Link copied!
Sign in / Sign up
0
Shares

"કેવું હશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું લગ્ન પછીનું ઘર?" "શું દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘે તેમનું સપ્નાનું ઘર નક્કી કરી લીધું?"

લોકોને તો જરાક ભનક થવી જોઈએ, એટલે એક વાતને વધારીને, તેમાં મીઠું-મરચું ભભરાવીને કહેવાની જ વાટ હોય છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની અફવાઓ કેટલાય સમયથી ઇન્ટરનેટ પર ગોળ-ગોળ ફરી રહી છે. ઘણા રીપોટરોએ તો એવો દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં બંને સ્ટારના લગ્ન કરવામાં આવશે. તે લોકોના લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને લાગે છે કે આ વાત સાચી થવાની જ છે; કેમકે આ માટે તૈયારીઓ પ્રગતિમાં છે.

Image Credits: Google images

બોલીવુડના સુપરહિટ કલાકારો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજ-કાલ ખુબ ચર્ચામાં જોવા મળતા હોય છે. પછી વાત ભલેને ફક્ત એક રાત્રિભોજનની હોય અથવા જન્મદિવસની, તે લોકો કપલ તરીકે ખુબ પ્રસિદ્ધ થઈ ગયા છે.

મિડ-ડેના હમણાંના સમાચાર ના હિસાબે બંનેએ પોતાના સપનાનું ઘરની તૈયારી કરી લીધી છે, અને તેના સપનાનું ઘરને અંતિમ રૂપ આપ્યું છે, જ્યાં તે લોકો લગ્ન પછી રહેતા હશે. સાથે જ, પોતાના બધાં સપનાં પૂરા કરશે, જ્યાં તે પોતાના વિવાહિત જીવનની શુભ શરૂઆત કરશે!

Image Credits: Google images

આ વાતને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે બેફિકરે ના અભિનેતાએ ઇમારતમાં બે માળ ખરીદ્યા છે, જ્યાં હાલમાં તેઓ તેમના માતા-પિતા સાથે રહે છે. હવે તે ઘરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે- જે દેખીતી રીતે અભિનેત્રી દીપિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે; કેમકે લગ્ન પછી તેને ત્યાં રહેવાનું છે. એટલે તે પોતાના સપનાનું ઘરને પોતાની રીતે બનાવી શકે! કયો રૂમ ક્યાં હોવો જોઈએ, કોનો રૂમ કઈ જગ્યાએ હોવો જોઈએ, સાજ-શણગારની વસ્તુઓ કેવી રીતે ગોઠવવી, તે ક્યાં હોવી જોઈએ, કેવી રીતે તેનું આયોજન હોવું જોઈએ, વગેરે. તે તેનું સપનાનું ઘરને પોતાની રીતે આયોજિત કરી શકે એટલે પુનર્ગઠન તેના હસ્તે કરવામાં આવી રહ્યું છે.

Image Credits: maxpixel

સાધારણ મનુષ્યની જેમ આ સિતારાઓ પણ તેમના નવા ઘરને લઈને ખુબ ઉત્સાહિત અને ખુશ હોય છે. લાગે છે કે દીપિકા અને રણવીર, લગ્ન પછી તેમનું આ સપ્નાનું મનમોહિત કરતુ ઘર ઉપર ચાર-ચાંદ લાગવા માંગે છે. તેમનાથી જેટલું થઇ શકે, તેટલું સુંદર બનવાનો પ્રયત્ન કરતા દેખાય છે.

દીપિકા પાદુકોણે તેની માતા સાથે હમણાં જ મુંબઈના બાંદ્રામાં પરંપરાગત ઘરેણાની ખરીદીની દેખરેખ કરતી જોવામાં આવી હતી, એટલે લોકોને તો જોવાની જ જરૂર હોય છે! આ વાતને લઇને અફવામાં બળતણ ઉમેરાયું હતું. તેથી લોકોને લાગ્યું કે તે પોતાના લગ્નની તૈયારીરૂપે ઘરેણાની ખરીદી કરી રહી છે. તેના પરથી લોકોએ એ વાતને વધારી કે હવે તો જરૂર એ બંનેના લગ્ન નક્કી જ છે. તેની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે અને આ ખરીદીના લીધે અફવામાં તો જાણે બળતણનો વધારો થયો હોય તેમ આ વાત વધારે બહાર આવી.

Image Credits: Google images

અન્ય એક વાત છે -દીપિકાના જન્મદિવસની. હમણાં જ એહવાલ આપ્યો હતો કે એકબીજાના પરિવારજનો જાન્યુઆરીમાં આ વર્ષે મળ્યાં હતાં. આમ તો, ત્યારે દીપિકાનો 32મો જન્મદિવસ ની ઉજવણી માટે બધા મળ્યા હતા, પણ લોકોની તો વાતો કરવાનો મોકો જ જોઈતો હોય છે. એ લોકો તો જન્મદિવસની પાર્ટી માટે જ મળ્યાં હતાં, લગ્નની તૈયારી ની વાતો પહેલેથી જ આગળ વધી રહી હતી. કહેવાય છે કે દીપિકાના જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે રણવીરના માતા-પિતા- અંજુ ભાવનાની અને જગજિતસિંહ ભાવનણીએ પણ ભેટ આપી હતી. તે લોકોએ દીપિકાને સભ્યસચિની સાડી અને હીરાના સેટની ભેટ આપી હતી.

Image Credits: Google images

દીપિકા અને રણવીર ખુબ હોશિયાર અને સફળ કલાકારો છે. અમે આશા કરીએ છીએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું આ ઘર અને આવતું જીવન ખુબ જ સુખદ અને સારું રહે!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon