Link copied!
Sign in / Sign up
1
Shares

કેમ ડિલિવરી પછી ટોયલેટ જવું એક અસહજ અનુભવ છે?🤔😲

જો તમે વિચારો છો કે ગર્ભાવસ્થા નો સૌથી મુશ્કેલ ભાગ બાળક ને જન્મ આપવો છે, તો અમારી પાસે તમારા માટે એક મહત્વપૂર્ણ જાણકારી છે. મોટાભાગની સ્ત્રીયોએ માન્યું છે કે ડિલિવરી પછી પેહલી વાર ટોયલેટ જવું એમના માટે અસહજ અનુભવ હતો. શું તમે પણ આના માટે તૈયાર નથી, તો ચિંતા ના કરો, અમે તમને અમુક સૂચનો આપીશું જેને ધ્યાન માં રાખી તમે ટોયલેટ સીટ નો સામનો કરી શકો છો.

૧. ટોયલેટ જવામાં વાર ના કરો

ટોયલેટ જવાનું ટાળશો નહીં કારણકે વાર લગાડવાથી મેલ વધારે સખ્ત થશે જેનાથી તમને વધારે તકલીફ થશે. ઘણી હોસ્પિટલોમાં એવો નિયમ છે કે ડિલિવરી પછી પેહલી વાર ટોયલેટ ગયા વગર તમે હોસ્પિટલ માંથી રજા મેળવી શકતા નથી. અન્ય ઘણી સ્ત્રીયોએ માન્યું છે કે આ દરમિયાન હોસ્પિટલમાં રેહવું વધારે ઉચિત છે, આ નિયમ કરતા વધુ એક સૂચન છે.

૨. સ્ટૂલ સોફ્ટનર્સનો ઉપયોગ કરો

ડિલિવરી પછી સ્ટૂલ સોફ્ટનર લેવાનું શરૂ કરી દો જેનાથી તમારે કબ્જ ના થાય અને તમે સરળતાથી મેલ ત્યાગ કરી શકો, આનાથી તમારે ઘણી એવી મદદ મળશે.

૩. કેટલીક ખાવાની વસ્તુને ટાળો

જે ખાવાની વસ્તુ સરળતાથી નથી પચતી, તે ના ખાઓ, કારણકે આનાથી કબજિયાત ની સમસ્યા પેદા થાય છે. કબજિયાત ના કારણે આ પ્રક્રિયા તમને વધુ હેરાન કરી શકે છે. તેથી જે ખોરાક પછી જાય તેવી જ વસ્તુઓ ખાઓ.

૪. કેટલીક દવાઓ લો

તમને કેટલીક દવાઓની જરૂર પડી શકે છે જે તમે તમારા ડૉક્ટરની સલાહથી નજીકની કોઈ પણ દવા ની દુકાન થી મેળવી શકો છો. તમે આને એક પેડમાં મૂકી ઠંડુ કરી આનો ઉપયોગ કરી શકો છો, જેથી તમને રાહત મળશે. કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂર થી લેજો.

૫. ડોક્ટરને મળવામાં શરમાતા નહીં

જો ડિલિવરી પછી પેહલી વાર અથવા એક અઠવાડિયા સુધી ટોયલેટ જવામાં કોઈ તકલીફ થતી હોય તો ખચકાટ વગર ડોક્ટરને મળો અને યોગ્ય રીતે આ સમસ્યા દૂર કરો.

આ વાત સાચી છે કે ડિલિવરી પછી તમારે કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, આજના મેડિકલ સાયન્સ પાસે તમારા માટે બધા પ્રકારની સહાયતા અને સૂચનો છે, જે તરત તમારે તમારી સમસ્યાઓથી દૂર કરી દેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon