Link copied!
Sign in / Sign up
4
Shares

જ્યારે બાળકની સાથે ગર્ભમાં આવુ થાય છે ત્યારે તે કિક મારે છે

મોટા ભાગ ની ગર્ભવતી મહિલાઓ નાં ચોથા અથવા પાંચમાં મહીના માં બાળક અંદર કિક મારવનું શરુ કરી દે છે. બાળકનું પેહલી વાર ગર્ભમાં કિક મારવાનો અનુભવ ગર્ભવતી ને માતૃત્વ નો એહસાસ કરાવાનો શરુ કરી દે છે.પરંતુ એ વાત પર ઘણા ઓછા લોકોનું ધ્યાન જાય છે કે ગર્ભ માં બાળક કેવી રીતે, ક્યારે અને કેમ કિક મારે છે. પરંતુ અમુક લોકો નાં મન માં આ સવાલ આવે પણ છે કે આખરે ગર્ભ માં બાળક કિક કેમ મારી રહ્યું છે. તો આજે અમે તમને કહીશુ કે આખરે કયા કયા કારણોસર બાળક ગર્ભમાં કિક મારે છે.

 તે ગર્ભથી પ્રતીક્રીયા આપે છે 

એવુ કેહવામાં આવે છે કે બાળકનું ગર્ભ માં કિક મારવી એ તેના સારા સ્વાસ્થ્ય ની નિશાની છે. આનાથી ખબર પડે છે કે તમારુ બાળક અંદર સક્રિય છે. આની સિવાય તમારુ બાળક કિક નાં માધ્યમ થી બહાર થતી ક્રિયા પર પોતાની પ્રતિક્રિયા આપે છે.

ડાબી બાજુ પર બાળક કિક મારે છે

આની સિવાય જ્યારે ગર્ભવતી મહિલા ડાબી બાજુ વળાંક લે છે ત્યારે બાળક કિક મારવાનું શરુ કરી દે છે. એવુ એટલા માટે થાય છે કેમકે જ્યારે માતા ડાબી બાજુ વળાંક માં સુવે છે ત્યારે ગર્ભમાં બ્લડ સ્પલાઈ વધી જાય છે જે કારણે બાળક સક્રિય વધારે થઈ જાય છે.

આ છે કિક મારવાનો સમય

જ્યારે બાળકનાં નવ અઠવાડીયા ગર્ભમાં પુરા થઈ જાય છે તો એ કિક મારવાનું શરુ કરી દે છે. જે મહિલાઓ બીજી વાર પ્રેગ્નેંટ થાય છે તો તેમને ગર્ભમાં બાળક ૧૩ અઠવાડીયા પિરા થતા જ કિક મારવાનું શરુ કરી દે છે.

નબળુ બાળક કિક નથી મારતુ

જો તમને લાગે કે તમારા બાળકએ ગર્ભમાં કિક મારવાનું બંધ કરી દીધુ છે તો આ ચિંતા નો વિષય હોય શકે છે. એનો અર્થ થઈ શકે છે કે તમારુ બાળક નબળુ છે અથવા તેને પુરતા પ્રમાણ માં ઓક્સિજન નથી મળી રહ્યું.

જ્યારે ઓછી કિક મારવા લાગે છે

જ્યારે તમારી ગર્ભાવસ્થા નાં ૨૮ અઠવાડીયા પુરા થઈ જાય છે તો બાળક કેટલી વાર કિક મારી રહ્યું છે તેને ગણવા માટે કહે છે. જો તમારુ બાળક ગર્ભ માં કિક નથી મારી રહ્યું તો અથવા તો ઓછી કિક મારી રહ્યુ છે તો તેનો મતલબ એ પણ છે કે તેની પાસે ઓક્સીજન સ્પલાઈ સારી રીતે નથી મળી રહ્યું. જો ખાધા પછી પણ જો બાળક લાત નથી મારી રહ્યું તો એક ગ્લાસ પાણી પીવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon