Link copied!
Sign in / Sign up
15
Shares

જો તમે સ્તનપાન વખતે મોબાઈલ નો વપરાશ કરતા હોવ તો આજ થી બંધ કરી દો

સ્તનપાન એ ખૂબ જ મહત્વ પૂર્ણ ક્રિયા છે કારણકે આ તમારા બાળક ને પ્રમાણ માત્ર માં પોષણ આપે છે અને તેમની વૃદ્ધિ માં પણ સહાય કરે છે. સ્તનપાન દરમ્યાન બધી માં કા તો આડી હોય છે અથવા તો બેઠેલી હોય છે અને એમના બાળક ને જોતી હોય છે. તો પ્રશ્ન એ છે કે... સ્તનપાન કરતી વખતે સમય કેવી રીતે વિતાવો!

સ્તનપાન કરતી વખતે મોબાઈલ નો ઉપયોગ કરવો માં માટે સામાન્ય વસ્તુ છે. કા તો વેબ સર્ફિંગ કરવું કા તો ફેઝબૂક, વહાટ્સએપ્પ પર ચેટિંગ કરવું આ વસ્તુઓએ આપણને તેમના ગુલામ બનાવી દીધા છે. નિષ્ણાંતો નું માનવું છે કે સ્તનપાન કરતી વખતે ગેજેટ્સ નો ઉપયોગ કરવો તમારા બાળક માટે હાનિકારક હોઈ શકે છે કારણકે આ બાળક ના વિકાસ માં અવરોધન લાવી શકે છે.

આ રહ્યા એના કારણો જેના લીધે તમને સ્તનપાન વખતે ગેજેટ્સ નો ઉપયોગ ન કરવો જોઈએ:

આંખો નો સંપર્ક

માં અને બાળક ની વચ્ચે નો સંબંધ મજબૂત કરવા માટે એક નિશ્ચિત સ્તર ઉપર આંખો નો સંપર્ક હોવો જરૂરી છે. જ્યારે બાળક નો જન્મ થાય છે, ત્યારે તેઓ ફક્ત માં ના મોઢા ને અને તેમના સ્તનો ને જ જોઈ શકે છે. એટલા માટે જ તેઓ ઘણી વસ્તુઓ ને એક ધાર્યું જુવે છે અને એમની માં ને ઓળખવાનો પ્રયાસ કરે છે. ધારો કે તમારો બાળક, તમારા મોઢા ની જગ્યાએ ખાલી તમારો ફોન જ જોશે. શું તમારા બાળક સાથે તમારો સંબંધ સારો થશે?

એકાગ્રતા ની કમી

બની શકે છે કે તમારો બાળક સ્તનપાન નથી કરતો, પણ તમે આ વસ્તુ પર ધ્યાન નથી આપી રહ્યા કારણકે તમે તમારા ફોન માં વ્યસ્ત છો. સાથે સાથે વ્યંગાત્મક રીતે એવું થઈ શકે છે કે હમણાં તમે સ્તનપાન કરતા કરતા આ લેખ વાંચી રહ્યા છો, વગર જાણે કે તમે તમારા બાળક ને નુકસાન કરી રહ્યા છો.

શારીરિક સ્પર્શ

તમારા હાથ માં ફોન પકડવા થી તમને ક્યારે પણ એ વિચાર નઈ આવ્યો હોય કે તમારો બાળક ક્યારે સુઈ ગયો છે. આની સાથે તમને એ ખબર નઈ પડે કે તમારા બાળકે જરૂરી માત્ર માં દૂધ પીધું છે કે નઈ. બની શકે છે તમારું બાળક સ્તનપાન ની વચ્ચે જ ઊંઘી ગયું હોય. આ ખૂબ જરૂરી છે કે તમે તમારા બાળક ને અડકો અને સૌમ્યતા થી એનું ધ્યાન રાખો.

વ્યવહાર ને લાગતી સમસ્યા

બાળક ખૂબ જ નખરા કરતા હોય છે જ્યારે એમને એમની જરૂરરત પ્રમાણે નું ધ્યાન નથી મળતું. એ લોકો તોફાન કરે છે, હસે છે અને અલગ અલગ અવાજો નિકાળે છે, જ્યારે તમે એમના પર ધ્યાન નથી આપી રહ્યા હોતા ત્યારે. તમે એમને જુવો એના માટે એ લોકો એમના નાના હાથ વડે તમને પકડે છે.

ગેજેટ્સ માંથી રેડિએશન

બાળકો ની ચામડી ખૂબ જ નાજુક હોય છે અને તેઓ ગેજેટ્સ માંથી નીકળતી હાનિકારક કિરણો ને આરામ થી શોષી લે છે. આ વાસ્તવ માં એમના માટે ખરાબ છે જો તેઓ આ હાનિકારક કિરણોને શોષી લે છે તો. કારણકે આના થી એમના વારસાગત માળખા માં અસર થઈ શકે છે અને કેન્સર ની કોશિકાઓ માં પણ વધારો થશે. આ માનસિક વિકાસ ને પણ અસર કરવા માટે જાણીતું છે.

સ્તનપાન કરતી વખતે તમે તમારા મોબાઈલ ફોન નો ઉપયોગ નથી કરી શકતા, એનો મતલબ એવો નથી કે તમારા સાથે કોઈ અન્યાય થાય છે. આના થી તમને વજન ઓછું કરવા માં મદદ મળશે અને સાથે તમે તમારા બાળક સાથે કાંઈક ખાસ પળો નો આનંદ લઈ શકશો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon