Link copied!
Sign in / Sign up
0
Shares

જ્યારે પદ્માવતી ને બધા શહેરોએ ધુત્કારી ત્યારે આવ્યા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી એ એલાન કર્યું છે કે જો બધા શહેરો એ પદ્માવતી ફિલ્મ દેખાડવાની ના પાડી તો એમનું બંગાળ તો એને બતાવશેજ. મમતા એ પોતાની વાતોમાં જણાવ્યું છે કે પદ્માવતી નું પ્રીમિયર કલકતામા રાખવાની તેમની ઈચ્છા છે. તેમને કહીંયુ કે પદ્માવતીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને તેમની પુરી ટીમ ને ખુલા હાથ કરીને તેમના શહેરમાં સ્વાગત કરે છે અને તેમની સુવિધા માટે સ્પેશ્યલ તૈયારીઓ પણ કરશે.

 
પદ્મવતી ફિલ્મને લીઘે રાજકીય પક્ષોમાં ચદશા-ચદશી વધતી જ જાય છે. મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે. જો સેનસરમા પાસ થશે તો પણ ફિલ્મ તેમના શહેરમાં રિલીઝ કરવા માં આવશે નહિ. પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પણ કહ્યું છે કે ઇતિહાસ સાથે ના વાંધા-વચકા તે જરાય સહન નહી કરે.

આ ફિલ્મને રોકવાનું ત્યારે શરુ થયું જયારે લોકો એ એ કહેવાનું શરુ કર્યું કે અલાઉદ્દીન ખીલજી (રણવીર સિંહ) અને પદ્માવતી (દીપિકા પાદુકોણ) સપના માં એક બીજા ની નજદીક આવે છે તેવો સીન છે.આ સીન ની વાત તો દૂર રહી,પણ આખા પીચર માં દીપિકા અને રણવીરનો એક સાથે એક પણ સીન નથી.

આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. અત્યારે રિલીઝ થવામાં ખુબજ મુસીબતો આવી રહી છે અને અમે આશા કરીએ આ મુશ્કેલીઓ જલ્દીથી ટળી જાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon