Link copied!
Sign in / Sign up
1
Shares

જ્યારે માં બીમાર હોય છે ત્યારે સ્તનપાન કરાવું સારું છે કે ખરાબ?

એક બાળક માટે માં નું દૂધ અમૃત માનવામાં આવે છે કારણકે માં નું દૂધ ખાલી બાળક ને બીમારી થીજ નથી બચાવતું પણ એમને તાકાતવર પણ બનાવે છે. માં ના દૂધ થીજ બાળક નો બરાબર વિકાસ થાય છે, પણ શું થાય જો માં બીમાર પડી જાય તો? માં જ્યારે બીમાર પડે ત્યારે એને એના બાળક ની જ ચિંતા થતી હોય છે કારણકે બાળક નો બધી રીતે આધાર એમની માં ના દૂધ પર જ હોય છે અને આવામાં માં ને જો શરદી-ખાસી અને તાવ આવી જાય તો આ બાળક માટે પણ જોખમી બની શકે છે. પણ જો વિશેષજ્ઞો ની વાત માનવામાં આવે તો શરદી-ખાસી કા તો તાવ જેવી સામાન્ય તકલીફો મા માં ના દૂધ નો બાળક પર કોઈ અસર થતો નથી પણ આ સમયે લેવામાં આવનારી દવાઓ માં ના દૂધમા ભેડવાઈ ને બાળક સુધી પોહચી શકે છે જે કદાચ બાળક પર અસર કરી શકે. એટલે આવા સમયે માં ને અમુક વાતો નું ધ્યાન રાખવું જોઈએ અને આજે આ બ્લોગ ના માધ્યમ થી અમે આવી જ ઘણી વાતો ના વિશે તમને જણાવવા માંગ્યે છે.

પેહલા કરો થોડા ઘરઘત્તા ઉપચારો

જો તમને તાવ જેવું લાગતું હોય તો જરૂરી નથી કે તરત જ દવાઓ નું સેવન કરવા લાગો કારણકે આવું કરવાથી ખાલી તમને નુકસાન જ નઈ થાય પણ તમારા બાળક માટે પણ આ વસ્તુ હાનિકારક બની શકે છે. એટલા માટેજ જો હળવો તાવ હોય તો પેહલા અમુક ઘરઘત્તા ઉપાયો કરો જેવી રીતે - ગરમ ગરમ વસ્તુઓ ખાઓ, ગરમ પાણી ની વરાળ લો, કાઢો પીવો અથવા અન્ય પ્રાકૃતિક વસ્તુઓ થી કા બા-નાનીમા ના ઘરઘત્તા નુસ્ખાઓ નો પ્રયોગ કરો, પણ યાદ રાખજો કે જેવું તેવું ના ખાતા જેનાથી તમને એલર્જી હોય, એવું કરવાથી વાત બનવા ના બદલે બગડી શકે છે.

ડૉક્ટર સાથે ચોક્કસ વાત કરો

તમે વધારમ-વધારે એક કા તો બે દિવસ ની રાહ જૂઓ અને ઘર ના નુસ્ખાઓ અજમાવો પણ જો બે દિવસ થી વધારે તાવ છે તો વાર ના કરસો ને ડૉક્ટર ને જરૂર થી મળજો. આના સિવાય તમે ધ્યાન રાખજો કે પોતાની જાતે કોઈ દવાઓ ના લેતા કારણકે આવું કરવાથી તમારા બાળક પર આની સીધી અસર થઈ શકે છે તમારા બાળક ને તકલીફ પડી શકે છે. જ્યારે તમે ડૉક્ટર ને મળો ત્યારે એમને આ જણાવજો કે તમારું બાળક તમારા દૂધ નું સેવન કરે છે જેના લીધે ડોક્ટર તમને એના આધારે તમને દવાઓ લખી આપે.

જો તમે ઈચ્છતા હોવ કે તમારી બીમારી તમારા બાળક ને બીમાર ના કરે તો નીચે આપેલી માહિતીઓ નું જરૂર ધ્યાન રાખજો -

સફાઈ નું રાખો ધ્યાન

જો તમને શરદી-ખાસી અથવા તાવ હોય તો એ શક્ય નથી કે તમે તમારા બાળક ને ના અડકો કા તો એમના થી દૂર રહો. તમે એક માં છો અને બાળક પોતાની માં થી દૂર નથી રહી શકતું એટલા માટે તમારા બાળક ને અડકતી વખતે અમુક વાતો નું ચોક્કસ ધ્યાન રાખો. તમે જ્યારે પણ તમારા બાળક ને અડકો તો એનાથી પેહલા તમારા હાથ ચોક્કસ ધોઈ લો કા તો તમારા હાથ ને સેનીતિઝર થી જરૂર ચોખ્ખા કરો કારણકે બાળક ને ચેપ જલ્દી લાગી જાય છે એટલા માટે એમને ચેપથી બચાવવા માટે સફાઈ નું ખાસ ધ્યાન રાખો.

કિસ કરવાથી બચો

માં અને બાળક નો સંબંધ સૌથી કિંમતી હોય છે અને બધી માં એમના બાળક ને પ્રેમ-વહાલ કરવાનું ઈચ્છતી હોય છે. પણ માં ને જ્યારે તાવ કા તો શરદી-ખાસી હોય તો એ સમયે પોતાના બાળક ને કિસ કરવાથી કા તો એમની વધારે નજીક જવાથી પોતાને રોકો કારણકે બાળક ખૂબ જ કોમળ હોય છે અને તરત જ ચેપ લાગી શકે છે એટલા માટેજ જેટલું બની શકે એટલું પોતાને રોકો અને સાવચેત રહો.

હમેશા રૂમાલ સાથે રાખો

શરદી-ખાસી કા તો તાવ થવાથી આખો સમય તમે તમારી પાસે રૂમાલ રાખો અને જ્યારે પણ તમને છિંક અથવા તો ખાસી આવે તો રૂમાલ વડે પોતાના મોઢા ને ઢાંકી દો. દરવખતે યાદ રાખજો કે ભૂલ થી તમારા બાળક સામે ખાસી ના ખાવ કારણકે આવું કરવાથી તમારા બાળક ને ચેપ અથવા શરદી - ખાસી કા તો તાવ થઈ શકે છે કારણકે સૌથી વધારે સંક્રમણ નાક કા તો મોઢા માંથી પ્રસરતું હોય છે એટલા માટે જ આ વાત નું ચોક્કસ ધ્યાન રાખજો.

માં અને બાળક નો સંબંધ ખૂબ જ કિંમતી હોય છે આને દરેક માં પોતાના બાળક પર એક પણ આંચ નથી આવા દેતી એટલા માટે જ આખો સમય એમની સુરક્ષા કરતી હોય છે. પણ બાળક સાથે માં એ પોતાનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે. પોતાની સેહત નું ધ્યાન રાખો અને પોતાના બાળક ને પણ સ્વસ્થ રાખો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon