Link copied!
Sign in / Sign up
0
Shares

જ્યારે તમે ગર્ભાવસ્થામાં માંદા પડો છો ત્યારે તમારા બાળક પર શું અસર થાય છે ?

ગર્ભાશયમાં ઉછરી રહેલા ગર્ભ માટે માતાની તંદુરસ્તી પણ ઘણી જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો ગર્ભાવસ્થા દરમિયાન માતા બીમાર હોય, તો બની શકે કે તેના આવનાર બાળકની તંદુરસ્તી પર પણ અસર પડે.

ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં તાવ આવતો હોય છે. આ તેમના આવનાર બાળક માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તેમ છતાં, તમે તાત્કાલિક પણે શરીરનું તાપમાન ઘટાડીને ખતરો ઓછો કરી શકો છો.

સૌથી પહેલા તમારે તમારા શરીરનું તાપમાન ચેક કરવું જોઈએ. જો તાપમાન ૧૦૦.૪ ડિગ્રી ફેરનહિટથી વધુ હોય, તો તમને તાવ છે એમ માનવું.

તમારા બાળકને કઈ રીતે અસર કરે છે?

તમારું બાળક સતત ગર્ભમાં વૃધ્ધિ પામતું હોય છે અને તે વૃધ્ધિનું એક ચોક્કસ માળખું અનુસરે છે. તમારું માંદા પડવું એ તેના સામાન્ય વૃધ્ધિ અને વિકાસને અટકાવે છે.

નાના અવયવો, અંગો, રક્તવાહિનીઓ અને શરીરના બીજા ભાગો એક ચોક્કસ પધ્ધતિથી યોગ્ય સમયે વૃધ્ધિ પામે છે. તેમની વૃધ્ધિ તે કેટલા પ્રમાણમા પ્રોટીનના અણૂઓનો ઉપભોગ કરે છે તેના પર રહેલો છે.

જો તમારા શરીરના તાપમાનમાં સહેજ વધારો થાય, અને જો તે ૯૮.૬ ડિગ્રીથી ૧૦૦.૪ ડિગ્રી પણ જતું રહે, તો તે પ્રોટીનની કામગીરીને અસ્તવ્યસ્ત કરી દે છે. વધારામાં,તે કસુવાવડ કે જન્મ ખોડખાપણ ના ખતરાની શક્યતા વધારી દે છે.

અભ્યાસ દાવો કરે છે કે જો તમને પહેલા ત્રણ મહિનામાં તાવ આવે તો તે બાળકના જન્મથી જ ખોડખાપણની શક્યતા વધી જાય છે જેવી કે, બે ભાગમાં વહેચાયેલું તાળવું, ન્યૂરલ ટ્યુબ, હ્રદયની ખામીઓ. જો કે અભ્યાસ કેમ અને શા માટે માતાને તાવ આવ્યોએ જોતું નથી. પણ આપણને કયા કારણે તાવ આવ્યો છે કે તે ઇન્ફેકશન છે અને તાવ તેનું માત્ર એક લક્ષણ છે તેની સાથે નિસ્બત રાખવી પડે છે.

તમારા બાળકની તંદુરસ્તી ખાતર પણ તમારે સલામત રહેવું જરૂરી છે. તમારે તમારી આસપાસ અને પોતાનામાં સારી રીતે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે જેથી કરીને તમને ઇન્ફેકશન લાગવાની શક્યતા ઓછી થઈ જાય.

જ્યારે પણ કોઈ ગંદી વસ્તુને અડકો ત્યારે તમારા હાથ સાફ કરો. જે લોકો માંદા હોય તેમનાથી દૂર રાખો કેમ કે તેઓ જંતુ અને ઇન્ફેકશન તમારામાં સંભાવિત રીતે વાહન કરી શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon