Link copied!
Sign in / Sign up
6
Shares

જો તમે પણ તમારા બાળકના કાન વીંધવવાનું વિચારી રહ્યા હોવ તો ધ્યાન રાખો

બાળકના કાન વીંધાવવાનું ચલણ ઘણા પહેલાથી ચાલતું આવે છે, કેટલાક માતા-પિતા બાળકોને થોડા મોટા થવા પર તેમના કાન વીંધાવે છે અને ત્યાં જ કેટલાક માતા-પિતા તેમના બાળકોના થોડા મહિના થવા પર જ તેમના કાન વીંધવી દે છે. આ મામલામાં દરેકની પોતાની અલગ અલગ ધારણા હોય છે પરંતુ જો જોવા જઈએ તો કાન વીંધવવાનો સાચો સમય બે થી ત્રણ વર્ષની વચ્ચેનો હોય છે. પરંતુ દરેક મામલામાં શિશુના કાન વીંધવતી વખતે કેટલીક જરૂરી વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે અને આજે આ બ્લોગના માધ્યમથી આવી જ થોડી મહત્વપૂર્ણ વાતો તમને કહી રહ્યા છીયે.

એક્ષ્પેર્ટ પાસે જ કાન વીંધાવો.

હંમેશા ધ્યાન રાખો કે તમારા શિશુના કાન એમની પાસે વીંધાવો જે ઘણા વર્ષોથી આ પ્રોફેશનમાં છે. પોતાની આસપાસના લોકો સાથે પણ વાતો કરો અને એમની પાસેથી જાણકારી લઈને સારા ઝવેરી કે કોઈ પ્રોફેશનલ પાસે જ પોતાના શિશુને લઈ જાઓ જેથી તે તમારા શિશુના કાન સાચી રીતે વીંધે અને તમારા શિશુને તકલીફ ઓછી થાય.

સોનાથી જ કાન વીંધાવો

શિશુના કાન વીંધવવા માટે ઝવેરીને કે જે પણ તમારા બાળકનો કાન વીંધી રહ્યા છે તેમને સોનાથી જ પ્રયોગ કરવા કહો કેમકે સુવાથી ઇન્ફેકશન થવાનો ખતરો ઓછો હોય છે અથવા જો બીજી કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ફેકશન થવાનો ખતરો વધારે રહે છે. આના ઉપરાંત તમે શિશુને સોનાની જ નાની અને પાતળી તાર વાળી કાનની રિંગ પહેરાવો જેનાથી તેને ફેરવવાનું સરળ રહે અને ઘા જલ્દી ઠીક થઈ જાય. ઘણી જગ્યાએ જે સોનાના તારથી કાન વીંધવામાં આવે છે તે જ બાળકને પહેરાવી દેવામાં આવે છે જેનાથી બાળકને તકલીફ ઓછી પડે છે. આની સાથે સાથે બુટ્ટી ન પહેરાવો પણ કાનની રિંગ પહેરાવો જેથી તમારા શિશુના ઘાવ જલ્દી ઠીક થઈ જાય, બુટ્ટી પહેરાવવાથી ઘા થવાનો ડર વધારે રહે છે અને કાન પાકી જવાનો પણ ડર રહે છે.

ઇન્ફેકશનનું ધ્યાન રાખો

કાન વીંધવ્યા પછી ઘા પડવાનો કે પાકી જવાનો વધારે ડર રહે છે જેથી તમે તમારા શિશુના કાનમાં સવારની ઝાકળ જરૂર લગાવો આના ઉપરાંત તમે હળદળ અને નારિયેળના તેલની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો. પરંતુ જો તમને લાગે કે તમારા શિશુને વધારે પરેશાની થઈ રહી છે અને ઘા વધારે વધી રહ્યો છે તો મોડુ કર્યા વગર ડોક્ટરને જરૂરથી સંપર્ક કરો.

શિશુ પર રાખો ધ્યાન

શિશુ ઘણા ચંચળ હોય છે તેથી તેમની ઉપર જરૂર ધ્યાન રાખો કેમકે તે તેમના કાનની રિંગને ખેંચી પણ શકે છે અથવા પોતાને જ જાતે ઇજા પહોચાળી શકે છે જેનાથી તમને ઇન્ફેકશન થઈ શકે છે અને તેમનો ઘા વધી શકે છે. તેથી પોતાના શિશુનું ધ્યાન રાખો અને તેમની સાફ સફાઈનું ધ્યાન પણ રાખો કેમ કે જો તેઓ ગંદા હાથોથી પણ તેમના કાન અડકશે તો તેમને ઇન્ફેકશન થવાનો ખતરો વધી શકે છે.

વસ્ત્રોનું પણ રાખો ધ્યાન

પોતાના શિશુના કાન વીંધવ્યા પછી તેમને ઢીલા અને આરામદાયક કપડાં પહેરાવો જેથી કપડાં સરળતાથી બદલાવી શકીએ. આના ઉપરાંત કપડાં પહેરાવતી વખતે તેમના કાનમાં ઇજા ન થાય અને તેમને કોઈ તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

  આ બધા ઉપરાંત થોડી બીજી વાતો પણ છે જેનું ધ્યાન રાખવું જોઈએ જેવી કે –

- કાન વીંધવતા પહેલા ધ્યાન રાખો કે તમારું બાળક સ્વસ્થ છે કે નહીં, નહિતર તેમની પરેશાની તેનાથી પણ વધી શકે છે.

- કાન વીંધવતી વખતે તમારા શિશુને કોઈ પસંદગીનું રમકડું કે ચોકલેટ આપો જેથી તેમનું ધ્યાન બીજી તરફ થઈ જાય અને તે વધારે હલે નહીં અને તેમને તકલીફ પણ ઓછી થાય.

- કાન વીંધવ્યા પછી શિશુને નાની રિંગ કાનમાં પહેરાવો અને થોડા મહિના સુધી જ્યાં સુધી ઘા ભરાઈ ન જાય ત્યાં સુધી ઈયર રિંગ ન બદલો.

 શિશુ ઘણા જ નાજુક અને કોમળ હોય છે અને દરેક માતા-પિતા તેમના શિશુનું ખાસ ખ્યાલ રાખવા માંગતા હોય છે અને કોઈ પણ માતા-પિતા તેમના શિશુને તકલીફમાં જોઈ નથી   શકતા.

તેથી આ બધી વાતોનુ ધ્યાન રાખીને તમે તમારા શિશુની તકલીફને ઓછી કરી શકો છો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon