Link copied!
Sign in / Sign up
47
Shares

જો ઘરમાં નાનું બાળક છે તો ઘરે આ ૯ કામ બિલકુલ ન કરતા❌🚫

લોકો ગમે તેટલા આધુનિક થઈ જાય પરંતુ કેટલીક બાબતો એવી રહે છે કે જેના પર લોકો વિચાર કર્યા વગર જ વિશ્વાસ કરી લે છે. ભારતમાં કેટલાક અંધવિશ્વાસ બાળકો સાથે પણ જોડાયેલા છે અને તેના પર લોકો તેટલો વિશ્વાસ પણ કરે છે. ઘણી વખત આ અંધવિશ્વાસને કારણે બાળકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.ઘરમાં નાનું બાળક હોય તો આ અંધવિશ્વાસ પર ક્યારેય ન કરો અમલ..

કાજલ લગાવવાથી ‘ખરાબ નજર’ લાગતી નથી

લગભગ દરેક ઘરમાં જોવા મળે છે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાજલ લગાવવામાં આવે છે. જેના કારણે બાળકને સીસાનું ઝેર ફેલાવવાની સંભાવના વધી જાય છે. સીસું હાડકામાં જમા થાય છે અને લોહીના ભ્રમણ અને નિર્માણમાં મુશ્કેલી ઉત્પન કરે છે. જેના કારણે લકવો, શારીરિક અને માનસિક વૃદ્ધિમાં અડચણ જેવી બિમારી થઈ શકે છે. જો માતાપિતાને લાગી રહ્યું છે કે કાજલથી ખરાબ નજરથી બચી શકાય છે તો બાળકની આંખોમાં ન લાગવો તેના માથા પર ટીકો કરો.

બાળકના તકિયા નીચે ચાકૂ મૂકવું

બાળકોને રાત્રે અચાનક જાગી જવાની આદત હોય છે. બાળકો ઘણી વખત ચોંકીને ઊઠી જતા હોય છે. કહેવામાં આવે છે કે બાળકોને ખરાબ સપનાને કારણે ઊંઘમાં ડરી જાય છે. જે માટે લોકો બાળકના તકિયા નીચે ચાકૂ મૂકે છે. બાળકની નજીક આટલી ધારદાર વસ્તુ મૂકવી કેટલી સમજદારીની વાત છે.

નવજાતને મધ ચટાડવું

અંધશ્વિાસ છે કે બાળકના જન્મ થયા બાદ તેને મધ ચખાડવામાં આવે છે. આવું ન કરવું જોઈએ કારણ કે મધમાં ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ નામની જીવાણુના બીજાણુ હોય છે. જેનાથી બોટુલિઝ્મ નામની દુર્લભ, ગંભીર પ્રકારનું ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ડોક્ટરનું કહેવું છે કે બાળક એક વર્ષનું થઈ જાય ત્યા સુધી મધ ન આપવું જોઈએ. એક વર્ષ બાદ મધ આપવામાં કોઈ રિસ્ક નથી.

જ્યારે બાળક સૂતું હોય ત્યારે પંખો ન ચલાવવો

એક એવી પણ માન્યતા છે કે બાળક સૂતું હોય ત્યારે પંખો ન ચલાવવો જોઈએ. અંધવિશ્વાસ છે કે તેના કારણે બાળકની અસામયિક મૃત્યુ થઈ શકે છે. જ્યારે મોટા લોકો ગરમી સહન કરી શકતા નથી તો બાળકો કેવી રીતે સહન કરે. ગરમીઓમાં એક સામાન્ય સ્પીડમાં પંખો ચલાવવાથી બાળક ઓવરહીટિંગનો શિકાર નહીં બને.

બાળકના ગળામાં લસણની માળા

ભારતમાં શરદીથી બચવા માટે બાળકના ગળામાં લસણની માળા બનાવીને પહેરાવવામાં આવે છે. અંધવિશ્વાસ છે કે તેનાથી બાળકની શરદી દૂર થઈ જશે. પરંતુ તેવું થતું નથી લસણને જ્યારે ખાવામાં આવે ત્યારે તેની અસર થાય છે. માળાથી બાળકની સ્કિન પર રેશેસ પડી શકે છે.

માતાના દૂધથી કાનનું ઈન્ફેક્શન દૂર થાય છે

માતાનું દૂધ બાળક માટે પોષણનું સૌથી સારો સ્ત્રોત છે. પરંતુ કાનમાં ઈન્ફેક્શન ઠીક કરવા માટે બાળકના કાનમાં દૂધ નાંખવું યોગ્ય નથી. માતાના દૂધમાં ગળપણ પણ હોય છે જેના કારણે જલદી બેક્ટેરીયા પેદા થઈ શકે છે. બાળકને કાનમાં ઈન્ફેક્શન વધી શકે છે.

સાંજના સમયે સાવેણી ન ફેરવવી જોઈએ

 

કહેવામાં આવે છે કે સાંજના સમયે ઝાડૂ ન લગાવવું જોઈએ કારણ કે તેનાથી લક્ષ્મી જતી રહે છે. વૈજ્ઞાનિક તર્ક એવો છે કે પહેલાના સમયમાં લાઈટ નહોતી જેથી ઘણી વખત અંધારામાં કામની વસ્તુ પણ કચરામાં જતી રહેતી હતી. જોકે હવે તો વીજળી છે. જો ઘર ગંદુ રહેશે તો તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે.

રાત્રે નખ ન કાપવા

રાત્રીના સમયે નખ ન કાપવા જોઈએ તેનું પણ કારણ એ જ છે કે પહેલાના સમયમાં વીજળી ન હોવાથી રાત્રે સરખું દેખાતું ન હતું. તે સમયે નેઈલ કટર પણ નહોતા. અંધારામાં નખ કાપવાથી ઈજા પહોંચવાની શક્યતા વધારે રહેતી હતી એટલા માટે એવું કહેવામાં આવતું કે રાત્રીના સમયે નખ ન કાપવા જોઈએ. બાળકોના નખ રાત હોય કે દિવસ કાપવા જરૂરી છે. બાળક જ્યારે સૂતું હોય ત્યારે સરળતાથી નખ કાપી શકાય છે. જો નખ ન કાપવામાં આવે તો તેના જ નખ તેને ઈજા પહોંચાડી શકે છે.

દાળનું પાણી પીવડાવવું

વર્ષોથી પ્રથા ચાલી આવે છે કે બાળકને છ મહિના સુધી માતાનું દૂધ અને પછી દાળનું પાણી પીવડાવું જોઈએ. દાળના પાણીથી બાળકનું પેટ જલદી ભરાઈ જાય છે તેના કરતા દાળને વાટીને બાળકને પીવડાવો, જેનાથી બાળકને તાકાત મળશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon