Link copied!
Sign in / Sign up
1
Shares

JEE એડવાન્સ ૨૦૧૮ રિઝલ્ટ : ૧૫ વર્ષના બિહારના ખેડૂતના દીકરાએ પરીક્ષા પાસ કરી

બખોરપુર ગામના શિવમ કુમારે ૩૬૦ માથી ૨૪૧ માર્કસ મેળવીને ઓલ ઈન્ડિયા રંક ૩૮૩ મેળવ્યો હતો. સંજોગોવસાત, તેનો મોટો ભાઈ ૧૩ વર્ષનો હતો ત્યારે તેને ૨૦૧૨માં જેઇઇ એડવાન્સ ક્લિયર કરી હતી.

બિહારના એક ગામમાં ૧૫ વર્ષીય શિવમ કુમારે શુક્રવારે જેઇઇ એડવાન્સ ૨૦૧૮ પરીક્ષા પાસ કરી હતી અને આ વર્ષે તે સૌથી નાની ઉંમરનો ઉમેદવાર બન્યો હતો, કે જેને પ્રીમિયર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) માં પ્રવેશ માટેની પરીક્ષા પાસ કરી હતી.

૨૮ ઓક્ટોબર, ૨૦૦૨ ના રોજ જન્મેલા, બખોરપુર ગામના ખેડૂતના પુત્રએ ઓલ ઈન્ડિયા રેન્ક ૩૮૩ મેળવ્યો હતો જેમાં તેણે પરીક્ષામાં ૩૬૦ માથી ૨૪૧ ગુણ મેળવ્યા હતા. સંજોગોવસાત, તેમના મોટા ભાઈ સત્યમ ૧૩ વર્ષનો હતો ત્યારે તેણે ૨૦૧૨માં જેઇઇ એડવાન્સ ક્લિયર કરી હતી.

તેમણે જણાવ્યુ કે, “રિસોનન્સ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ડાઇરેક્ટરે અને મારા ભાઈએ મને જેઇઇમાં સફળતા અપાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.”

શિવામે જણાવ્યુ હતું કે નિયમિત અભ્યાસ, નોંધો, પુનરાવર્તન અને સમસ્યાની નિરાકરણથી તેમને કઠિન પરીક્ષા ક્લિયર કરવામાં મદદ મળી હતી.

શિવમના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એડ્યુકેશન દ્વારા યોજેયલ ૧૨માં ની પરીક્ષામાં ૯૨ ટકા અને નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશન (એનટીએસઇ) માં પણ ટોપ કર્યું હતું. એનટીએસઇ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ પરીક્ષા છે.

જ્યારે તે ૫ વર્ષનો હતો ત્યારે સત્યમ સાથે તેઓ કોટા આવ્યા હતા કારણ કે તેમના ગામમાં કોઈ સારી શાળા ન હતી. તેમના પ્રવેશ પરીક્ષામાં સારા દેખાવને કારણે તેમને ખાનગી શાળામાં સીધું ત્રીજા ધોરણમાં પ્રવેશ મળ્યો હતો.

કોઈપણ આઇઆઇટીમાં કમ્પ્યુટર સાઇન્સ લેવાની ઈચ્છા ધરાવનાર શિવામે કહ્યું હતું કે તેમના કાકા રામપુકર સિંઘ તેમની સાથે શાળા અને કોચિંગ દરમિયાન કોટમાં રહ્યા હતા. તેમના પિતા સિધ્ધનાથ સિંઘ અને માતા પ્રમિલા દેવી બખોરપુરમાં રહે છે.

“મારા બન્ને પુત્રો પર મને ગર્વ છે. જેમને આવી જેઇઇ જેવી પરીક્ષા આવી ઉંમરે ક્લિયર કરી છે.” તેમના પિતાએ જણાવ્યુ હતું.

શિવમના મોટા ભાઈ સત્યમ આઇઆઇટી કાનપુરમાથી એમ.ટેક. કરી રહ્યા છે. અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કારનેગી મેલોન યુનિવર્સિટીમાં એક પ્રોગ્રામ સાથે પણ જોડાયેલા છે.

રિસોનન્સના આરકે વર્માએ જણાવ્યુ હતું કે, “૧૫ વર્ષના શિવમે જેઇઇ એડવાન્સ સફળતાપૂર્વક ક્લિયર કરીને તેના મોટા ભાઈના પગલાં પાછળ ચાલ્યો.”    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon