Link copied!
Sign in / Sign up
3
Shares

કમળ જન્મ / લોટસ બર્થ શું હોય છે ? જાણો આ અનોખી જન્મ વિધિ ને😍😍

લોટસ બર્થ એ એવી પ્રક્રિયા છે

જેમાં મહિલાઓ ની ગર્ભનાળ ને કાપ્યા કે અડ્યા વગર બાળકને બહાર નીકાળવામાં આવે છે .ગર્ભનાળ શિશુ ની નાભિ સાથે જોડાયેલી હોય છે .અને ૩ થી ૧૦ દિવસ બાદ એ તેની જાતે જ સુકાઈ ને ખરી જાય છે .તેના નીકળ્યા બાદ શિશુ ને લુછી લેવામાં આવે છે .

લોટસ બર્થ/કમળ જન્મ એવું નામ એટલે કહેવામાં આવે છે કારણકે કમળ અને ગર્ભનાળ માં ઘણી સમાનતા જોવા મળે છે .ગર્ભનાળ પણ કમળ ના પાન જેમ જ લચીલું અને મજબૂત હોય છે .આજકાલ ઘણી મહિલાઓ આ પ્રક્રિયા દ્વારા શિશુ ને જન્મ દેવા લાગી છે.

 

◇લોટસ બર્થ કેવીરીતે થાય છે ?

જયારે શિશુ નો જન્મ થાય છે ત્યારે ગર્ભનાળ ને શરીર થી ઉપર જ રાખવામાં આવે છે .એટલે બધા જરૂરી પોષણ તત્વો , હોર્મોન્સ ,અને રક્ત માતા અને શિશુ સુધી પહોંચી શકે . શિશુ ના જન્મ ના થોડા કલાકો બાદ માતા અને નવજાત વચ્ચે સંબંધ બનાવવા માટે ગર્ભનાળ ને મુલાયમ કપડાં લપેટી ને અથવા કાચ ના ડબ્બા માં રાખવા માં આવે છે .

ત્યારબાદ ગર્ભનાળ ને સાફ કરી લેવા માં આવે છે જો તેમા કોઈ લોહી ની ગાંઠ હોય તો તેમાંથી નિકાળી દેવામાં આવે છે .આ બધુ પુરુ થયા બાદ ગર્ભનાળ ને સંભાળી ને સ્વચ્છ કપડા માં રાખી દેવામાં આવે છે .

ગર્ભનાળ ને લાંબા સમય સુધી જીવિત રાખવા માટે તુલસી ,લેવેંડર,રોઝમેરી જેવી જડીબુટ્ટીઓ ને પીસી ને બનાવેલા મિશ્રણ માં રાખવા માં આવે છે .આ મિશ્રણને ગર્ભનાળ ની સાથે જ રાખવા મા આવે છે અને તેના ઉપર સમુદ્રી મીઠું લગાડવા મા આવે છે .જે ગર્ભનાળ માંથી આવતી વાસ ને રોકે છે અને તેને સુકાવા થી બચાવે છે.

ઘણા લોકો નુ માનવુ છે કે ,પ્રસુતિ પછી ગર્ભનાળ ને ઢાંકી ને રાખવા થી તે તેની જાતે જ સુકાઈ ને ખરી જાય છે .જેના થી નાભિ પણ ખરાબ નથી થતી .જે મહિલાઓ ગર્ભનાળ ને કપાવ્યા વગર તેને પ્રાકૃતિક રૂપે ખરવા દેય છે .તે માતા અને શિશુ વચ્ચે અતુટ અને અસીમ પ્રેમ નો સંબંધ બંધાય જાય છે .

ડોક્ટર સારાહ બકલે ,જેમણે જેન્ટલ બર્થ નામની પુસ્તક લખી છે .જે લોટસ બર્થ ને સમર્થન આપે છે ,તેમનું કહેવુ છે કે ,આ પ્રકારની પ્રસુતિ થી માતા અને શિશુ વચ્ચે લાંબા સમય સુધી સંપર્ક બનેલો રહે છે .આ હોસ્પિટલમાં નર્સ , ડોક્ટર અને બીજા કર્મચારીઓ ને અડવાથી દુર રાખે છે .

◇ કમળ જન્મ /લોટસ જન્મ ના લાભ

(૧) આ પ્રક્રિયા થી થતા જન્મ માં શિશુ ને ઓક્સિજન પર્યાપ્ત માત્રા મા મળતુ રહે છે .માતાનુ ઓક્સિજન થી ભરપુર લોહી શિશુને મળે છે .અને મદદ પ્રદાન કરે છે .

(૨) શિશુને માતા દ્વારા ૪૦ થી ૬૦ મિલીલીટર વધુ પ્રમાણમાં રક્ત મળે છે .

(૩) આ રીતે જન્મ લેતા બાળકો અલ્પ વજન નો શીકાર નથી બનતા અને સ્તનપાન દરમિયાન થતી કમળા ની બીમારી ઓછી થાય છે .

(૪) આવા બાળકો ખુશહાલ ,હસમુખ ,અને શાંતિ પૂર્વક તેની માતા અને બીજા સાથે સમય વ્યતીત કરે છે .

ડોક્ટરો એ ગર્ભનાળ /પ્લેસેંટા ને કાપ્યા વગર બાળક ને જન્મ દેવડાવતી વખતે સાવધાની રાખવી જોઈએ કારણકે ગર્ભનાળ મહિલાઓ ના શરીર ની મૃત કોશિકાઓ હોય છે .અને તેને બરાબર સંભાળવા માં ન આવે તો શિશુને સંક્રમણ થવાની શક્યતા હોય છે .

આ ફક્ત ગર્ભનાળ ને જ નહિ ,પરંતુ દરેક વસ્તુ ઉપર લાગુ પડે છે .જેવું કે વસ્તુઓ ,મુદ્દાઓ ,અને લોકોની ભાવના ઓ ને પણ સંભાળી ને રાખવા જોઈએ નહીંતો તેમની કોમળતા પણ તૂટી જાય છે .

આ પોસ્ટ ને વધારે ને વધારે મહિલાઓને ને જણાવો અને લાઈક કરવાનું નહીં ભુલતા .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon