Link copied!
Sign in / Sign up
1
Shares

જલેબી વેચતા પિતાના પુત્રએ કર્યું ટોપ: જાણો કેવી રીતે જતાવી પિતાએ પોતાની ખુશી🤗

રૂદપુરના સુભાષનગરમાં જલેબી અને સમોસાનો સ્ટોલ રાખતા રામકિશનને બિલકુલ જ અંદાજો નહોતો કે શનિવારનો દિવસ એના જીવનમાં ખૂબ જ ખુશીનો દિવસ હશે. દિવસ-રાત મહેનત કરીને પોતાના સ્ટોલ પર જલેબી વેચીને પોતાના કુટુંબનું પાલન-પોષણ કરતા રામકિશનના પુત્રએ તેમની મહેનતને સફળ કરી દીધી. શનિવારે ઉત્તરાખંડમાં દસમી અને બારમીના રિઝલ્ટ ઘોષિત થયા અને રામકિષના પુત્ર નવનીત પાલે હાઇસ્કૂલની પરીક્ષામાં ૧૮મો નંબર મેળવ્યો. જ્યારે આ ખુશીની વાત રામકિશનને ખબર પડી, તો તે ખુશીથી નાચવા લાગ્યા અને પોતાના સ્ટોલની બધી જલેબી ફ્રીમાં બધાને વેચી દીધી.

રૂદપુરમાં "અતિક્રમણ હટાવો" અભિયાનના કારણે રામકિશનની કોઈ એક નિર્ધારિત જગ્યા નહોતી. પોતાનો સ્ટોલ લગાડવા માટે અને જ્યાં ખાલી જગ્યા મળે, ત્યાં પોતાનો સ્ટોલ લગાડીને જલેબી વેચવા લાગે છે. શનિવારના દિવસે જ્યારે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે તેને બિલકુલ ખબર નહોતી કે આજે તેની કમાણી થવાની નથી. પુત્ર નવનીતને હાઈસ્કૂલમાં એટલા સારા નંબરોથી પાસ જોઈને, તેમણે ફ્રીમાં જ સુભાષનગર વાસીઓને જલેબી બનાવાની વેચી દીધી. એક મામૂલી સ્ટોલ ચલાવવાવાળાનો દીકરો થઈને ટોપર્સમાં જગ્યા બનાવી કોઇ સાધારણ વાત નથી અને આ ખુશીમાં રામકિશનએ બધાનું મોઢું મીઠું કરાવી દીધું.

સાચેજ, આખા પરિવાર માટે ગૌરવની વાત છે. રામકિશનના પરિવારને જ્યારે આ ખુશીની ખબર પડી તો તેની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. રામકિશનની પત્ની લીલાવતીના આંખમાં નિર્જર આંસુ વહેવા લાગ્યા, પણ આ ખુશીના આંસુ હતા. લીલાવતીનું કહેવું છે કે ગરીબીના કારણે તેના મોટા દીકરાને વચ્ચેથી જ ભણવાનુ છોડવુ પડ્યુ, હવે આ નાનો દીકરો જ અમારો સહારો છે. અમે ઇચ્છીએ છીએ કે આ ખુબ ભણી-ગણીને આગળ વધે. અમને આશા છે આ ભવિષ્યમાં કંઈક બનીને દેખાડશે અને અમારું બધાનું નામ રોશન કરશે. રુદપુરના આ હોશિયાર બાળકને મોટા થઈને ડોક્ટર બનવું છે, એટલે તે પોતાના પિતાના પગની મુશ્કેલી અને માતાના ડાયાબિટીસનો ઈલાજ કરી શકે. એ કહેવું ખોટું નથી કે નવનીત કેવળ ભણવામાં જ હોનહાર નથી, પણ પોતાના પરિવારની જિમ્મેદાર પણ સારી રીતે સમજે છે. અમે ઉમ્મીદ કરીએ છીએ કે નવનીતને સફળતા જરૂર મળે અને તે પોતાના પરિવારને એ બધી જ ખુશી આપે, જેના તે લોકો હકદાર છે.

આજે આ સમયમાં ઘણા બાળકો હાથમાં સ્માર્ટ ફોન લઈને અને મજાનું જીવન વિતાવી રહ્યા છે, જ્યાં નવનીત પહેલેથી જ આ બધી વસ્તુઓથી દૂર રહીને, એક સાદગીભર્યું જીવન વ્યતીત કરતા પોતાના પરિવારનું નામ ગર્વથી ઊંચું કરી દીધું છે. જ્યાં ઘણાં બાળકો કેટલીએ વસ્તુની માંગ કરે છે, ત્યાં નવનીત પાસે જેટલું છે તેમાં જ ખુશ રહીને બધાને શીખ આપે છે. અમે આશા કરીએ છીએ કે આગળ ચાલીને નવનીત પોતાના માતા-પિતાનું નામ રોશન કરે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon