Link copied!
Sign in / Sign up
9
Shares

કેવી રીતે ગણતરી થાય છે તમારા ડિલિવરી ડેટ (પ્રસુતિ ની તારીખ) ની-

 સંશોધન દ્વારા ખબર પડી છે કે લગભગ ૮૦% બાળકો વધારે કરીને ધારેલી તારીખથી ૨ અઠવાડિયા પેહલા કે ૨ અઠવાડિયા પછી જન્મે છે. આનો અર્થ એમ થાય છે કે તમને ડોક્ટરે કીધા પ્રમાણે ડ્યું ડેટ થી ૨ અઠવાડિયા પેહલા જ તૈયાર રેહવું જોઈએ. ડ્યું ડેટ વધારે કરીને પીરિયડ્સની છેલ્લી તારીખથી ૪૦ દિવસ શરુ થયા પછી નક્કી કરવામાં આવે છે. 

ડ્યું ડેટ તમને તમારું બાળકને આવવાની તૈયારી કરવાનો મૌકો આપે છે, બાળકના નામથી લઈને તેનો જન્મ કઈ હોસ્પિટલ માં થવો જોઈએ- આ બધી વાતોની તૈયારી કરવાનો સમય મળી જાય છે. સૌથી સારું એ થાય છે કે તમને એ ખબર પડી જશે કે ક્યારથી તમારી સવારની બીમારી સારી થઇ જશે અને તમારા મૂળ સ્વિંગ્સ અને અડધી રાતે કંઈક ચટપટું ખાવાનું મન થવાની આદત ક્યારે ખતમ થશે.

જેમ-જેમ તમારી ડ્યું ડેટ નજદીક આવતી જશે તેમ તમારી તકલીફ અને ચિડચિડાહટ વધતી જશે. ખાસ કરીને જયારે આ તમારું પહેલું બાળક હશે તો તમને કોઈ વસ્તુનો અંદાજ નહિ રહે અને રાહ જોવી એ જાણે તમારી એક તકલીફ થઇ જશે. ક્યારેક-ક્યારેક તમને પ્રસુતિ સમય જેવો દુખાવો થશે જેનાથી તમને લાગશે કે હવે તમે પ્રસુતિ માટે તૈયાર છો. પરંતુ આ ખોટો ઈશારો હોય છે, જે દિવસ કે રાત ના ક્યારે પણ થઇ શકે છે. એવી ઘણી બાબતો છે જેનાથી તમને સમજવામાં મદદ મળશે કે તમારા પેટનો દુખાવો પ્રસુતિ સમયનો છે કે નહિ.

ડ્યું ડેટ ગયા પછી તમારા કુટુંબના બધા લોકો તમારાથી વધારે તમારા બાળકના આવવાની રાહ જોવે છે અને તમારાથી તો હવે બાળકના આવવાની વધારે રાહ નથી જોવાતી, હવે તમે તમારા શરીરના દુખાવાથી અને ખોટે-ખોટો લેબરના દુખાવાથી હેરાન થઇ ગયા છો. અંતે તમારુ બાળક આ દુનિયામાં જન્મ લે છે અને એ પણ તેના ડ્યુ ડેટ પેહલા કે પછી, આવી રીતે તમારા ૪૦ અઠવાડિયાની ગર્ભાવસ્થા પુરી થાય છે. અમે તમને સલાહ આપીએ છે કે તમે એ માનીને ન ચાલો કે ડોક્ટરના કહીયાં પ્રમાણે ની તારીખ જ તમારા બાળકનો જન્મ દિવસ હશે, કારણ કે ફક્ત ૩.૫% બાળકો જ ડ્યું ડેટ માં જન્મે છે.

સંશોધન એ દેખાડે છે કે જે સ્ત્રીઓ પહેલીવાર માતા બની રહી છે તે લોકોને ગર્ભાવસ્થાના ૪૧ અઠવાડિયામાં દુખાવો થાય છે. પરંતુ જે સ્ત્રીઓ પહેલા પ્રસુતિ કરી ચુકી છે તે ૪૦ અઠવાડિયા અને ૩ દિવસમાં જન્મ આપે છે. આવું આ કારણે થાય છે કે ઘણી સ્ત્રીઓનો માસિક ચક્ર લાંબો નહીતો ઓછા સમયનો હોય છે. એક્સપર્ટ કહે છે કે જો તમારી પ્રસુતિ ડ્યું ડેટ પછી થઇ રહી હોય તો કુદરતી રૂપે પ્રસુતિ કરવી સારી હશે અને નહિ કે કોઈ દવા ખાઈને જબરદસ્તીથી દુખાવો કરવો. ઘણી સ્ત્રીઓને ૪૦ અઠવાડિયા થી વધારે દિવસ પછી દુખાવો થાય છે અને આ વધારાના દિવસ તમારા બાળક માટે એટલાજ મહત્વના હોય છે જેટલા ગર્ભાવસ્થાના બાકી ના દિવસો.

પરંતુ ઘણી હોસ્પિટલમાં સ્ત્રીઓના ગર્ભાવસ્થાના ૪૧ અઠવાડિયા પુરા થતાંજ તેને પ્રસુતિ માટે મોકલી દઈ છે. જાતેજ દુખાવો થવામાં તમારા અને તમારા બાળક માટે હાનિકારક થાઈ શકે છે, પ્રયત્ન કરો કે તમારા ડ્યું ડેટ ના વધારા ના દિવસમાં તમે તમારું અને તમારા બાળકનું સારી રીતે ધ્યાન રાખો એટલે તે સમયે કઈ મુશ્કેલી ન થાય. જ્યાં સુધી તમારા ડૉક્ટર તમને તાત્કાલિક રૂપે પ્રસુતિ કરવાનું સલાહ ન આપે ત્યાં સુધી કુદરતી રૂપે તમારા બાળકના આવવાની રાહ જોવી.

અંતમાં અમે એમજ કેહવા માંગીએ છે કે તમારું બાળક ડ્યું ડેટ માં આવે કે એના પહેલા કે પછી, તમારા માટે એટલીજ ખુશી ના પળ હશે. આ લેખને બીજી સ્ત્રીઓ સાથે શેર કરો કે જેનાથી તે લોકો પણ ડ્યું ડેટની મુશ્કેલીથી મુક્ત થઇ શકે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon