Link copied!
Sign in / Sign up
0
Shares

જ્યારે તમારુ બાળક ચાલતા શીખે છે!

બાળકો જ્યારે જન્મે છે તો માતા-પિતા તેમને જલ્દી મોટા થાય તેવી ઈચ્છા રાખે છે. તેનુ પડખુ લેવુ, પલટાવવુ, બેસવુ, ઉભા થવુ જેવી એક એક હરકતોને માતા-પિતા એ રીતે જુએ છે જાણે કે આવુ કાર્ય દુનિયામાં કોઈએ કર્યુ જ ન હોય.

જો તમારા ઘરમાં સીડીઓ છે તો થોડીક લાપરવાહીથી તમારુ બાળક કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ શકે છે. આવો જાણીએ કંઈ કંઈ સાવધાની રાખશો.

- બાળક ચાલતા શીખે તો હંમેશા સીડી તરફ જવાનો રસ્તો બંધ રાખો, જો દરવાજો ન હોય તો એવી કોઈ વસ્તુ મુકી દો જેને બાળક ઓળંગી ન શકે કે ન તો તેને ધક્કો મારીને સરકાવી શકે.

-ધારદાર વસ્તુઓજ જેવી કે ચપ્પુ, કાતર બાળકોની પહોંચથી દૂર રાખો.

- ગેસનુ બટન હંમેશા કામ થયા પછી તરત જ બંધ કરી દો.

- એસિડ, ફિનાઈલ કોઈપણ રીતે નુકશાન પહોંચાડનારી લિકવિડ વસ્તુઓને બાળકોની પહોંચથી દૂર રાખો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon