતુ એવી ઘણી બધી બાબતો ઝે કે જેની આપ કલ્પના પણ નથી કરી શકતા આપ બાળકને જન્મ આપવાનાં હોવ, ત્યારે મોટાભાગની મહિલાઓ માટે માતૃત્વનો આ અહેસાસ પહેલી વખત અલ્ટ્રા સાઉંડ સાથે થાય છે.

ભ્રૂણની હાર્ટબીટ, પ્રેગ્નંસી, જન્મ અને બાદમાં આપનાં બાળકનાં આરોગ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ સારી વાત છે કે આપનાં બાળકનાં હૃદયનાં ધબકારાને જોવાની ટેક્નિક ઘણી માહિતીઓ પ્રદાન કરે છે. સગર્ભાવસ્થા દરમિયાન બધુ બરાબર રહે અને જન્મજાત હૃદયની બીમારીઓનું વહેલી તકે જાણ થઈ જાય છે.

બાળકનું હૃદય : 

શરુઆતમાં એક ટ્યૂબની સંરચના થાય છે કે જે એક ચૅમ્બર્ડ અંગમાં વિકસિત થાય છે કે જેનાથી આપણે વાકેફ છીએ. નિષેચનનાં થોડાક દિવસો બાદ તે વિકસિત થઈ જાય છે. અમે આપને આ અંગે કેટલીક માહિતી પ્રદાન કરી રહ્યાં છીએ.

ત્રીજુ અઠવાડિયુ : નિષેચનનાં 22 દિવસ બાદ ભ્રૂણનું હૃદય બનવાનું શરૂ થાય છે, પરંતુ તેના ધબકારા નથી સંભળાતા 

પાંચમુ અઠવાડિયુ : ભ્રૂણનું હાર્ટ ચૅમ્બર વિકસિત થવાનું શરૂ થાય છે.

છઠ્ઠુ અઠવાડિયુ : હાર્ટ રેટ 100-160 બીટ્સ પર મિનિટ (બીપીએમ) થઈ જાય છે. આ સમય આપ અલ્ટ્રાસાઉંડ મૉનિટર પર ધબકારા જોઈ શકો છો.

આઠમુ અઠવાડિયુ : હાર્ટ રેટ 170 બીપીએમ સુધી વધી જાય છે અને જન્મનાં સમયે 130 બીપીએમ પર લગભગ સ્થિર થઈ જાય છે.

પૌષ્ટિક ખોરાક આરોગો

બાળકનાં હૃદયનાં વિકાસમાં આનુવંશિકી મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ આપ બાળકનાં આરોગ્ય પર ધ્યાન આપી શકો છે. તેના માટે આપ ફ્રેશ ખોરાક ખાઓ, પૌષ્ટિક ખોરાક ખાઓ, પૂરતી ઊંઘ લો અને તાણથી દૂર રહો. કેટલીક બાબતો છે કે જે આપ ધ્યાન રાખો

ફોલિક એસિડની દવાઓ : 

પ્રેગ્નંસી પહેલા અને તે દરમિયાન ફોલિક એસિડની દવાઓ લો કે જેથી હૃદયની બીમારીઓથી બચી શકાય.

આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે? 

આયુર્વેદમાં બાળકનાં વિકાસ માટે ઘણા એવા ખાસ ખાદ્ય પદાર્થો જણાવાયા છે કે જેમનું પ્રેગ્નંસી દરમિયાન સેવન ફાયદાકારક છે. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ માતા અને બાળકનાં આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે અનાજ, દાળ, "ફળ-શાકભાજી" (કોડુ, કિડની બીન્સ, વટાણા અને ટામેટા), મૂળ ધરાવતી શાકભાજીઓ અને કંદ, દૂધ તેમજ દૂધથી બનેલા ઉત્પાદનો, માંસ, જડી-બૂટીઓ અને સુગંધિત મસાલાઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

જો માતાને ડાયાબિટીસ હોય તો ?
 

જો માતાને ડાયાબિટીસ હોય, તો બાળકને જન્મજાત હૃદયની બીમારી થવાનો ખતરોવધુ રહે છે. જો આપને ડાયાબિટીસ છે, તો ડૉક્ટરની સલાહ લો કે આપ બ્લડ શુગર કઈ રીતે નિયંત્રિત રાખી શકો.

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon