"કસમ તેરે પ્યાર કી"ફેમ શરદ મલ્હોત્રા સાથે પુજા બિષ્ટે બે વર્ષનો સંબંધ ટોડી નાખ્યો!!
બ્રેક અપ પછી પોતાના એક્સ નો દોષ નીકાળવો આમા કશુ નવુ નથી. અને પુજા બિષ્ટ પણ શરદ પર દોષ નાખે છે! પુજા પ્રમાણે શરદ તેને ધોકો આપી રહ્યોં હતો અને ખોટુ બોલી રહ્યોં હતો, તેણે તેને બે મહિના અંધારા માં રાખી અને બીજી કોઈ છોકરી ને મળતો હતો. શરદ મલ્હોત્રા નો આની પેહલા દિવ્યંકા ત્રીપાઠી સાથે પણ સંબંધ રહી ગયેલો છે, જે તેની સાથે કામ કરી રહી હતી. જોકે, તેમણે પછી બ્રેકઅપ કરી લીધુ હતુ!

પુજા એ જણાવ્યુ કે શરદ તેની સાથે છેલ્લા ૬ મહિના થી અલગ રીતે વર્તતો હતો, અચાનક જ તેને રસ ઓછો લાગવા લાગ્યો. પુજા એ વિચાર્યુ કે તે માત્ર કામ નાં તણાવ ને કારણે આવુ વર્તન કરે છે. તેને ખ્યાલ ન હતો કે શરદ સંબંધ તોડવા માગતો હતો. પુજા એ કહ્યુ કે તેણે કોઈ દિવસ શરદ નાં કામ માં દખલગીરી નથી કરી અને તેથી જ્યારે તેણે તે છોકરી વિશે પુછ્યુ જેને તે ૨ મહિના થી મળી રહ્યો હતો, શરદે જણાવ્યુ કે તેના મેનેજરે તેમને મીટીંગ ફિક્સ કરાવી છે અને તેઓ ઈનસ્ટાગ્રામ દ્વારા મળ્યા હતા, તેની પાસે કોઈ કારણ નહતુ ખોટુ બોલવાનું.

શરદ ની મમ્મી અને જ્યોતિષી આં બંને કારણો હતા શરદ નાં બ્રેકઅપ માટે, પુજા નાં જણાવ્યા પ્રમાણે શરદે બ્રેકઅપનાં દિવસે કહ્યું કે તેને બંને માં કોઈ કનેક્શન નથી દેખાતુ અને એ પણ કહ્યુ કે તેના જ્યોતિષીએ તેને સલાહ આપી છે પુજા ને છોડી દેવાની અથવા સારુ નહી થાય. વધારામાં, શરદે પુજાને એક મહિના પેહલા જ લગ્ન ની વાત કરી હતી, ત્યાં સુધી કે તેણે પુજા ની મમ્મીને પણ આ વિશે જણાવ્યુ હતુ.
