Link copied!
Sign in / Sign up
1
Shares

જોડિયાં બાળકોની માતા એક, પિતા અલગ-અલગ😲😲

લૌલા મે ઈલેફ્થેરીઓ સ્મીથ

વિયેતનામમાં જોડિયાં સાથે જોડાયેલો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. આ ટ્વિન્સની માતા તો એક જ છે, પણ તેના પિતા અલગ-અલગ હોવાનું ટીએનએ ટેસ્ટમાં બહાર આવ્યું છે.

ઉત્તર વિયેતનામના હોઆ બિહ્ન પ્રોવિનન્સમાં જન્મેલા આ ટ્વિન્સમાંથી બાળક એક જાડું અને વાંકડિયા વાળવાળું હતું, જ્યારે બીજું બાળક પાતળું હતું અને તેના વાળ સીધા હતા.

વિએત નામ ન્યૂઝના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયું હોવાનું માની આ બાળકોના માતા-પિતાએ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. હનોઈ સેન્ટર ફોર જીનેટિક એનાલિસ્ટિક એન્ડ ટેકનોલોજી દ્વારા કરાયેલા આ ટેસ્ટે સાબિત કરી દીધું હતું કે, બંને બાળકો એક જ માતાની કૂખે જન્મેલા છે. 34 વર્ષનો પતિ આ બેમાંથી એક જ બાળકનો પિતા હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યું હતું,

બિપેટર્નલ ટ્વિન્સ (અલગ-અલગ પિતાથી જન્મેલા ટ્વિન્સ)ના કિસ્સા ઘણા જ રેર હોય છે અને વિયેતનામમાં કદાચ આવો પહેલો કિસ્સો નોંધાયો છે.

વિએટનામ જીનેટિક્સના ચેરમેન લી દિહ્ન લોન્ગે જણાવ્યું કે, સામાન્ય રીતે સેક્સ પછી મહિલાના અંડાશયમાં માત્ર એક હેલ્થી એગ્સ બને છે, કેટલીક વખત બે પણ બને. જો મહિલા એકથી વધુ પુરુષો સાથે બે કે ત્રણ દિવસમાં સેક્સ સંબંધ બાંધે તો શક્ય છે કે બંને એગ્સ વિકાસ પામે.

ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલના અબ્સ્ટેટ્રિક્સના ડોક્ટર ડો. કેથ એડલમેને સીએનએનને જણાવ્યું કે, બે અલગ-અલગ વ્યક્તિ સાથે સેક્સુઅલ સંબંધોથી આ પ્રકારે અલગ-અલગ પિતા ધરાવતા ટ્વિન્સ જન્મી શકે છે.

તેમણે કહ્યું કે, મહિલાના એગ 12થી 48 કલાક સુધી જીવંત રહે છે. જ્યારે સ્પર્મ 7થી 10 દિવસ સુધી. આ સમયગાળા દરમિયાન સેક્સુઅલ સંબંધો બંધાયા હોય તો શક્ય છે કે બે એગ્સ વિકસીત થાય.

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં અત્યાર સુધી આવા 10 કેસ નોંધાયા છે, જેમાં ટ્વિન્સના પિતા અલગ-અલગ હોય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon