Link copied!
Sign in / Sign up
7
Shares

જન્મનો મહિનો બાળકને અસર કરે છે કેવી રીતે? કયો મહિનો જન્મ માટે છે સર્વશ્રેષ્ઠ?

તમે બાળકના જન્મ માટે અમુક પ્રયત્નો તો કર્યા જ હશે. પરંતુ બાળક કયા મહિને તે જન્મશે, તે તમારા હાથમાં નથી. આમ તો જન્મ મહિનો બાળકના વ્યક્તિત્વ પર અસર કરે છે, સાથે સાથે કેટલાક અન્ય પાસાઓ પણ પ્રભાવિત થાય છે. 

તમને એક રસપ્રદ વાત કહીશ કે બાળકનું સ્વાસ્થ્ય તેના જન્મના મહિના પર પણ આધાર રાખે છે. જો તમે રાશિ ફળ અને જન્માક્ષરમાં માનતા હોય, તો આ પોસ્ટ તમારા માટે જ છે. આ પોસ્ટમાં તમને વધુ માહિતી મળશે.

 જન્મ મહિનો અને શિશુના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ: અમે આ વસ્તુ ફક્ત તમને પ્રસ્તુત નથી કરી. આ વાત પાછળનું કારણ એ છે કે અમુક વસ્તુઓને લાંબા સમય સુધી જોવામાં અને પરીક્ષણ કરવામાં આવી હતી. અંતિમ તારણોને આધારે ચોક્કસ પરિણામો આપવામાં આવ્યા હતા. વિશ્વભરના વૈજ્ઞાનિકો દરરોજ કેટલાય નવી માહિતી આપતાં સંશોધન કરે છે. 1900-2000 વચ્ચે જન્મેલા 1,74,94,000 શિશુઓના જન્મના મહિના, રોગો અને મૃત્યુ પર એક તબીબી સંશોધન કરવામાં આવ્યું. 

બાળકના કુલ 1688 રોગોમાંથી 55 નો આધાર મહિના પર હતો.  એક રસપ્રદ વાત એ હતી કે મે અને જુલાઇમાં જન્મેલા બાળકો ઑક્ટોબર અને નવેમ્બરમાં જન્મેલા બાળકો કરતાં  વધુ તંદુરસ્ત હતા. મે અને જુલાઈમાં જન્મેલા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ હતી.

 ફેબ્રુઆરી અને એપ્રિલમાં જન્મેલાં બાળકોને જીવનનું જોખમ ઓછું હતું .

શોધના મહત્વપૂર્ણ પરિણામો:

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તેમની શોધમાં મદદરૂપ માહિતી જાણવા મળી. ઉદાહરણ તરીકે તમે આ વાંચો:

1. એપ્રિલ-જુલાઈમાં જન્મેલા બાળકોને Type 1 ડાયાબિટીસ થવાની સંભાવના વધુ હોય છે. તેમની સરખામણીમાં, નવેમ્બરથી ફેબ્રુઆરીમાં જન્મેલાં બાળકોને ડાયાબિટીસ વિશે ઓછી ફરિયાદો આવે છે.

2. શિયાળાની ઠંડી ઋતુ દરમિયાન જન્મેલા બાળકોને શ્વાસની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કહેવાનો અર્થ એ છે કે આ બાળકોને અસ્થમાનું વધુ જોખમ છે. એવું માનવામાં આવે છે કે શિશુમાં ચેપનું જોખમ ઘણું હોય છે એટલા માટે તેઓ શ્વાસના રોગોથી પીડાય છે. અમે આ વાતોની 100 ટકા ગેરંટી નથી લેતા. ફક્ત તમારા મનોરંજન માટે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે, એના માટે આ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. રોજ કેટલીય નવી નવી શોધો આપણને બીમારી, તેમના કારણો અને તેનાથી બચવા માટે મદદ કરે છે. તેથી અમે તમને બધાને કહેવા માંગીએ છીએ જો તમે:

# સાચું ભોજન

# પૂરતી ઉંઘ

# વ્યાયામ કરશો અને સૌથી મહત્વપૂર્ણ, જો સારા વિચારો સાથે ખુશ રહેશો તો તમારે તમારા બાળક વિશે ચિંતા કરવાની જરૂર નહી પડે. 

જો માતા-પિતામાંથી કોઈ પણ એકને કોઇ રોગ હોય, તો તેને ધ્યાનમાં રાખીને, તમે યોગ્ય સમયે ડૉક્ટર પાસે તપાસ કરાવશો તો ભવિષ્યમાં થનારા રોગોને અટકાવી શકશો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon