Link copied!
Sign in / Sign up
0
Shares

જાણો થોડી ઘણી ટ્રીક્સ જે તમને રોજ કામમાં આવશે


આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક ગણી કામમાં આવતી ટિપ્સથી લોકો અજાણ હોય છે. આમ, જો તમે પણ આ અવનવી ટિપ્સ વિશે જાણવા ઇચ્છો છો તો નજર કરી લો એકવાર અહિંયા…

જો તમારો પરસેવો ખૂબ જ ગંધાતો હોય તો અડધા લીંબુના રસમાં ચપટી બેકિંગ સોડા નાખી પતલી પેસ્ટ બનાવી અંડરઆર્મ્સમાં લગાવો અને દસ મિનિટ પછી ધોઈ નાખો તો ગંધ દૂર થશે.

પૂજાનાં ચાંદીનાં વાસણને ચમકાવવા વાસણને ટૂથ પાવડરથી સાફ કરો, જો વાસણ પંચધાતુનાં હોય તો થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી સાફ કરવાથી ચમકી ઊઠશે.

જો પાણીની ડોલમાં ક્ષાર બાજી ગયો હોય તો તેમાં ફરતે ફટકડી ઘસી સાફ કરવાથી ક્ષારના ડાઘા દૂર થશે.

કપડાં પર નેઇલ પોલિશના ડાઘા પડયા હોય તો તે ડાઘા પર થોડી વાર પાણીમાં કેરોસીનનાં એક બે ટીંપાં નાખી કે મિશ્રણ લગાવાથી ડાઘ દૂર થશે.

સ્વિચબોર્ડ પર વારંવાર અડવાથી મેલ અને ચીકાશ જામી ગઈ હોય તો તેને નેઇલ રિમૂવરથી સાફ કરો.

જો બાળકોને વારેઘડિયે શરદી થઈ જતી હોય તો અજમો અને લસણની કળીને પીસીને તેની પોટલી બનાવીને બાળકનાં ગળે ભરાવી રાખો અથવા તો તેનાં કપડાં પર નિલગીરીનાં તેલનાં બે ત્રણ ટીપાં લગાવી રાખો.

ગુલાબજાંબુ કે રસગુલ્લાની ચાસણી વધી હોય તો તેને ફેંકી ન દેતાં તેમાં સક્કરપારાનો લોટ બાંધીને બનાવી શકાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon