Link copied!
Sign in / Sign up
1
Shares

કરણ-બિપાશાની સેકન્ડ વેડિંગ એનીવર્સરી. આ સુંદર ગીફ્ટ આપી એકબીજાને❤️❣️

બંગાળી બ્યુટી બિપાશા બસુ અને કરણસિંહ ગ્રોવરના લગ્નને બે વર્ષ પૂરાં થયાં છે. આ તકે બિપાશાએ કરણ સિંહ ગ્રોવરને ગિફ્ટ આપી છે. બિપાશાએ પોતાના લગ્નના ફેરા ફરતાં હોય તેવો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે,’30 એપ્રિલ 2016-આપણા લગ્નનો દિવસ…એવું લાગી રહ્યું છે કે હજુ કાલ જ આપણા લગ્ન થયાં હોય પરંતુ તેને બે સુંદર વર્ષ થયાં છે. તને શોધવો એટલે કે પોતાને સમજવું. શું આ જ સાચો પ્રેમ છે..થેંક્યૂ માય લવ, હેપ્પી મોંકીવર્સરી…આઈ લવ યુ. હું પ્રોમિસ કરૂં છું હું આવતા વર્ષથી 28 એપ્રિલે જ સેલિબ્રેટ કરીશ. લોકો કન્ફ્યૂઝ થઈ જાય છે.’

કરણે શૅર કરી તસવીર

કરણ સિંહ ગ્રોવરે પણ પોતાના લગ્નની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતાં લખ્યું કે,’મને લાગે છે કે હું જ્યારે તને મળ્યો એ દિવસ મારી જિંદગીનો સૌથી ઉત્તમ દિવસ હતો. પણ જ્યારે આપણા લગ્ન થયાં ત્યારે મને અહેસાસ થયો કે મારી જિંદગીનો ખુશનુમા દિવસ આપણા લગ્ન છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે અને હું દરેક સવારે તને મારી બાજુમાં જોઉં છું ત્યારે દરેક દિવસ મારી જિંદગીનો બેસ્ટ ડે બને છે.’

અલોન’ના સેટ પર પ્રેમની શરૂઆત

નોંધનીય છે કે 2016માં 30 એપ્રિલના રોજ બિપાશા અને કરણ લગ્નના અતૂટ બંધનમાં બંધાયા હતાં. આ બન્નેના પ્રેમની શરૂઆત હોરર ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી.

કરણના ત્રીજા લગ્ન

બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોંધનીય છે કે બિપાશા સાથે લગ્ન કરતાં પહેલા કરણ બે લગ્ન કરી ચૂક્યો છે. જે વધું ચાલ્યાં નહોતાં. આ કરણના ત્રીજા લગ્ન છે.

બિપાશાએ શૅર કર્યો વીડિયો

બિપાશાએ પોતાના લગ્નના બે વર્ષની સફરને એક વીડિયો દ્વારા શૅર કરી હતી. જેમાં બન્નેના બેસ્ટ મોમેન્ટ્સ છે. તેણે લખ્યું છે કે,’એક વર્ષ વધું પસાર થઈ ગયું…તારી સાથે વિતાવેલી દરેક પળ માટે હું ભગવાનનો આભાર વ્યક્ત કરૂં છું. અને આપણા પ્રેમ માટે પણ જે એકબીજા માટે છે. આપણાં લગ્ન કાયદાકીય રીતે 28 એપ્રિલે જ કરી હતી પરંતુ દરેક માટે હું 30 એપ્રિલે થઈ હતી.’

પૂરાં કર્યા બે વર્ષ

નોંધનીય છે કે બિપાશાએ બે રીતે લગ્ન કર્યા હતાં. એક તો બંગાળી વિધિથી અને બીજી ખ્રિસ્તિ વિધિથી. બન્નેએ એકબીજાને થોડા સમય માટે ડેટ કર્યું અને પછી જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે બન્નેએ સફળતાપૂર્વક બે વર્ષ પણ પૂરાં કર્યાં છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon