Link copied!
Sign in / Sign up
6
Shares

કપરા સંજોગોમાં પતિને તરછોડશો નહીં! વાંચો આ સુંદર વાર્તા <3

એ સાચું છે કે જીવનમાં આર્થિક તંગીને કારણે રોમાન્સ ભૂલાઇ જઇ શકે છે, પણ તેને સ્થિર રાખવાનું કામ મુખ્યત્વે ગૃહિણી કરી શકે છે. એ તો ઘરની ધરી છે. અહીં અપાયેલ કેટલાક સૂચનોને અપનાવી તમે આર્થિક અભાવ વચ્ચે પણ એકમેક પ્રત્યેનો પ્રેમ સદાબહાર રાખી શકો છો

મોટા ભાગના પરિવારોમાં પૈસાની તંગીને કારણે ચડભડ થતી રહેતી હોય છે. ચડભડ થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી હોતો પણ જ્યારે ઝઘડો રોજનો થઈ જાય ત્યારે સાચે જ તે ચિંતાનો વિષય બની શકે છે. પતિ-પત્ની વચ્ચેની તકરારની અસર તેમના પ્રેમ ઉપર પણ પડે છે. એકમેક પ્રત્યે જો પ્રેમ ન હોય, હંમેશાં માનસિક તાણ રહેતી હોય તો તેની અસર સ્વાસ્થ્ય અને કામ ઉપર પડતી હોય છે. આજે આ મોંઘવારીના જમાનામાં આર્થિક તંગીનો સામનો તો ઘણા પરિવારોને કરવો પડતો હોય છે પણ તેમાંના ઘણાં કુટુંબો આંતરિક સૂઝબૂઝને કારણે પરિસ્થિતિ સંભાળી લે છે જ્યારે ઘણાં કુટુંબો તૂટી જાય છે.લીના અને મનોજનો દાખલો લઈએ. તેમનાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. બે નાનાં બાળકો છે. મનોજ એક સરકારી અધિકારી છે. પણ તેમના ઘરે રોજ ઝઘડા થતા હોય છે અને તેમની વચ્ચે થતી બૂમાબૂમ પડોશીઓને પણ સંભળાતી હોય છે. લીના એક વેપારીની દીકરી છે અને સમજ્યા વિચાર્યા વગર ખર્ચ કરવાની તેને ટેવ છે. તેનું કહેવું છે કે આજકાલ સ્કૂલોની ફી ખૂબ જ વધી ગઈ છે. શિક્ષકો પણ ટયૂશન ફી ખૂબ જ માંગે છે. એટલે પગારનો મોટો ભાગ તો બાળકોના ભણવા પાછળ જ ખર્ચાઈ જાય છે. મનોજનું માનવું છે કે બાળકોને ભણાવવા ખૂબ જ જરૃરી છે જ પણ કેટલાક ખર્ચા બચાવી શકાય છે. જેમ કે ટયૂશન કરાવવાને બદલે પત્ની જ બાળકોને ભણાવી શકે છે. પણ પત્ની તો પૈસા બચાવવાને બદલે ચાલીને જઈ શકાય તેટલું દૂર હોય તો પણ ઓટોરિક્ષા કરે છે.

રોજેરોજના આવા ઝઘડાને કારણે મનોજને લોહીનું ઊંચું દબાણ રહે છે. બન્ને જણાં કહે છે કે હવે તેમની વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. રંજના જો કોઈના ઘરે ગાડી અથવા એરકંડિશનર આવ્યું છે એવું સાંભળે તો તે પોતાના પતિને મહેણાં મારવાનું શરૃ કરી દે છે. ઘણીવાર તે કહેતી હોય છે કે તેણે કેવા કંજૂસ જોડે લગ્ન કર્યા છે! જોકે દર મહિને તે બ્યૂટિપાર્લર અને સાડી ખરીદવા પાછળ ઘણા પૈસા ખર્ચતી હોય છે. આવી રોજની કચકચના પરિણામે કોઈ પણ સમારંભ કે પાર્ટીમાં તેનો પતિ એકલો જ જાય છે. બન્નેનું કહેવું છે કે તેમની વચ્ચેનો પ્રેમ સમાપ્ત થઈ ગયો છે.કિરણનો પતિ એક સામાન્ય હોદ્દા ઉપર છે. પણ આખી કોલોની માટે તેઓ એક આદર્શ પતિ-પત્ની છે. કિરણનાં સાસુ-સસરા પણ તેમની જોડે જ રહે છે. બન્ને બાળકો પણ ભણે છે. પણ કિરણ પોતાના ઘરસંસારને વ્યવસ્થિત રીતે ચલાવે છે. સામાન્ય પગારમાં ઘર ચલાવતાં તેને બહુ જ સારી રીતે આવડે છે. તે બીજા પાસે પોતાના આર્થિક અભાવનું ગાણું ક્યારેય નથી ગાતી. સાંજે તે અંબોડામાં ફૂલ નાખીને પતિ જોડે પાસેના બગીચામાં ફરતી હોય છે. બન્નેના ચહેરા ઉપર સંતોષના ભાવો છલકાતા હોય છે. હવે મુખ્ય સવાલ એ છે કે શું લીના અને રંજનાની જેમ હંમેશાં પૈસાનું ગાણું ગાતાં રહેવું જોઈએ કે પછી વિપરીત સંજોગો અને ઓછા પૈસા હોય તો પણ એકબીજા પ્રત્યે પ્રેમ દાખવવો જોઈએ. એ સાચું છે કે ઘરની દરેક જરૃરિયાતો માટે પૈસા જરૃરી છે પણ શું પ્રેમની સામે પૈસાનું મહત્ત્વ ગૌણ ન ગણવું જોઈએ? જેમ કે ફિલ્મ ‘રોટી કપડાં ઔર મકાન’માં નાયકને નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવે છે તે જ વખતે ધીમો ધીમો વરસાદ વરસવો શરૃ થઈ જાય છે. વાતાવરણ રોમાન્ટિક હોય છે અને નાયિકા ગાય છે ‘તેરી દો ટકિયાં કી નૌકરી, મેરા લાખો કા સાવન જાય.’ અર્થાત્ પ્યારની મસ્તી એટલી હોય છે કે નાયિકાને નાયકનું નોકરી માટે જવું પણ ગમતું નથી.

અહીં કહેવાનો અર્થ એવો છે કે પતિ-પત્ની લગ્ન પહેલાં જ્યારે પ્રેમીપ્રેમિકાના રૃપમાં મળતા હોય છે ત્યારે તેમની આંખોમાં એકબીજા પ્રત્યે પ્રેમ છલકાતો હોય છે. વાતાવરણ ગમે તેવું હોય તેઓ તો એકબીજાનો સાથે જ ઝંખતા હોય છે. લગ્ન પછી ઘર ચલાવવાનો આર્થિક ભાર અસહ્ય બની જાય છે. પછી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપની ઝડી વરસે છે. પછી આ બોલાચાલી ઘણા પરિવારોમાં રોજની આદત બને છે અને રોમાન્સ હવામાં ચાલ્યો જાય છે. એ સાચું છે કે જિંદગીમાં આર્થિક તંગીને કારણે રોમાન્સ ભૂલાઈ જઈ શકે છે. પણ તેને સ્થિર રાખવાનું કામ મુખ્યત્વે ગૃહિણી કરી શકે છે. એ તો ઘરની ધરી છે. અહીં કેટલાંક સૂચનો આપીએ છીએ જેને અપનાવીને તમે આર્થિક અભાવ વચ્ચે પણ એકમેક પ્રત્યેનો પ્રેમ સદાબહાર રાખી શકો છોઃ ‘આઈ લવ યુ’ કહેવું દરરોજ કોઈ ને કોઈ બહાને એકમેક પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો ‘આઈ લવ યુ’ કહેવામાં કંજૂસાઈ ન કરવી. ક્યારેક ક્યારેક એકાદ ફૂલ કે બુકે આપી ‘આઈ લવ યુ’ કહેવું. એકબીજા જોડે મીઠી મસ્તી કરવી ઃ પતિ સૂઈ રહ્યો હોય ત્યારે ‘મોર્િંનગ ટી’ આપતાં પહેલાં એક મગ સુગંધિત પાણી પતિ ઉપર છાંટવું. ક્યારેક સૂતેલા પતિના ચહેરા ઉપર લિપસ્ટિકથી ચિત્રકામ કરવું. આવી જ રીતે પતિએ પણ પત્ની જોડે પ્રેમભરી છેડછાડ કરવી. ગિફટ ગમે ત્યારે એકમેકને કોઈ પણ અવસર વગર પણ ગિફટ આપવી. ગિફટ મોંઘી જ હોય તેવું જરૃરી નથી. પતિ પોતાની પત્નીને બંગડી, ચાંલ્લા વગેરે લાવીને આપી શકે છે. આ રીતે પત્ની પતિ માટે ડિઓડરેંટ લાવી શકે છે. દર મહિને લગ્ન દિવસ ઊજવવોઃ દર મહિને લગ્નની વર્ષગાંઠ મનાવવી. કોઈ સોંઘી હોટલમાં લંચ કે ડિનર લેવું. આ શક્ય ન હોય તો માત્ર ચા પણ પી શકાય. પોતાના પલંગ ઉપર નવી ચાદર પાથરી પોતાના ઓરડાને સુગંધિત પણ બનાવી શકાય. તૈયાર થઈને સાથે ફરવા જવું ઃ ક્યારેક અવસર વગર સરસ રીતે તૈયાર થઈને સાથે ફરવા જવું. ફોટા પડાવવા દર મહિને લગ્નના દિવસે પોતાના ફોટા પડાવવા. આ ફોટા હંમેશાં એકબીજા પ્રત્યેનો સંતોષ પ્રદર્શિત કરશે. આ ફોટાને પછી આલબમમાં મૂકવા. ઉજવણી કરો ઉજવણી માટે પ્રસંગ શોધવા જવાની જરૃર નથી. એ તો આપણી આજુબાજુથી ગમે ત્યારે મળી શકે છે. જેમ કે બાળકોને પરીક્ષામાં સારા ગુણ મળે કે પતિને ઇન્ક્રિમેન્ટ મળે અથવા ઇનડોર ગેમમાં કોઈ જીતી જાય. બસ તે દિવસે તમારી સુંદર ક્રોકરી વાપરી કેંડલલાઈટ ડિનર કરી શકાય છે. હોબી વહેંચો ઃ એકબીજાના શોખ જેવા કે શતરંજ, પત્તા વગેરેમાં આનંદપૂર્વક ભાગ લો. ક્યારેક બાળકો જોડે તો ક્યારેક પતિ-પત્નીએ સાથે રમવું. આપસના પ્રેમ માટે સાથે રમવું આવશ્યક છે. સાથે સંગીત સાંભળો અથવા બગીચામાં કામ કરો. ક્યારેક મિત્રોને આમંત્રણ આપો ઃ તમારા મિત્રોને જમવા બોલાવો. આ શક્ય ન હોય તો ચા પીવા બોલાવો. જોક સંભળાવો ઃ ક્યારેક પતિ તો ક્યારેક પત્નીએ કોઈ જોક યાદ કરી ડાઇનિંગ ટેબલ ઉપર જમતી વખતે કહેવો. ઉપર આપેલાં સૂચનો સિવાય પણ એવી ઘણી રીતો છે જેને આપનાવવાથી દંપતી આર્થિક તંગી હોવા છતાં ખુશ રહી શકે છે. ક્યારેય બીજાની પાસે તમારી આર્થિક તંગીનાં રોદણાં રોવા નહીં. તમારી પાસે શું છે તે ન જુઓ પણ બીજા પાસે શું નથી તે જુઓ. આવું કરવાથી તમને માનસિક શાંતિ મળશે. તમારા વિચારોને સકારાત્મક બનાવો. ખરાબ દિવસ પછી સારા દિવસો પણ આવશે. આના માટે એકબીજાનો સાથ જરૃરી છે અને જરૃરી છે કે પ્રેમ અદૃશ્ય ન થઈ જાય.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon