Link copied!
Sign in / Sign up
1
Shares

ફેટલ ડેવેલોપમેન્ટ ચાર્ટ : જાણો તમારું બાળક ગર્ભમાં કેવી રીતે ઉછરે છે😇😇

ગર્ભાવસ્થાનો સમય છે ઉજવણી, પૂછપરછ, થાક અને ઘણી બધી ફિઝિકલ અને ઈમોશનલ ફેરફાર નો હોય છે. ભલે તમે બહારના ફેરફારોથી પસાર થઈ રહ્યા હોવ, પણ તમારી અંદર એક નવું જીવન આકાર લઈ રહ્યું છે. હવે જ્યારે એક નવી અને ઈન્ટરેસ્ટિંગ પ્રક્રિયા તમારી અંદર ચાલી રહી છે, એટલે તમારા મનમાં ઘણા બધા સવાલો આવતા હશે. અને બીજું કશું નહીં, તો તમારા ગર્ભાશયની અંદર બાળકની રચના કેવી રીતે થાય છે એને લઈને પ્રશ્નો તો ચોક્કસ આવતા હશે.

ચિંતા ના કરો. તમારા આ સવાલના જવાબમાં અમે તમને કહીશું અને તમારા બાળકનું અઠવાડિયે-દર-અઠવાડિયે ડેવેલોપમેન્ટ અને વન-સ્ટોપ ચાર્ટ બતાવશું જ્યાં તમે બાળકનો સમગ્ર વિકાસ એક લૂકમાં જોઈ શકો છો.

૧. પેહલું અઠવાડિયું

આ એ સમય છે જ્યારે ઝાયગોટ ડીવાઈડ થવાનું શરૂ કરે છે અને સેલ્સનું એક પણ મોટું ક્લસ્ટર બનવાનું શરૂ થાય છે. આ તે સમય છે જ્યારે તમે હજી પણ ઓવ્યુલેટ કરી શકો છો.

૨. બીજું અઠવાડિયું

જેમ જેમ ઝાયગોટ વધુ ડીવાઈડ થાય છે, તે ગર્ભની ડિસ્ક બનાવે છે જે હવે નીચે અને શરીરના ઉપરના અડધા ભાગ ને અલગ કરવાનું શરૂ કરશે.

૩. ત્રીજું અઠવાડિયું

નોટૉકૉર્ડ અને ન્યૂરલ ટ્યુબનું ફોરમેશન થાય છે. આ પ્રક્રિયા ગેસ્ટ્રુલેશન તરીકે ઓળખાય છે. હવે તમારું બાળક માત્ર સેલ્સનો એક નાના બોલ છે.

૪. ચોથું અઠવાડિયું

આ અઠવાડીયા સુધીમાં ન્યુરલ ટ્યુબ બંધ થાય છે અને હૃદય થબકવાનું શરૂ કરે છે. હાથની સાથે પૂંછડી અને ગિલ પોલાણનું નિર્માણ થવાનું શરૂ થાય છે.

૫. પાંચમું અઠવાડિયું

આંખોનો ભાગ એટલે રેટિના અને આંખોની કૅવિટીનું, પગ ની સાથે નિર્માણ થાય છે અને માથાની અંદર મગજ વિસ્તરે છે.

 

૬. છઠ્ઠું અને સાતમું અઠવાડિયું

વેબ્બડની આંગળીઓ અને અંગૂઠાનું નિર્માણ થાય છે. હાડકા કડક થાય છે અને પીઠ સીધી થવાની શરૂ થાય છે ગિલ્સ અને પૂંછડી અદૃશ્ય થઈ જાય છે.

૭. આઠમું, નવમું અને દસમું અઠવાડિયું

આંગળીઓ અને અંગૂઠા અલગ થાય છે જ્યારે હાડકાં વધુ કડક થાય છે. આંખની રચના થાય છે અને મગજ વિસ્તરે છે. ચીન વધે છે, નોસ્ટ્રીલ અલગ થાય છે, જેનિટલ્સ વધતી જાય છે અને મોઠું માણસ જેવું દેખાવા લાગે છે.

૮. અગિયારમું અને બારમું અઠવાડિયું

ગરદન જોઈ શકાય છે અને જેનિટલ્સ બરાબર રીતે વિકસિત થઈ ગયા હોય છે. આની સાથે, સકિંગ રીફલેક્સ દેખાવાનું શરૂ થાય છે.

અહીંયા, બેઝિક સ્ટ્રકચર રચવામાં આવ્યું છે અને આ ઉપરાંત મહિના પસાર થતા અન્ય મુખ્ય અંગોની રચના થાય છે જેમકે બ્લડ સેલ્સ, આર્ટરિઝ, નસો અને અન્ય તમામ જટિલ ભાગો. અને પછી, સંપૂર્ણ ૯ મહિના તમારા ગર્ભમાં રહ્યા પછી, છોકરો/છોકરી બહાર આવે છે એવી જ રીતે જેમ તમે ઇચ્છતા હો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon