Link copied!
Sign in / Sign up
1
Shares

જરૂર થી જાણો કે કેટલું આવશ્યક છે શિયાળા માં બાળકો ને નવડાવું

શરદી ની ઋતુ આવી ગઈ છે અને આમ તો આ વાતાવરણ માં બધા એ પોતાનું ધ્યાન રાખવું જોઈએ પણ આમાં સૌથી વિશેષ ધ્યાન બાળકો નું રાખવું જોઈએ કારણકે એ લોકો બઉજ નાજુક હોય છે અને એમને ઠંડી પણ જલ્દી લાગી જાય છે. બધા માં-બાપ તેમના શિશુ ની ચોખાઈ નું ખાસ ધ્યાન રાખે છે અને એટલા માટે જ એ લોકો એમને નવડાવે પણ છે, પણ ઠંડા વાતવરણ માં બાળકો ને નવડાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી તેમને ઠંડી ના લાગી જાય. આજે આ બ્લોગ ના માધ્યમ થી અમે તમને એ કેહવા માંગીએ છે કે ઠંડી માં નહતા સમયે કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ અને શુ ઠંડી માં બાળકો ને રોજ નવડાવું જરૂરી છે ? આ બધા સવાલો નો જવાબ અમે તમને આ બ્લોગ ના માધ્યમ થી જણાવીસુ.

1. ઠંડી માં દરરોજે નવડાવું એટલું જરૂરી નથી, જો તમારો શિશુ પેશાબ કે સંડાસ કરે તો તમે એને બેબી વાઈપ્સ વડે સાફ કરી દો અને પછી પાણી ગરમ કરીનેે એમાં ટુવાલ ભીનો કરી તમારા બાળક ના શરીર ને લૂછી દો. જેથી કરી તમારું બાળક સાફ પણ રહે અને એને ઠંડી પણ ના લાગે.

2. બાળકો ની ચામડી ખૂબ જ સંવેદનશીલ હોય છે એટલા માટે જ દરરોજે સાબુ અથવા બોડી જેલ ના વપરાશ થી બાળકો ની ચામડી કોરી પડી જાય છે. ભલે એ બેબી પ્રોડક્ટ હોય પણ એમનો ઉપયોગ ઓછો કરવો કારણકે ઠંડી મા આમપણ ચામડી કોરી પડી જાય છે અને એના ઉપર જો તમે આ વસ્તુઓ નો પ્રયોગ કરશો તો તેમની ચામડી વધારે કોરી પડી જશે.

3. બાળકો ને દરરોજે નવડાવાના ના બદલે દર 2-3 દિવસે નવડાવો, જેથી કરી એમનું શરીર અંદર થી પણ ગરમ રહે.

4. જો તમે તમારા બાળક ને નવડાવો છો તો એને નવડાવતા પહેલા અને નવડાયા પછી તેલ થી માલિશ જરૂર કરો જેથી કરી બાળક નું શરીર અંદર થી ગરમ રહે. તમે તમારા ચિકિત્સક ને બાળક માટે સારા તેલ વિશે પૂછી શકો છો.

5. નવડાવતા પહેલા બાળકો નો ટુવાલ અને કપડાં પહેલા થીજ તૈયાર રાખો જેથી નવડાયા પછી તરત જ તમારા બાળકો નું શરીર લૂછી ને એને કપડાં પહેરાવી શકો.

6. બાળક ના રૂમ ને આખો સમય ગરમ રાખો, એના માટે દર વખતે હીટર ચાલુ કરી રાખો જેથી કરી નાહયા પછી બાળક ને ઠંડી ના લાગે અને આના સિવાય બાળક ને કપડાં પહેરાવીને જ હીટર વાળા રૂમ માં લાવો કારણકે નાહયા પછી જો તમે તરતજ બાળકને હીટર વાળા રૂમ માં લાવશો તો બની શકે છે એને ઠંડી-ગરમી થઈ જાય અને એ બીમાર પડી જાય. આના સિવાય નાહયા પછી ગરમ કપડાં પહેરાવીને ને બાળક ને સારી રીતે ગોદડું ઓઢાવીને રાખો.

7. જ્યારે તમે નાહવા માટે ગરમ પાણી મુકો તો એને અડકી ને જુઓ, કારણકે વધારે પડતા ગરમ પાણી થી બાળક ની ચામડી વધારે કોરી થઈ જશે એટલા માટે જ એમના માટે સાધારણ હુંફાળા પાણી નો ઉપયોગ કરવો.

8. નાહયા પછી બાળક ને તેલ લગાવ્યા સિવાય બેબી મોઇશ્ચરાઇઝર પણ જરૂર થી લગાવજો જેથી બાળક ની ચામડી ની સોંમ્યતા જળવાઈ રહે.

ઠંડી માં બાળક ને ખાસ ધ્યાન ની જરૂર હોય છે એટલા માટે જ એમના નેપ્પી ને પણ થોડી થોડી વારે ચેક કરતા રહેવું જેથી કરી તમને ખબર પડે કે તમારા બાળક નું નેપ્પી ભીનું તો નથી, કારણકે ઠંડી માં બાળકો નેપ્પી ને વધારે ભીનું કરતા હોય છે. આના સિવાય એને સાફ રાખવું જેથી કરી એમને કોઈ પણ જાત નો ચેપ લગે નહીં.

હેપી વિન્ટર!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon