Link copied!
Sign in / Sign up
3
Shares

જુના કપડાં ને નવા દેખાડવાની જાદુઈ રીત

કપડાં કોઈપણ માણસ નું વ્યક્તિત્વ દર્શાવતો અરીસો છે. લોકો ગમે ત્યાં જાય તેમના કપડાં તેમના વિષે ઘણું બધું કહે છે, એટલા માટે બધા લોકો મોંઘા અને ફેશનેબલ કપડાં ખરીદે છે કારણકે આજના ફેશન યુગ માં કપડાને સાચવવા અને જાળવવા જરૂરી છે. પણ ક્યારેક દરરોજ પહેરતા કપડાં જાળવી રાખી શકતા નથી, આથી સસ્તા તો ઠીક પણ મોંઘા કપડાં પણ જલ્દીથી ખરાબ થઈ જાય છે.એટલા માટે અમે અમુક રીત બતાવવીએ છીએ જેથી તમારા કપડાં લાંબા સમય સુધી સારા, સાફ-સુથરા રહેશે! એ માટે ખુબ મેહનત કરવાની પણ જરુર નથી, બસ થોડી વાતનું ધ્યાન રાખો-

1. કપડાં વ્યવસ્થિત રાખવાનો નિત્યક્રમ

સૌ પ્રથમ, તમારા પતિ અને બાળકોના કપડાં આપણા કબાટમાં સરખી રીતે સાચવીને રાખો. રોજ ઘરમાં પહેરવાના કપડાં એક તરફ અને પ્રસંગોમાં પહેરી જવાના કપડાં એક તરફ રાખો-- જો તમારા કબાટમાં જગ્યા ઓછી હોય તો તમે કપડાં રાખવા માટે થેલો પણ લઇ શકો છો. જેથી કપડાં રાખવા અને ગોતવા સહેલા પડે. કારણકે ક્યારેક એક અજ રંગના કપડાં ઘણા થઈ જાય છે અને તેને ગોતવાની મુશ્કેલી પડે છે, ગોતવાની વાર લાગે છે. આથી કપડાં વ્યવસ્થિત રહે છે અને તેની જાળવણી થાય છે અને વધારે ટકે છે.

2.સફેદ કપડાંને સાચવીને ધોવા

સફેદ કપડાં સાચવવા સૌથી કપરું કામ છે. કારણકે તે જલ્દી ખરાબ થાય છે આથી જ જો સફેદ કપડાં લોકોને ગમતા હોય તો પણ સફેદ રંગ ના કપડાં લેવાનું તે ટાળે છે. કારણકે બીજા કલરના કપડાં નો રંગ તરત જ તેની પાર ચડી જાય છે.પણ હવે સફેદ કપડાં લેવા માટે ડરશો નહિ. બસ તમારે આટલુંજ કરવાનું કે જયારે પણ ધોકાના હોય ત્યારે તેને પહેલા ધોવા અને બીજા કપડાં સાથે ન ધોવા કારણકે બીજા કપડાં નો રંગ તમારા સફેદ કપડાં પર લાગી શકે છે.

3. ઉની અને રેશમ ના કપડાં ડ્રાય ક્લીન કરાવો

ઉનના અને રેશમ ના કપડાં એકદમ નરમ હોય છે. એટલે તેને ડ્રાય ક્લીન જ કરાવો-- જો તમે ઘરમાં તેને ધોતા હોય તો પ્રયત્ન કરજો કે તે કપડાના જ ડિટરજન્ટમાં તે ધોવાય અને તેને જમીનમાં જ સુકવો કારણકે તેને લટકાવીને સુકાવશો તો તેમાં રહેલા પાણીના વજન ને લીધે તેનો આકાર બદલી જવાનો ડર રહે છે.

4. પ્રસંગોમાં પેહેરવાના કપડાંની રાખો ખાસ કાળજી

પ્રસંગોના કપડાં જેમકે સાડી, જરીવાળા સલવાર કમીઝ,પુરુષોના સૂટ અથવા બાળકોના જગમગતાં કપડાં ને કયારે પણ ઘરે ન ધોવા, હંમેશા સારી લોન્ડ્રીમાં જ આપશો. અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આવા કપડાં એક વાર પહેરીને જ ન ધોવા પણ ઓછામાં ઓછા બે થી ત્રણ વાર જરૂરથી પહેરવા પછીજ ધોવા, કારણકે કપડાને ઘડી ઘડી ધોવાથી પણ તે જલ્દી ખરાબ થાય છે. એટલા માટે જો આપણી આદત એક વાર પહેરીને ધોવાની હોય અને પછી આપણને લાગેકે કપડામાં ખરાબી છે તો એ કપડાંની નાહી પણ આપણી ભૂલ છે. આપણને કપડાંની જાળવવણી કરવી હોય તો એને વારેઘદીયે ન ધોવા, ખાસ જો પ્રસંગોમાં પહેરવા લાયક કપડાં હોય ત્યારે.

5. કોશિશ કરવી હાથેથીજ કપડાં ધોવાની

આજના સમયમાં લોકો કપડાં ધોવાની મેહનત ન કરવી પડે માટે વોશિંગ મશીન નો ઉપયોગ કરે છે. પણ શું તમને ખબર છે કે ક્યારેક વોશિંગ મશીનમાં કપડાં ખરાબ પણ થઇ જાય છે.કોશિશ કરો કે નવા કપડાં હાથથીજ ધોવા, કારણકે માશીન માં રફ ધુલાઈ થાય છે જે કપડાને ઢીલા પડે દે છે.એટલા માટે એક સાથે વધારે કપડાં ભેગા ન કરો જેથી કે વોશિંગ મશીન વાપરવું પડે. ખુબ જ વધારે જરૂર પડે જેમ કે ચાદર-પડદા અથવા બાળકોના કપડાંતેજ વોશિંગ મશીન માં ધોવા.

ધ્યાન આપો: આ બધા સિવાય એક એપણ જરૂરી વાત છે કે ડિટર્જેન્ટ પાવડર ઓછો વાપરવો અને જરૂરી હોય એટલોજ. કારણકે ક્યારેક માણસને લાગે છે કે વધારે પાવડર નાખવાથી કપડાં સારા અને વધારે સાફ થાય છે.પણ એવું કાંઈ જ નથી. વધારે સાબુને પાવડર વાપરવાથી કપડાંની ચમક ઓછી થતી જાય છે અને કપડાં જુના દેખાવા લાગે છે.એટલેજ સાબુ સોડા ઓછા વાપરવા અને સારા વાપરવા.આના સિવાય એ ધ્યાન રાખવું કે હંમેશા કપડાં ઊંધા કરીને સુકાવવા જેથી કપડાનો કલર લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon