Link copied!
Sign in / Sign up
1
Shares

જીવન અને મરણ વચ્ચે ૨૧૦ દિવસ સુધી ઝઝૂમતી રહી આ બાળકી, ડોક્ટરોએ આ પ્રકારે બચાવ્યો તેનો જીવ😯

ઘણી વખત ગર્ભાવસ્થા માં ઘણા કારણોસર અથવા કોઈ તકલીફ ના લીધે પ્રિમેચ્યોર ( સમય કરતાં પહેલા ) પ્રસુતિ કરાવવી પડે છે પરંતુ પ્રિમેચ્યોર શિશુ ની ખાસ દેખભાળ ની જરૂરત હોય છે .ઘણી વાર તો પ્રિમેચ્યોર શિશુ ઓ નો જીવ પણ નીકળી જાય છે,કારણકે તેનુ શરીર યોગ્ય રીતે વિકસિત નથી થયુ હોતુ અને તેથી તે ખુબજ નબળુ હોય છે અને તેના જીવ ને જોખમ રહે છે અને સાથે જ તેમની આંતરિક શક્તિ નબળી હોય છે જેથી તેમનું બચવુ મુશ્કેલ હોય છે .પરંતુ એક કહેવત તો તમે સાંભળી જ હશે " રામ રાખે તેને કોણ ચાખે ." અથવા " જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ " .અને આ વાત સાબિત થઈ ગઈ જ્યારે હાલમાં જ ઉદયપુર ના એક શહેરમાં એક નાનકડી પ્રિમેચ્યોર બેબી ને નવુ જીવન મળ્યુ .

આ બનાવ ઉદયપુર નો છે ,જ્યાં ભારત ની જ નહિ પરંતુ દક્ષિણ એશિયા ની સૌથી નાની અને ઓછા વજન(૪૦૦ ગ્રામ ) વાળી નાની બાળકી ને જીવનદાન આપી ને ડોક્ટરો એ નવો કરિશ્મા કરી બતાવ્યો છે .ખબરો અનુસાર , ૭ મહિના થી આ બાળકી જીવન અને મૃત્યુ સામે જંગ લડી રહી હતી અને છેવટે તેને જીત મળી જ ગઈ .એવુ કહેવાય છે કે , કોટા માં રહેતા આ દંપતી ને ૩૫ વર્ષ પછી માતાપિતા બનવાનુ સુખ મળ્યુ હતુ પરંતુ ગર્ભાવસ્થા મા આવેલી મુશ્કેલી ના કારણે જુન ૨૦૧૭ માં સિઝેરિયન ઓપરેશન દ્વારા એક નાની એવી બાળકી ને જન્મ આપ્યો પરંતુ આ ખુશી થોડા પળો માટે જ હતી કારણકે તે બાળકી નો વજન ફક્ત ૪૦૦ ગ્રામ જ હતો અને લંબાઈ ૮.૬ ઇંચ હતી અને સાથે જ બાળકી સરખી રીતે શ્વાસ પણ નહોતી લઈ શકતી એટલે તેને ઉદયપુર ના નવજાત શિશુ ગહન ચિકિત્સા માં ખસેડવામાં આવી અને આ સમય દરમિયાન ડોકટર અને તેના માતાપિતા સિવાય કોઈએ પણ તેને જોઈ નહોતી .

૨૧૦ દિવસ સુધી ડોકટરો ની ઘણી મહેનત પછી આ બાળકી નું વજન ૨.૪ કી. ગ્રા. . થયુ અને હવે તે એકદમ સ્વસ્થ છે .ખબરો પ્રમાણે આ બાળકી ના ઈલાજ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે પૈસા ની અછત ના કારણે ઈલાજ બંધ કરવાની પરિસ્થિતિ આવી ગઈ હતી પરંતુ ડોક્ટરે આ કેસ ને એક મોટી પરીક્ષા ના રૂપે સ્વીકાર કરી, ને લગભગ ૭૫% ઈલાજ નો ખર્ચ હોસ્પિટલ વાળા એ ઉઠાવ્યો હતો .આ નાની બાળકી ને બચાવી ને ડોક્ટરે તેના માતાપિતા ને ખુશી તો આપી અને સાથે જ એક વાર ફરી થી એ સાબિત કરી દીધુ કે ડોકટર પણ ભગવાન નુ જ એક રૂપ છે 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon